Book Title: Stree Sukh Darpan 1917 03 Pustak 01 Ank 01
Author(s): Manglabai Motilal, Fakirchand Premchand Raichan
Publisher: Anand Printing Press

View full book text
Previous | Next

Page 37
________________ ભકિતમૈયાનું ભાગવત. ૩૧ પ્રસંગોપાત હું તમને અમેરિકા દેશના એક સ્વપરાક્રમી બાળકનું દૃષ્ટાંત કહીશ. સત્યદેવ નામનો એક બાપુ અમેરિકામાં ગયા હતા. એ પાતાળ ભૂમિનો અદ્દભૂત પ્રભાવ જાણવાને માટે તેના હૃદયમાં તીવ્ર જિજ્ઞાસા હતી. તે કાર્યવીર ગૃહસ્થ શએટલ નામના એક ગામમાં આવી ચઢ્યો. તે ગૃહસ્થ એક વખત પોસ્ટ ઓફીસે ગયા. ત્યાં ટપાલને લગતું કાર્ય કરી તે પાછા ફર્યો, ત્યારે રસ્તામાં એક છ વર્ષના બાલકને વર્તમાન પત્રો વેચતો જોયે. તે બાળક ચાલાક, તંદુરસ્ત અને તેજસ્વી હતા. બાળક આ ગૃહસ્થ પાસે આવ્યું અને મધુર સ્વરથી કહ્યું, “ બાબુ સાહેબ, આપ આ વર્તમાન પત્ર લેશે કે ” ? બાબુએ મંદ સ્વરે કહ્યું “. ર્તમાન પત્રની અત્યારે મને જરૂર નથી. ” તે ઉત્સાહી માળકે વિનીત વચને કહ્યું, “આ વત્તમાન પત્રની ફકત એકજ પૈસે કીંમત છે, વધારે નથી.” બાબુએ જણાવ્યું, “નહિ, આજના વૃન્તમાન મેં જાણી લીધા છે.” બલકે આ જવાખથી નિરાશ ન થતાં ફરીથી કહ્યું, “એક પિસે એ કાંઈ બહુ માટી રકમ નથી.” છોકરાનો આવા આગ્રહ જોઈ તે ગૃહસ્થ ખીસામાંથી એક પૈસા કાઢી તે વત્તમાન પત્ર વેચાતું લીધું ને પછી પૂછ્યું કે, છોકરા, તારાં મોઆપ હૈયાત છે?” “જી હા.” છેડકરે જવાબ આપે. ગૃહસ્થ ફરી પૂછયું “ તારો બાપ બહુ ગરીબ છે કે શુ? ?” તે બાળક વિસ્મય પામી તે ગૃહસ્થ તરફ જોઈ બોલ્યા, “ આપને એમ પૂછવાનું શું કારણ છે ? ” કારણ એ છે કે તું વક્તમાન પત્રો વેચે છે.” ચતુર બાલકે કહ્યું, “ | વર્તમાન પત્રો વેચનારા માણસો ગરીબ હોય છે ? | બાળકના આ વચન સાંભળી તે ગૃહસ્થ ઝંખવાણો પડી જતાં બોલ્યા “ છોકરા, એમ નથી, મારે પૂછવાનો આશય એવો છે કે તારી અટકી નાની વય છે

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40