________________
સ્ત્રીસુખ દર્પણ-શ્રાવિકા. તેમનામાં મજબૂત મૂળ ઘાલી ન બેસે તેવી કાળજી રાખવામાં તેઓ બેદરકાર રહે છે, એ ખેદની વાત છે. બેટા! મણિ! વળી આ પ્રસંગે એક બીજી વાત પણ તારે બહુજ ધ્યાનમાં રાખવાની છે-તે એ કે આપણે આંગણે કે ઇવાર કઈ ભીખારણ કે ગાય વિગેરે આવે–ત્યારે તું તુરત લાકડી લઈને દેડે છે અને કોઈ કાઈવાર તે તું તેમને મારી પણ લે છે. તે સાથે હું તેમને કઠોર શબ્દો પણ કહેતાં ચકતી નથી, બેટા! આવી નિષ્ફર વૃત્તિ રાખવી, એ શું આપણને ઉચિત છે? આપણે ગમે તેવી સાધારણ સ્થિતિમાં હોઈએ, અને તેને લીધે આપણે તે યાચની બરદાસ ન કરી શકીએ, તથાપિ તેમને એકદમ અનાદર કરી તેમના દુઃખમાં વધારે કર–એ આપણો ધર્મ નથી. દયાને માટે આપણા ધર્મશાસ્ત્રમાં બહ કહેલ છે અને તે એટલે સુધી કે પોતાના સ્વાર્થની હાનિ થતી હોય છતાં અન્યનું સારું કરવું, પણ પોતાની મતલબ તરફ દેરાઈ જઈને બીજાનું અહિત ન કરવું. આ શિક્ષણ આર્ય–સંતાનેને અતિ ઉપયોગી છે. અને તે માતાના ધાવણ સાથે તેમને મળવું જોઈએ છે. બેટા! કે યાચક આવા અનાદરને લીધે અહીંથી નિરાશ થઈને જાય-એટલે તે પોતાના અંત:કરણમાં એમજ ખ્યાલ કરે કે “આ કોઈ હલકા વર્ણનું ઘર લાગે છે, નહિ તે તેના સંતાનનું આવું નિર્દય વર્તન ન હોય.” આપણું તુચ્છ સ્વભાવને લઈને એક સાધારણ માણસ આપણા માટે આવી હીન કપના કરી લે-એ શું ચગ્ય કહેવાય ? ગરીબને જોઈ દયા લાવવી અને તેને બનતી સહાય આપવી એ આપણું ખાસ કર્તવ્ય છે. બેટા ! કૃપણતા-એ ગુણ નથી, પણ કરકસર-એ ગુણ છે. કૃપણતા અને કરકસરમાં સરસવ અને સુમેરૂ જેટલું અંતર છે. માટે આપણે કુચિત ગુણે તે આપણામાં સ્વાભાવિક રીતે લેવા જોઈએ. તું શાણું અને સમજુ હોવાથી તેને હવે આવી શિખામણ આપવી, તે પણ મને યોગ્ય લાગતી નથી, તથાપિ તારા હદયમાં આવી ખામી જોવામાં આવે છે, ત્યારે મારાથી કહ્યા વિના રહી શકાતું નથી.’ - માણસને શાંત અને મીઠાં વચનથી સમજણ આપી તેને ઠેકાણે લાવવું—એ જુદે માર્ગ છે અને તેના પર સખ્તાઈ વાપરી, તેનું અપમાન કરી પિતાની પ્રભુતાનું બળ તેના પર અજમાવીને તેને તેની ભૂલ સમજાવવી- એ જુદે માર્ગ છે. આજકાલ આપણામાં બીજા પ્રકારનો માર્ગ વધારે માનનીય થઈ પડે છે. અને જેને લીધે વારંવાર આપવામાં આવતી માબાપની શિખામણને બાળકો એક પ્રકાર ને બકવાદ સમજીને હસી કહાડે છે, એમ કહીએ તો ચાલે. શાંત વચન કરતાં સ
તમારા પતિમાં કાંઈ ખામી માલૂમ પડે તો તે શોધી કાઢવામાં તમારી મોટાઈ સમજશો નહિં. તેમજ તમે તમારા પતિથી વધારે વિદુષી (વિદ્વાન) , એવો ડોળ કદીપણ બતાવશે નહિં. કારણકે એ રીતભાતથી તે લેકમાં તમે ખાનદાન નથી એમ બેલાશે એ વાત ધ્યાનમાં અવશ્ય રાખશો.
હે ! મલાજે (શરમ ) એ સ્ત્રીવર્ગમાં સર્વથી સરસ હથિયાર ગણાય છે, અને મીઠા સ્વભાવ એ મોટો શણગાર છે. માટે શાન્ત સ્વભાવ રાખી સૌ કોઈને યથાયોગ્ય માન આપી કીર્તિ માં વૃદ્ધિ કરશે.