Book Title: Stree Sukh Darpan 1917 03 Pustak 01 Ank 01
Author(s): Manglabai Motilal, Fakirchand Premchand Raichan
Publisher: Anand Printing Press

View full book text
Previous | Next

Page 29
________________ વીરકન્યા-વાશુલદત્તા. (૩) ૩ કૌશાંખીનેા રાજા ઉદ્દયન એકાંતમાં તદ્દીનભાવે કંઈક વિચાર કરતા બેઠા છે, તેનુ’ મુખ જોવાથી જ જણાઇ આવે તેમ છે કે તેના હૃદયમાં કાઇ પણ જાતના પશ્ચાત્તાપના અગ્નિ સળગી ઉઠયા છે. રાજા ઉદયનને સતી સીતાની પેઠે પશ્ચાત્તાપની અગ્નિ પરીક્ષામાંથી સંપૂર્ણ રીતે નવાઈને વિશુદ્ધ થઇને મ્હાર આવવાના અવકાશ મળે તે માટે, તેને હુમા સ્થિરપણે બેસી જ રહેવા દઈશુ. તે દરમીયાન આપણે તેના પૂર્વ જીવન ઉપર દૃષ્ટિપાત કરી લઇએ. રાજા ઉદયને પેાતાના આખા જીવનમાં બે એવા ભયંકર અપકૃત્યા કર્યાં છે કે જેના સ્મરણમાત્રથી તેને સર્પદ ંશ જેટલી ભયંકર વેદના થયા વગર રહેતી નથી. જ્યારે જ્યારે તેને એ એ અપકૃત્યા યાદ આવે છે ત્યારે ત્યારે ઉપર કહ્યું તે પ્રમાણે વિચારમાં તટ્વીન થઇ પશ્ચાત્તાપ કરવા લાગે છે. તેના હૃદયમાં સળગતા પશ્ચાત્તાપના અગ્ની કેવા જવલત અને મ`ભેદી છે, તે તેના પાતા સિવાય ભાગ્યે જ બીજી કાઇ રાજ્યમાં જાતુ હશે. આજે પણ રાજા તેજ પશ્ચાત્તાપ કરી રહ્યો છે. એ એ અપકૃત્યા કયાં ? એક દિવસ રાજા વનેાત્સવ નિમિત્તે બ્હાર ઉદ્યાનમાં ગયા હતા, ત્યાં રાજપુરૂષ અને અધિકારીઓ સાથે લાંબે વખત વિનાદ કર્યો પછી, આહારાંતે થાડીવાર આરામ લેવા શયનગૃહમાં ગયા. સાત સહચરીએ રાજાની સેવામાં નિયુક્ત હતી. રાજા નિદ્રામાં પડ્યા એટલે શાંત પગલે ચહુચરીએ બ્હાર નીકળી આવી. મ્હાર આવીને જોયુ' તે તે જ ઉદ્યાનમાં ઘેાડે દૂર એક આમ્રવૃક્ષ નીચે એક તપસ્વી મહા ચોગિરાજ દૃષ્ટિએ પડ્યા. શાંત રજનીમાં પ્રકાશતા ચંદ્ર જેવી તે મુનિનીમુખજ્યાતિ નીહાળી સઘળી સહચરીએ તે મુનિ પાસે વિનયપૂર્વક આવીને બેસી ગઈ. મુનિના મુખમાંથી ગંગા કલ્લેાલ સરખા અમૃત પ્રવાહ વહેવા લાગ્યા. અમૃતપાનમાં વિમુગ્ધ થયેલી સહચરીએ રાજા ઉશ્વયનને છેક ભૂલી ગઈ ! આ તરફ રાજા જ્યારે અકસ્માત નિદ્રામાંથી જાગ્રત થયા અને જળ માટે ચહુચરીને બૂમ પાડી ત્યારે કાઇએ કશા ઉત્તર આપ્યા નહીં. ક્રોધમાં ને ક્રોધમાં તેણે બે ત્રણ વાર બૂમેા મારી, પણ કશેા ઉત્તર મળ્યે નહીં. આથી તે નખથી શિખા પર્યંત સળગી ઉઠયા. તેણે મ્હાર આવીને જોયું તેા સઘળી સહચરીઓને એક મુતિ પાસે આનંદમય વદને બેઠેલી જોઇ. ક્રોધાવેગમાં રાજા ઉદ્દયન તે તરફ ધસી ગયા અને પેાતાના સુખમાં વ્યાઘાત પહોંચાડનાર આ મુનિ જ છે એમ માની તેને પીઠ ઉપર એ ત્રણ ચામુક મારી અપમાનિત કરી ત્યાંથી કાઢી મુકવા હુકમ કર્યાં. ચામુકના પ્રહાર સહન કરવા છતાં પણ પેલા મુનિ શાંતભાવે જેમના તેમજ ઉભા રહ્યા. ઘેાડીવારે તેમણે પગ ઉપાડચે

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40