________________
બાળાઓની કાતિ. સાધ્વી સુકન્યાને પતિની યુવાવસ્થા અને સૌંદર્યની અપેક્ષા ન હતી. તે પ્રારબ્ધયેગે મળેલા ગમે તેવા પતિને જ પ્રભુ તરીકે પૂજનારી હતી અને પ્રેમના શુદ્ધ સ્વરૂપને સમજનારી હતી. આવા દિવ્ય ગુણને લઈને સાધ્વી સુકન્યા આ ભારતવર્ષમાં વિખ્યાત મહાસતી થઈ ગઈ છે. તેણીના જીવનમાંથી આર્ય મહિલાઓને ઘણું શીખવાનું મળી શકે તેમ છે. શુદ્ધ પ્રેમ મનુષ્યને ઊંચામાં ઊંચી વિચારશ્રેણીમાં મુકી શકે છે, આખું વિશ્વ તેવા પ્રેમનું નચાવ્યું નાચી શકે છે. અને જે સિદ્ધિઓ અને લબ્ધિઓ યુગ વિદ્યાથી મેળવી શકાતી નથી, તે પ્રેમની પવિત્ર મહા વિદ્યાથી મેળવી શકાય છે.
પ્રિય બહેને, એવા શુદ્ધ પ્રેમને ધારણ કરી તમે આત્માના જીવનઝરાને કલુષિત કરનારી કોઈપણ જાતની પ્રવૃત્તિથી સદા દૂર રહેજે. કદિ દેવગે હૃદયના કેઈ પણ પ્રદેશમાં વિકારને અંકુર પ્રગટ થઈ આવે, તો સતી સુકન્યાના સુંદર ચિત્ર તરફ ત્રાટક કરી તે અંકુરને નાબુદ કરી નાખજે અને તે સાવીના સદ્દગુણના નીચેના મહામંત્રને જપ કરજો.
ગીતી - સદગુણવતી સુકન્યા, સદગુણથી જે બની જગત ધન્યા;
ભારત જનની જણ, તેવી ભારત વિષે સકળ કન્યા.
“બાળાઓની કી.
| OF
સ્વર્ગના મંદિર જેવી ગ્રહવાહિની, ચાલ હંસ વાહિની પવિત્ર પાણિની. પ્રતિભા મૂરતિ સૌદર્ય સ્નેહવતી; ગગનમંડળે ભૂ ગુંજારવે ગુજારતી. શાસ્ત્ર ધારિણી જ્ઞાન વિણા ધારિણું, શીયળ સાડી તણી ગેરવ ગામિની. આત્મવતી, સત્યવતી કંથ કામિની, તવ લીલા લહેરથી ભારત ધમકતી.
પાન્થ,