Book Title: Stree Sukh Darpan 1917 03 Pustak 01 Ank 01
Author(s): Manglabai Motilal, Fakirchand Premchand Raichan
Publisher: Anand Printing Press
Catalog link: https://jainqq.org/explore/541001/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ - જો-૨ ) સુરત ઉ છું. આમ જ રા શો બાઇ મોતીલાલ – જીરાવશે "દ શીશ ઇ ૨માં થી લાખો કિતા : ગુલાબ4. દ લાહલુ સાધી શાક હિ. મહેન, મી રહિમાંશજનો અરી. Page #2 -------------------------------------------------------------------------- ________________ ખેતી માટે પાણીનું સસ્તું સાધન. 9 ઉડા તેમજ નજીક પાણીના કુવામાંથી પાણ કાઢવાના દરેક જ જાતના પંપ અને નેરીયા રેંટ. હાથપતી ચાલતા, બળદથી ચાલતા તેમજ એજીનથી ચાલતા તદન નવી ઢબના, છેલ્લી શોધ મુજબના, દરેક જાતના પંપ નેરીયા રેટ અને ઓઇલ એજીને હમે ઘણાજ કીકાયત ભાવે વેચીએ છીએ. તેમજ ગોઠવી આપીએ છીએ તથા દુરસ્ત કરી આપીએ છીએ. કીંમત અને વધુ ખુલાસા માટે લખો યા મળે. અંબાલાલ એમ. પટેલની કંપની. ઠે. દરીયાપુર નાની સાલે પરી–અમદાવાદ, ઉપયોગી વાંચનાલય, દરેક સ્ત્રીઓને વાંચવા માટે નીચેના પુસ્તકો ખાસ રાખવા જરૂર છે. સ્ત્રી ધર્મ દર્શક ગ્રંથા. શ્રાવિકા ભૂષણ પ્રથમ અલંકાર. ૭-૧૨-૦ શ્રાલિકા ભૂષણ દ્વિતિય અલંકાર ૧–૦-૦ શ્રાવિકા ભૂષણ તૃતિય અલંકાર. ૧-૦-૦ શ્રાવિકા સુધદર્પણ. ૦-૧૨-૦ મહાન સતિના ચરિત્ર, સતિ આદર્શ જીવનમાળા (સચિત્ર) ૧-૮–૦ જેન સતિમંડળ ભાગ ૨ જે. ૧–૦-૦ ' નવલકથાઓ. દિક્ષાકુમારી દસ ભા. ૧લો. ૧-૪-૦ મનોરમાં. ૧-૦-૦ દીક્ષાકુમારી થવસ ભા. ૨ જે. ૧-૮-૦ ) સ્ત્રી વૈદક. સ્ત્રીઓનો સાથી (ધાત્રી શિક્ષા અથવા સુયાણું અને સુતિકા). ૧-૦-૦ આખે લટ મંગાવનાર માટે ફકત રૂા. દ. દરેક માટે પણ ખર્ચ જુદો. લખ-જૈન જનરલ બુક ડે –ભાવનગર, જૈન ભાઈઓને માટે ખાસ ઉત્તમ સગવડ. કેસર, કસ્તુરી, અમર, બરાસકપુર, ઉંચી અગરબતી, અગર, દશાંગ ધુપ, સોનાચાંદીના પાના, સુખડ, અતર, હીંગ, હરડે, ખાપરીયુ, મોમાઈ, સીલાજીત, મેતીને સુરમે વીગેરે ખાત્રીદાર માલ કીફાયતથી વેચનાર ખાસ એકજ દુકાન. ભાવને માટે પ્રાઈસલીસ્ટ જુઓ. ડી. શાન્તીલાલ કાન્તીલાલની કું, જુમાંમસીદ, નં. ૧૨૭ મુંબઈ Page #3 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૧ લુ. Dramaras સ્ત્રીસુખ દર્પણ. શ્રાવિકા-માસિક માચ સને ૧૯૧૭ તંત્રી-શેઠ દેવય’દ દામજી કુંડલાકર ભાવનગર વિષયાનુક્રમણિકા. વિષય. ૧ સતીને શ્રૃંગાર. ૨ ઉદ્દેશ. ૩ માતૃ-એધ. ૪ સતી સુકન્યા. મમાળાઓની કીર્તિ. ૬ વીરકન્યા વાશુલદત્તા. છ સ્રી કજ્યનું સ ંશોધન. ૮ ભક્તિમૈયાના ભાગવતમાં શિશુશિક્ષણના અધ્યાય. .... .... .... .... .... .... .... લેખક. રાજ્ય વ નથુરામ સુંદરજી. ત્રી. સૂક૧ લે. Ye. ગં. સ્વ. મંગળામાઇ મેાતીલાલ શેઠ. ગ. સ્વ. ઝમક ઝ્હેન વ્રજપાળ, વાર્ષિક લવાજમ. હિન્દ માટે પાસ્ટ સાથે રૂપિયા ત્રણ, પરદેશ માટે રૂપિયા સાડાત્રણ. છુટક અંકના છ ના. ૧ ૫ ૧૩ ૧૭ રા. પાર્થે. રા. સુશીલ. ૧૮ 68.0 ગ. સ્વ. મગનમ્હેન માણેકચ ંદ ઝવેરી. ૨૬ રા. જગજીવનદાસ પીતામ્બરદાસ ગાંધી. ૨૭ Page #4 -------------------------------------------------------------------------- ________________ ચિત્રપરિચય ૧ શાસનદેવીની ઉપદેશાત્મક પુષ્પવૃષ્ટિ–દેવીની કૃપાથી ઉત્સુક થપેલ (ગુજરાતી, માર વાડી, કચ્છ અને દક્ષિણી) સ્ત્રી મંડળ એકત્ર મળી પ્રેમથી ઝીલેલાં પુષ્પોની માળા ગુંથી માતાને સમર્પણ કરે છે. ( ટાઇટલ ) ૨ સ્ત્રીકેળવણીના મંત્સાહક ભાવનગરાધિપ-મહારાજા સાહેબ સર ભાવસિંહજી કે. સી. એસ. આઈ. (અગ્ર પૃષ્ટ) ૩ સુશિક્ષિત સ્ત્રી, ગૃહવ્યવસ્થા કરી ગ્રંથ વાચનમાં ગુંથાએલ છે. મુખ-પૃષ્ટ ૧ લું. ૪ લક્ષમી અને સરસ્વતી એકત્ર સ્તુતિમાં. પૃષ્ટ લું. ૧) પ શ્વસુર જતી પુત્રીને માતા–ધ કરે છે. સખીઓ પાસે ઉભી છે. અને ગર ચાલવાને ઉતાવળ કરે છે. પૃષ્ઠ. ૧૦ ૬ A સતી સુકન્યા સખીઓ સાથે વનક્રિડાને કહેલ કરે છે. ત્યાં પાસેના રાફડામાં ચળકાટ જોઈ તેમાં સુકન્યા સૂળ ઘેચે છે; રાફડામાંથી રક્ત પ્રવાહ ચાલે છે. B રાફડા ઉપરની ધુળ છુટી કરતાં અંદરથી ઋષિ દેખાય છે. C ઋષિને શયન કરાવી સુકન્યા તેમના ચરણ સેવતી ક્ષમા માગે છે અને દેષના બદલામાં સેવા ધર્મ સ્વીકારવા માગણી કરે છે. પૃષ્ઠ ૧૪. ૭ બાળાઓની કીર્તિનું સંગીત કરતી સરસ્વતી. પૃષ્ઠ. ૧૭. ૮ રાજકુમારી વાશુલદરા પોતાના પિતા પ્રતને ઈર્ષ્યા નહિ કરવા અને ન્યાયા ચરણ કરવા ઉપદેશ કરે છે. પૃષ્ઠ. ૨૧. ૯ રાજા ઉદયન યોગીને ચાબુક મારી ક્રોધાવેશમાં કાઢી મુકવા આજ્ઞા કરે છે. ગી આશિર્વાદ દે છે. દાસીઓ દિગ્મુઢ બની ઉભી છે. પૃષ્ઠ. ૨૪. ૧૦ ગં. સ્વ. મગન બહેન માણેકચંદ અને તેમના હસ્ત લીખીત વિચારે. પૃષ્ઠ. ૨૬. ૧૧ શ્રીમંતની સ્ત્રી પોતાના પુત્રને બાબાગાડીમાં રોકર સાથે ફરવા મોકલે છે. પૃષ્ઠ. ૨૮. ૧૨ એક માતા પિતાના તોફાની છોકરાને તેનાં કપડાં અને પુસ્તક લઈ પરાણે શાળાએ મુકવા જાય છે. પ્રષ્ટ. ૨૯ ૧૩ ન્યૂસપેપર વેચતો અમેરીકન બાળક, બાબૂના પ્રશ્નથી આશ્ચર્ય પામી પિતાનું કર્તવ્ય અને સ્વાત્માવલંબન અવસ્થાનું ભાન કરાવે છે. પૃ. ૩૧. Page #5 -------------------------------------------------------------------------- ________________ સ્ત્રી કેળવણીના પ્રોત્સાહક– ଓଛନ୍ତି !==ଅଛ୭୨୭ ભાવનગરાધિપ-મહારાજા સાહેબ સર ભાવસિંહજી બહાદુર 3. {. ୯. 2X . આનંદ પ્રી. પ્રેસ-ભાવનગર. Page #6 --------------------------------------------------------------------------  Page #7 -------------------------------------------------------------------------- ________________ TOGG OUR ૩. ↑ લુ *** ~~~ તે like સ્ત્રીસુખ K3 માલિક માર્ચ-૧૯૧૭ * -- ---- સતાનો શૃંગાર * - - . ( લેખક—રાજ્યકવિ નથુરામ સુદરજી. ) સદાયે શાભો ધારી, શિયળ શ્રૃંગાર સુંદરિ; સફલ કરો મહદમાદે, મનુજ અવતાર સુંદિર. વૃથા છે હેમ ને હીરા, પૃથા પુખરાજ ને પન્ના; અમિત આભૂષણા કરા, શિયળ છે. સાર સુ ંદિર. સુગન્ધિ સેન્ટમાં શાની, અતરમાં છે નહીં એવી; શિયળ કેરી સુગ ંધિ તા, અચલ રહેનાર સુદિર. જગતમાં માહિની મંત્રા, શિયળથી છે નહીં મેાટા; વિના યત્ને દિયે અર્પી, પતિ જ્યાં પ્યાર સુદિર. અનાવેલી સહુ શેાભા, ક્ષણિક છે એ ખરૂં માના; શિયળના ભતા વ્હેરા, હૃદય પર હાર સુંદિર. જીવિતભર દેવિયા જેવી, અને દુનિયાં મહીં દા'ડી; શિયળ છે અતને વખ્ત, સ્વર્ગ દાતાર સુંદર. શિયળના દેવની સેવા, કરા જે સ્નેહ ધારીને; નથી . નથુરામ દેવાની, પછી દરકાર સુંદર. દર્પણ અ’ક૧ લા. -------- ****** ** Page #8 -------------------------------------------------------------------------- ________________ સ્ત્રીસુખ દર્પણ-શ્રાવિકા, જ “સ્ત્રીઓના પ્રાચીન હક હેમને પાછા આપે, કારણ કે અમે સ્ત્રીઓ પ્રજનાં રચનાર છીયે, તમે નટિ. પ્રગતિના સર્વ વિષયોમાં અમારી મદદ વગર તમારી બધી કૉંગ્રેસ અને કોન્ફરન્સ નકામી છે. તમારી સ્ત્રીઓને કેળવો અને પછી પ્રજા પોતાની સંભાળ આપોઆપ લઈ શકશે, કારણ કે એ જેમ ગઇ કાલે ખરું હતું તેમ આજે પણ ખરું છે અને મનુષ્યજીવનના અંત સુધી ખરું રહેશે કે “જે હાથ પારણું હિંદળે છે, તે જ હાથ દુનિયા ઉપર રાજ્ય કરે છે.” શ્રીમતી સરોજિની નડ” આ વિશ્વમાં બધા પ્રકારની ઉન્નતિનું મૂળ “ગૃહ” છે. ધર્મ, રાજ્ય, સંસાર એ સર્વને આધાર “દાર” ઉપર રહેલે છે. જેમ વૃક્ષના ફળવા ફલવા અને વધવાને આધાર એક નાના સરખા બીજ ઉપર રહેલો છે; અને જેમ એ નાનકડા બીજની અવગણના અને અનાદર કરવાથી આખા વૃક્ષને જીવનને હાની પહોંચે છે, તેમ મનુષ્ય-જીવનરૂપી વૃક્ષને પ્રારંભ, જે બીજથી થાય છે એવા “ઘર” નું યોગ્ય મહત્વ ન સમજવામાં આવે અને તેની પુરી કીમત સમજાઈને સંપૂર્ણ આદરથી રક્ષણ કરવામાં ન આવે તો આખું મનુષ્ય-જીવન એ અનાદરની બુરી અસર ભગવે છે. બધા પ્રકારના મેટા પરિણામે, જગતને આંજી નાખે એવા બધા બનાવે, એ સર્વની શરૂઆતને ઇતિહાસ કદાચ તમે તપાસશે તે જણાઈ આવશે કે એ સર્વના આરંભની પ્રવૃત્તિ એટલા નાના પાયા ઉપર હતી કે એવી સૂક્ષ્મતામાંથી એટલું મહાન ફળ પ્રકટવાની ધારણા કેઈને સ્વને પણ ન હોય. છતાં વિશ્વની ઉન્નતિને કમ અવલેકનાર વિચક્ષણ પુરૂષને એટલે ચક્કસ નિર્ણય હાય છે કે નાનાની અવગણના કરવી એ નાનામાંથી પરિણામે ફળવા યોગ્ય મહાનની અવગણના કરવા તુલ્ય છે. પાઈની અવગણના એ રૂપીઆની જ અવગણના છે; કેમકે પ્રથમની પાઈ એ ભાવના રૂપીઆની માતા છે. જેને આપણે નાનું, ક્ષુદ્ર, અકિંચિકર, અલ્પ, ૭, ધ્યાનમાં નહી લેવા ગ્ય ગણીએ છીએ, તેજ વાસ્તવિક રીતે મહાન, વિશાળ, ઉદાર, સર્વસ્વ અને વિશ્વવ્યાપી બનવા નિર્માએલું હોય છે. સમાજ, જાતિ, રાષ્ટ્ર, ધર્મ, રાજ્ય એ બધા “ઘર” રૂપી એક નાનકડી વસ્તુમાંથી પરિણામ પામેલાં ફળે છે. અને બધાની સુદઢ઼તાને-સ્થાયીપણાન-નક્કર૫ણા-ઉત્તમતાને આધાર એ “દાર” ઉપર રહેલ છે. ઝરણાના મૂળમાં જે કઈ ગંધાતી ખરાબ વસ્તુ હોય તે જેમ તેની અસર એ ઝરણુમાંથી વહેતા બધા પાણું ઉપર કાયમ રહે છે, તેમ “ઘર” ના સંગમાં અનિષ્ટતા હોય તે તેની બુરી અસર Page #9 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દેશ. આખા મનુષ્ય-જીવનરૂપી ઝરણામાં વ્યાખ્યા કરે છે. અને એ જીવન બીજી રીતે ગમે તેટલું ભવ્ય, મહાન, ઉદાર, વિશાળ અને દિવ્ય હેય પણ એ આરંભમાં વળગેલી અનિષ્ટતાને પાશ તે તે જીવનમાંથી કોઈ રીતે દૂર થતું નથી. કેમકે એ બુરાઈ સંચોગજન્ય નથી પરંતુ બીજકજન્ય છે. ઉપર કહ્યું તેમ “ઘર” એ આપણા જીવનનું બીજ છે, અને જેકે તે પ્રથમ દૃષ્ટિએ તુચ્છ અને આપણું ગંભીર વિચારને ચેગ્ય નહી હવા જેવું જણાય છે, પરંતુ ખરી રીતે એના જેવું મહાન બીજું કશું જ નથી. બીજી બધી અનિષ્ટતા આગંતુક છે, પાછળથી આવી પડેલા સંગેમાંથી એ અસારતા ઉદભવેલી હોય છે, પરંતુ ઘરરૂપી બીજકમાંથી જે અસારતા આપણું જીવનવૃક્ષમાં વ્યાપેલી હોય છે તેનાથી મુક્ત થવું અશક્ય નહી તે દુ:શક્ય તો છેજ. બુદ્ધિમાન પુરૂષે કહે છે કે સમાજ, રાજ્ય વિગેરે વિસ્તાર પામેલું એક ઘર જ છે. અથવા તે વિશાળ બનેલી કૌટુમ્બીક ભાવના જ છે. આથી એ ભાવનાના મૂળમાં જેટલું પોષણ અપાય તેટલું એ ભાવનામાંથી ઉદ્ભવતા વૃક્ષને પહોંચે છે. ઘરની અસર સર્વવ્યાપી છે. રાજ્યની અસર ઘરમાં પહોંચે કે ન પહોંચે, પરંતુ ઘરની અસર બીજકની અસરની માફક બધે પહોંચે છે. ઘરની અધિષ્ઠાત્રી–દેવી સ્ત્રી છે. એ વાત ઉપર વિવેચન કરવાની જરૂર નથી. કેમકે એ અનલભવ સર્વને પગલે પગલે થયા જ કરે છે. આથી ધરને ઉત્તમ બનાવવાની જરૂર જણાતી હોય તો (અને એ જરૂર કોને નથી જણાતી?)નારીના જીવનને ઉત્તમ બનાવવાની સર્વથી પ્રથમ જરૂર છે. સ્ત્રીના જીવનમાં જે કાંઈ હોય છે તે આખા વિશ્વના જીવનમાં પહોંચી વળે છે. કેમકે તે ગ્રહ-દેવી છે. ઘર એ કાંઈ ઈટ માટી કે પત્થર ચુનાને અમુક આકારે ગોઠવેલે સમુહ નથી. પરંતુ વાસ્તવિક “ઘર” નું ખોખું માત્ર છે. એ ખોખામાં આત્મા જુદે છે. એ આત્મા તે સ્ત્રી છે. સ્ત્રીવિનાનું ઘર એ “ગૃહ” નહિ, પણ હોટેલ કે ઉતારે કહી શકાય. એથી ઘરને ઉત્તમ બનાવવા માટે એ ખખાની મરામત કર . વાની કે તેને રંગરોગાન ચઢાવવાની જરૂર નથી, પરંતુ એ ખોખાનું નામ જેને લઈને સાર્થક છે, એવા તેમાં વસતા આત્માને પોષણ આપવાની અગત્ય છે.જે દેશમાં આ ગ્રહભાવના શિથિલ અને આદરહિન છે તે દેશ રંક, પામર, સત્વહિન અને જર્જરિત હોય એમાં કાંઈ જ નવાઈ નથી. કેમકે એ દેશના નિવાસીઓ ઉદ્દભવસ્થાન અથવા બીજની અવગણના કરે છે. જ્યારે દેશની પડતી થવાની હોય છે, ત્યારે લોકો એ મુદ્દાની મૂળ વાતને ભૂલી જાય છે અને ડાળાં પાંદડાંને સુશોભિત, સુંદર, અને આકર્ષક કરવાના કામમાં લાગી જાય છે. પરંતુ એવી કૃત્રિમ અને આગંતુક સુંદરતા કયાંસુધી નભે? એવી સુંદરતા, ભવ્યતા, મહત્તા, દિવ્યતા બીજમાંથી બહાર આવવી જોઈએ. તે કંઈ ઉપરથી ચોંટાડી શકાતી નથી. આથી અમે એ ઘરને મજબુત, હ્ર, સ્થાયી અને ગુણવાન બનાવવાને પ્રયત્ન આદરીએ છીએ. આજ સુધીમાં એવા પ્રયત્ન નથી થયા એમ કહેવાને અ Page #10 -------------------------------------------------------------------------- ________________ ४ સ્ત્રીસુખ દર્પણુ–શ્રાવિકા. મારા આશય નથી, પરંતુ એ મૂળ વાતની મહત્તા ભણી જ્યારે અમે નજર કરીએ છીએ ત્યારે અમને જણાય છે કે, એ પ્રયત્ના એ મહત્તાના પ્રમાણમાં કઇજ લેખામાં નથી. આખા ગામમાં જેમ એક દીવા કરવાથી બધે પ્રકાશ પડી શકતા નથી, અને જેમ એક ઠેકાણે દીપક થયા એટલે બીજા તેવાજ દ્વીપકને અવકાશ નથી એમ અનતુ નથી, તેમ આ પ્રકારના પ્રયત્ના અમુક સ્થાને, અમુક દિશામાં ચાલી રહ્યા છે, તેથી તેવીજ જાતના બીજા પ્રકારના પ્રયત્નને અવકાશ નથી એમ માનવું. વાસ્તવિક નથી. પુરૂષ વર્ગને માટે જ્યારે સ ંખ્યાબંધ માસિકે મહાર પડે છે, ત્યારે પ્રિય મ્હેના ! તમારા માટે માત્ર ગણ્યા ગાંઠ્યા એકાદ બે ભાગ્યેજ નીકળે છે. અને એ એકાદ એ નીકળે છે એટલાંજ તમને મસ છે એમ કહેવુ કે માનવું એ તમારા આત્માને અપમાન આપવા બરાબર છે. પુરૂષ વર્ગની ઉન્નતિ અથવા આનદ માટે જ્યારે સે કડ! સાધનાની અને વિપુલ સાહિત્યની અગત્ય છે ત્યારે શું તમારા માટે ફક્ત એકાદ એજ પુરતાં છે ? આમ હાઇને અમારૂં પ્રાકટ્ય સકારણ છે એમ તમે જરૂર સ્વીકારશેાજ એવી આશા છે. ઘણા અલ્પાનુ એમ માનવુ છે કે ઝાઝાં છાપાંએ અને લખાણાએ હવે તે અમને ઘેરી લીધા છે, અને એમાં વધારા કચે જવા એ તા કોઇ રીતે ઈચ્છવા ચેાગ્ય નથી. પ્રથમ તૃષ્ટિએ, ઉષ્ણક નજરથી. આ ખીના` સાચી જાય છે. પરંતુ જરા ઉંડા વિચાર કરવાથી એ માનવુ તમને પેાતાનેજ વ્યાજબી નહી જણાય. તમેજ ઉત્તર આપે। કે લેાકેાના હૃદયને પહોંચવા માટે છાપાં અને લખાણુ સિવાય ખીજું શું સાધન છે ? આ કાળનું વીર્ય (Time spirit) એ લખાણુને લઇનેજ ખંધાયુ છે, વિચારાની આપ લે, ભાવનાઓના વિનિમય એથીજ સર્વોત્તમ પ્રકારે મની શકે છે. અલખત ખરી વાત છે કે એ સાધનના ઘણે સ્થાને ગેરઉપયાગ થાય છે, છતાં કાઇ વસ્તુના ગેરઉપયાગથી તેના ઉપયાગીપણાની કિંમત ઓછી થતી નથી. એક દરે છાપાની પ્રવૃતિએ આપણા જીવન ઉપર જે ઉત્તમ અસર ઘેાડાજ કાળમાં ઉપજાવી છે તે અસર છાપા વિના હજારો વર્ષે પણ ન ઉપજવા પામત એમાં શક નથી. વિશ્વભરમાં જે ભાવના પૂર વેગથી ગતિમાન થઇ રહી છે તેની અસરથી તમે શું ભાગી છૂટવા માગો છે? એ કદી અને તેમ નથી. કેમકે અમે અને તમે સૌએ વિશ્વના વિભાગા છીએ, અને અત્યારે તા વિજ્ઞાને આખા વિશ્વને પેાતાના પ્રભાવથી એક ઘર જેવું બનાવી દીધુ છે. તેવા કાળમાં વિશ્વમાં ચાલતી ભાવનાથી તમે કદી પણ નિરાળા નજ રહી શકેા. આથી તમે સર્વ કાઇ .એ ભાવનાને આદર આપા, એમાંજ તમારૂં અને સર્વનું કલ્યાણ સમાએલું છે. જગત્ અત્યારે જડવાદને છેડી પ્રત્યક્ષવાદને ચાહે છે એ લક્ષમાં રાખી ચવાના વિષયાને પ્રત્યક્ષરૂપે સચિત્રિત કરવાના પણ અમે નિશ્ચય કર્યો છે. એમ જોવાશે અને હજુ પણ અમને જેમ જેમ વિશેષ સત્કાર મળતા જશે, તેમ તેમ અમારા તે નિશ્ચયને વિશેષ વિકાસ આપવાને અમે તત્પર રહીશું. Page #11 -------------------------------------------------------------------------- ________________ માતૃ-બોધ. (લેખક-ગંગાસ્વરૂપ મંગળાબહેન મોતીલાલ.) ગંગા એક મોટા શહેરમાં ઉછરીને મટી થઈ હતી, છતાં ઉદ્ધતાઈ કે અવિનથથી તે દૂરજ રહી હતી. પિતાના સ્વજન-સંબંધીઓ સાથે હળીમળીને રહેવું, સહુને મીઠાશથી લાવવું અને વિવેકથી વર્તવું એ તેને મુખ્ય સિદ્ધાંત હતે. ચાલુ જમાનાની કેટલીક ઝેરી હવા લાગતાં કુલીન કાંતાઓ કેવી દશામાં આવી પડે છે, એ ચિતાર તેના ખ્યાલ બહાર ન્હોતો. પોતાના ઘરની સ્થિતિ તરફ લક્ષ્ય ન આપતાં ફેન્સી કપડાં અને દાગીનામાં લલચાયેલી લલનાઓને, પરિણામે કેવું પસ્તાવું પડે છે અને એકબીજાની દેખાદેખીથી અમન–ચમન કરવાને અધીરી બનીને પિતાના પતિને પ્રતિદિન પજવનારી પ્રમદાએ પોતાનાં કત્તવ્યથી કેવી રીતે ભ્રષ્ટ થાય છે, એ વાતને તે સાંગોપાંગ જાણતી હતી. મેજ-શેખના ઝેરી જીવન કરતાં સાદું જીવન વધારે સુખમય છે, એ પાઠને તેણે અભ્યાસ કર્યો હતો. પિતાના ઘરની સાધારણ સ્થિતિ છતાં પોતાના પતિને ઘરની કાળજી કરવાને પ્રસંગ તેણે કદાપિ આખ્યો નહોતો. ગંગાને એક મણિ નામની તેર વરસની કન્યા હતી. જે બહુજ નમ્ર, સરલ અને કહ્યાગરી હતી. “મા તેવી દીકરી” આ કથન જાણે અક્ષરશ: તેનામાં ઉતર્યું હોય તેમ ગંગાના કેટલાક સદ્દગુણે તેનામાં અંકુરરૂપે ઉગતા માલુમ પડતા હતા. એક દિવસે મણિએ પિતાની માતાને કહ્યું કે–બા! લગભગ એક મહિનામાં ગુજરાતી પાંચ ધોરણનો અભ્યાસ તે મારે પૂરો થશે, તે પછી હવે તે કરતાં વધારે અભ્યાસ કરવાની મારે કંઈ જરૂર છે?” મણિને એ પ્રશ્ન ગંગાને રૂચિકર ન લાગ્યું. તે તરત બોલી કે –“બેટા! આપણે જિંદગી સુધી અભ્યાસ કર્યા કરીએ - બહેને? સતી સ્ત્રીને ધર્મ ઘણેજ કઠણ અને વિકટ છે. કેમકે પતિ સુંદર હોય વા કુરૂપ હોય, રંક હોય વા શ્રીમંત હય, છતાં કલીન સ્ત્રીઓ તો ગમે તે પણ પોતાના પતિનેજ પરમેશ્વર તુલ્ય ગણે છે. જેમ હંસ પક્ષિઓ માન સરોવરની જ ઈચ્છા કરે છે, સારંગ (મોર) મેય ગર્જનાનીજ ઈરછા કરે છે, અને હાથીઓ રેવાજીના નીરની જ ઈચ્છા કરે છે, તેમ એક પતિભક્ત પત્નિ પિતાના પ્રાણનાથની ઇચ્છા રાખી, પિતાના સ્વામિના હુકમને સદા આધીન રહી અંતઃકરણથી સેવા બજાવે છે. Page #12 -------------------------------------------------------------------------- ________________ સ્ત્રીસુખ દર્પણ-શ્રાવિકા તે પણ તે સંપૂર્ણ ન થાય. માત્ર આપણા ઘર-સંસારની પ્રવૃત્તિને લઈને આપણે તેની ઉપેક્ષા કરી વિમુખ થઈએ છીએ અને જેથી ઘણીવાર તેવા અપૂર્ણ અભ્યાસથી આપણને ઘર-વ્યવહારમાં મુંજવણ વેઠવી પડે છે, એટલું જ નહિ પણ લેવડદેવડમાં કેઈવાર છેતરાઈ જઈએ છીએ. માટે બેટા! તને અવકાશને પ્રસંગ છે, તેને સંપૂર્ણ લાભ લઈ લે યુક્ત છે.” ગંગાના વચનથી મણિનું મન સતેજ થયું પણ એક સ્વાલ હજી તેના મનમાં તરત હતું. એટલે તેણે તુરત પ્રશ્ન કર્યો કે “બ! ગઈ કાલે હું અનુપને તેડવા ગઈ એટલે કમળાભાભુએ કહ્યું કેહવે મારે અનુપને નિશાળે મેકલવી નથી. ઘરનાં કામ અધૂરાં પડ્યાં હેય અને અહીં છોડીએ ભણવા જાય. શહેરમાં રહ્યા એટલે દેખાદેખીથી બે અક્ષર શીખવા જોઈએ, નહિ તો બૈરાંઓ વાત કરે કે, ફલાણીની છોડી બિલકુલ અભણ છે.” એટલા માટે બે ચોપડી ભણાવ્યા વિના ન ચાલે. વળી વધારે ભણીને છેડીઓને ક્યાં વેપાર કરવા જવું છે? કે તેમને વધારે ભણતરની જરૂર પડે. અમારા વખતમાં તો એવું કંઈએ નહોતું, છતાં સંસાર-વ્યવહાર ચાલ્યા કરે છે અને આજ તે છેડી પંદર વરસની થાય ત્યાંસુધી ભણ્યા જ કરે. વળી કેટલાક તો છોડીને એક બે વરસ વધારે ભણાવવા માટે લગ્નને પણ મુતવી રાખે છે. બચો એરિવાજ!! વધારે ભણાવવામાં છેડી છકેલ થઈ જાય છે, એવા દાખલા જોયા છતાં આપણું લોકેને બિલકુલ ખ્યાલજ આવતો નથી. બેટા મણિ! તારી બા ભલે તને સાત ચેપડી અને માથે બે ચોપડી અંગ્રેજી ભણાવે. અમારે હવે અનુપને ભણાવવી નથી.” બા! આમ કમળાભાભુએ કહ્યું–તેનું કેમ? - ગંગા—બેટા ! કમળા તે અનુપને ભણાવવામાં પ્રથમથીજ નારાજ હતી, અને જેથી ઘણીવાર તેને ઘર-કામના બાને નિશાળે જતાં અટકાવતી. પણ તેના ધણુંની સખ્ત ભલામણને લીધે તે દબાઈ જતી, તેથીજ અનુપ આટલું ભણું શકી છે. - આખો દિવસ એટલે બેસીને ભણવા જતી ડીઓનાં તે ગીતડાં ગાયા કરે છે. કન્યા કેળવણી કે સ્ત્રી કેળવણી તરફ ઝેરી નજરથી જુએ છે. કોઈ એકાદ એવો નજી દાખેલે લઈને સહુ કેઈને તે એકજ પંક્તિમાં ગણું હાડે છે, વેપારના બાનાથી તે મગરૂર થાય છે, પણ એક સાક્ષર સ્ત્રી પોતાના ગૃહ-વ્યવહાર કે સંતા બહેને? સ્ત્રીઓ, “તીર્થ, દાન અને તપ ઈત્યાદિથી પવિત્ર થાય છે, તેનાં કરતાં પણ પિતાની પતિ ભક્તિથી વધારે પવિત્ર થાય છે.” એ શાસ્ત્ર વાય છે. - બહેને ? મને કહે છે કે, “જે સગુણિ સ્ત્રીની મોક્ષ જવાની ઈચ્છા હોય તેણે તે પિતાને, હાથ ઝાલનાર સ્વામિ નાખુશ થાય તેવું એક્ષણ કાર્ય કરવું નહિં.” બહેને ? તમારા પતિને કોઈ કારણસર તમારા ઉપર ગુસ્સે ઉત્પન્ન થયે હોય, તે તમારી ભલ તમે તુરત કબુલ કરી દેજો, અને તેની ભૂલે ફરીથી ન થાય તેવી કબુલાત આપજે, એટલે તમારા પતિ સાથે તમારે કદીપણુ અણબનાવ થવા પામશે નહિ, એ ખાત્રી રાખવી. Page #13 -------------------------------------------------------------------------- ________________ માતૃ– ધ. નેને કેવા સુધારી શકે? પોતાના જીવનને પવિત્ર બનાવી તે પિતાના પતિ વગેરેને કેટલો બધે સંતોષ આપી શકે, એવો તેને ખ્યાલ જ આવતો નથી. કદાચ ભણેલ છોડી સ્વતંત્ર બની જાય, તેમાં કેળવણીને કંઈ દેષ નથી, એ તો સંગતને દુષ કહી શકાય. કેળવણું સાથે તેના સદ્દગુણ કેળવવાની પણ તેટલી જ આવશ્યકતા છે. આજકાલ કેળવણી ઉપર જે કલંક મૂકવામાં આવે છે, તેનું કારણ માત્ર એજ છે કે—કેળવણી સાથે તેને સદ્દગુણનું શિક્ષણ આપવામાં આવતું નથી. અને તેને માટે તે બાળક કે બાળકીની જવાબદારી તેના માબાપને શિર છે. જે માબાપ તેવી બાબતમાં બેદરકાર રહી પોતાના સંતાનોને સ્વતંત્ર થવા દે અને તેમના વર્તન પર અંકુશ ન રાખે, તો તેઓ સ્વતંત્ર અને સ્વછંદી અને તેમાં નવાઈ જેવું શું છે? બેટા મણિ? તેવી વાતો સાંભળીને તારે ગભરાઈને ઘરે બેસી રહેવાનું નથી. દાર-કામના બાનાથી કેટલીક માતાએ પોતાની છડીને ભણતી અટકાવે છે, પણ તેમાં તેમની ગેરસમજ થાય છે, એમ કહીએ તો ચાલે. માતા જે ધારે તો નિશાળના ટાઈમ સિવાયના વખતમાં તે પોતાની બાળાને ગૃહ-કામનું. શિક્ષણ આપી શકે છે, અને પ્રતિદિન તે બાલિકાના હાથે ઘરકામ કરાવતાં બંને અર્થ સાધી શકાય છે. બેટા! હું તને તેવા વખતમાં રાઈ વિગેરે ગૃહકાર્ય શીખવીશ. પણ તારે અભ્યાસ તે ચાલુજ રાખવો.” ગંગાને આ મીઠે બેધ મણિના નિર્બળ મનને એક. રસાયનરૂપ થઈ પડે અને ઘરકામ શીખવા ઉપરાંત અભ્યાસ ચાલુ રાખ એ મણિએ પિતાના મનમાં નિશ્ચય કરી લીધો. પુસ્તકોના અભ્યાસ સાથે મણિને સદગુણોનું શિક્ષણ આપવાગંગા સદા સાવધ રહેતી હતી. ગૃહકાર્ય કરતાં મણિ ઘણીવાર ખલના પામતી, એટલે ગંગા તેને એવા તે મીઠા શબ્દોમાં સમજાવતી કે મણિના મનમાં તે વખતે એમણે ઉત્સાહ આવી જતા અને બીજી વાર કામમાં તેવી ભૂલ ન થાય, તેને માટે તે બહુજ કાળજી રાખતી હતી. મણિ પિતાના માબાપની સૂચનાથી કઈવાર કંઈક:રીસાઈ જતી–તો ગંગા તેને સમજાવતી કે–“બેટા મણિ! આ તારે રીસાળ સ્વભાવ મને બિલકુલ પસંદ નથી. તારા બધા ગુણે જોઈને મને અનહદ આનંદ ઉપજે છે, પણ તારા રીસાળ સ્વભાવથી મને ખેદ થાય છે. બેટા! જે એ તારી આદત દઢ થઈ જશે, તે ભવિષ્યમાં એથી તને પોતાને ઘણીવાર ખેદ પામવાને વખત આવશે. ઘણા બેરાંઓ પિતાના સંતાનની તેવી નઠારી આદતપર લક્ષ્ય આપતાં નથી અને તે કુટેવ બહેને ? કેઈપણ કારણસર તમારા ઉપર તમારે પતિ બીજી સ્ત્રી લાવે છે તેને તમારી સગી હેન કરતાં પણ અધિક ન આપી, સલુકાઈથી વત્ત. કારણે કે તેમ કરવાથી તમારા ૧ તમે બન્ને ઉપર પાર વધતો જશે, એટલું જ નહિં પણ એ તમારી બહેનપણી (શક્ય) નાં બચાઓ પ્રત્યે પણ તમારા પિતાનાં બચ્ચાં જેટલો જ યાર રાખશે, તે આ લોક અને પરલેકમાં પણ સુખી થશે, અને દરેક જ્ઞાતિમાં તમને તેથી વિશેષ માન મળશે.. Page #14 -------------------------------------------------------------------------- ________________ સ્ત્રીસુખ દર્પણ-શ્રાવિકા. તેમનામાં મજબૂત મૂળ ઘાલી ન બેસે તેવી કાળજી રાખવામાં તેઓ બેદરકાર રહે છે, એ ખેદની વાત છે. બેટા! મણિ! વળી આ પ્રસંગે એક બીજી વાત પણ તારે બહુજ ધ્યાનમાં રાખવાની છે-તે એ કે આપણે આંગણે કે ઇવાર કઈ ભીખારણ કે ગાય વિગેરે આવે–ત્યારે તું તુરત લાકડી લઈને દેડે છે અને કોઈ કાઈવાર તે તું તેમને મારી પણ લે છે. તે સાથે હું તેમને કઠોર શબ્દો પણ કહેતાં ચકતી નથી, બેટા! આવી નિષ્ફર વૃત્તિ રાખવી, એ શું આપણને ઉચિત છે? આપણે ગમે તેવી સાધારણ સ્થિતિમાં હોઈએ, અને તેને લીધે આપણે તે યાચની બરદાસ ન કરી શકીએ, તથાપિ તેમને એકદમ અનાદર કરી તેમના દુઃખમાં વધારે કર–એ આપણો ધર્મ નથી. દયાને માટે આપણા ધર્મશાસ્ત્રમાં બહ કહેલ છે અને તે એટલે સુધી કે પોતાના સ્વાર્થની હાનિ થતી હોય છતાં અન્યનું સારું કરવું, પણ પોતાની મતલબ તરફ દેરાઈ જઈને બીજાનું અહિત ન કરવું. આ શિક્ષણ આર્ય–સંતાનેને અતિ ઉપયોગી છે. અને તે માતાના ધાવણ સાથે તેમને મળવું જોઈએ છે. બેટા! કે યાચક આવા અનાદરને લીધે અહીંથી નિરાશ થઈને જાય-એટલે તે પોતાના અંત:કરણમાં એમજ ખ્યાલ કરે કે “આ કોઈ હલકા વર્ણનું ઘર લાગે છે, નહિ તે તેના સંતાનનું આવું નિર્દય વર્તન ન હોય.” આપણું તુચ્છ સ્વભાવને લઈને એક સાધારણ માણસ આપણા માટે આવી હીન કપના કરી લે-એ શું ચગ્ય કહેવાય ? ગરીબને જોઈ દયા લાવવી અને તેને બનતી સહાય આપવી એ આપણું ખાસ કર્તવ્ય છે. બેટા ! કૃપણતા-એ ગુણ નથી, પણ કરકસર-એ ગુણ છે. કૃપણતા અને કરકસરમાં સરસવ અને સુમેરૂ જેટલું અંતર છે. માટે આપણે કુચિત ગુણે તે આપણામાં સ્વાભાવિક રીતે લેવા જોઈએ. તું શાણું અને સમજુ હોવાથી તેને હવે આવી શિખામણ આપવી, તે પણ મને યોગ્ય લાગતી નથી, તથાપિ તારા હદયમાં આવી ખામી જોવામાં આવે છે, ત્યારે મારાથી કહ્યા વિના રહી શકાતું નથી.’ - માણસને શાંત અને મીઠાં વચનથી સમજણ આપી તેને ઠેકાણે લાવવું—એ જુદે માર્ગ છે અને તેના પર સખ્તાઈ વાપરી, તેનું અપમાન કરી પિતાની પ્રભુતાનું બળ તેના પર અજમાવીને તેને તેની ભૂલ સમજાવવી- એ જુદે માર્ગ છે. આજકાલ આપણામાં બીજા પ્રકારનો માર્ગ વધારે માનનીય થઈ પડે છે. અને જેને લીધે વારંવાર આપવામાં આવતી માબાપની શિખામણને બાળકો એક પ્રકાર ને બકવાદ સમજીને હસી કહાડે છે, એમ કહીએ તો ચાલે. શાંત વચન કરતાં સ તમારા પતિમાં કાંઈ ખામી માલૂમ પડે તો તે શોધી કાઢવામાં તમારી મોટાઈ સમજશો નહિં. તેમજ તમે તમારા પતિથી વધારે વિદુષી (વિદ્વાન) , એવો ડોળ કદીપણ બતાવશે નહિં. કારણકે એ રીતભાતથી તે લેકમાં તમે ખાનદાન નથી એમ બેલાશે એ વાત ધ્યાનમાં અવશ્ય રાખશો. હે ! મલાજે (શરમ ) એ સ્ત્રીવર્ગમાં સર્વથી સરસ હથિયાર ગણાય છે, અને મીઠા સ્વભાવ એ મોટો શણગાર છે. માટે શાન્ત સ્વભાવ રાખી સૌ કોઈને યથાયોગ્ય માન આપી કીર્તિ માં વૃદ્ધિ કરશે. Page #15 -------------------------------------------------------------------------- ________________ માતૃ મેધ. ખ્તાઇથી વધારે અસર થવાને બદલે તે વધારે બેદરકાર મની જશે, એમ ઘણાઓને સ્વાનુભવસિદ્ધ હશે. વળી આવા સ્વભાવથી ઘણી વાર ઘરમાં કલહનુ મી રાપાય છે અને પરિણામે તેમાં સાક્ષાત્ કુસ ંપરૂપ કડવાં ફળના અનુભવ થતા જોવામાં આવે છે. જગને સારૂ અને મધુર ગમે છે. પેાતાની ગફલત કે કુસંગથી કદાચ કાઈ ૫તિત થઇ જાય તે પણ તેને સારાને માટે અનાદર થતા નથી. પડ્યાને પાટુ મારીને સુધારવા જવું, એ જંગલી રિવાજ છે; અને પડ્યાને પંપાળીને સુધારવું, એ સુજ્ઞ માન્ય રિવાજ છે. た સમજી શ ગગા મણુિને બહુજ શાંતિથી સમજાવતી અને જેને લીધે તે વાત ણુને બીજી વાર સમજાવવાની જરૂર પડતી નહિ. - મામાપાના ગુણ-દોષ તેમના સતાનામાં ઉતરે છે,’ એ સુવર્ણાક્ષરાને તેણે પેાતાના અંતર પર આલેખી રાખ્યા હતા. પેાતાના સંતાનના કાઇ પણ પ્રકારના દોષને માટે મામાને ઘણીવાર નારાજ થવુ પડે છે, પણ આપણે વધારે ઉંડા ઉતરીને જોઇશુ –તા સ્પષ્ટ કાશે કે—તેમાં માત્ર માબાપે જ જવાબદાર છે. સતાનેાના દેષ–એ તેમના માબાપાના વનનું પરિણામ છે. ભલે માખાપા તેમને સારી શિખામણા આપ્યા કરે, પણ તેમના તે શબ્દો કરતાં તેમના પ્રતિદ્દિનના વર્તનની તેમને વધારે અસર થશે, અને તે પ્રમાણેજ તે વવાને પ્રયત્ન કરશે. એટલા માટે કહ્યુ છે કે-‘મહાપુરૂષાનુ વત્તન–એ તેમના જગતને માટે એક પ્રકારના ગેબી બેધ છે.’.ખરેખર! આ વાતને આપણે સત્વર સ્વીકારીી લઇશું. ણિને કેળવણી સાથે સદ્ગુણનુ શિક્ષણ આપતાં ગંગાએ પેાતાની ઇચ્છા ખરાખર પાર પાડી. આજે મણિની લગભગ પંદર વરસની વિવાહ–યેાગ્ય અવસ્થા થઇ. ગંગાએ તેને માટે એક ચેાગ્ય વરની પ્રથમથીજ તપાસ કરી રાખી હતી. ૮ બાળવયમાં પેાતાના સંતાનેાનુ વેવીશાળ કરતાં ભવિષ્યમાં અનેક અડચણા ઉભી થવાના સંભવ રહે છે. ’એમ ધારીને ગંગાએ માલ્યાવસ્થામાં મણિનુ વેવીશાળ કર્યું ન હતુ. એટલે અવસર આવતાં એજ શહેરમાં વસતા કુલીન કુટુબના એક ખાવીશ વરસના યુવક સાથે ગંગાએ મણુિના સંબધ જોડયા, જે યુવક સાથે મણના સબંધ થયા, તેનું નામ સુખલાલ હતું. તેણે ગુજરાતી સંપૂર્ણ અભ્યાસ સાથે મેટ્રીકની પરીક્ષા પસાર કરી હતી. તે મજબૂત માંધાના, ઉત્સાહી અને વિનીત હતા. વેવીશાળ પછી લગભગ એક મહિને મણિના લગ્ન થવાના હાવાથી ગંગા પાતાની સ્થિતિ પ્રમાણે બધી તૈયારી કરવા માંડી. પેાતાને મનમાનતા વર મળવાથી મણને કાંઇ આછે આનદ નહાતા, પણ નારીનાં મૂળ છત્તા ' એટલે લજ્જા એ સ્ત્રી " વ્હેન ! તમારા ઘરની યા કુટુંબની ગુપ્ત વાત્ત કદીપણ બહાર ફેલાવશેા નહિં, કારણ એથી પરિણામ એવું આવશે કે, “ ઘરની ફજેતી બહાર જાય અને અધૂરી હેાય તે પૂરી થાય ” માટે એ કુટેવને કાયમને માટે દેશવટે આપશે. Page #16 -------------------------------------------------------------------------- ________________ શ્રીસુખ દર્પણ-શ્રાવિકા, એનું ખાસ ભૂષણ છે, આથી શરમને લીધે કંઈ બોલી શકતી નહિ. છતાં પ્રસગાયાતના કથન પરથી તેના અંતરના આનંદની છાયા બરાબર તરી આવતી હતી. કઈ વાર પાણી ભરવા જતાં તેની સમાન વયની સાહેલીઓ ટહુકા કરતી કે- અલી મણિ ! હવે તો મેના-પોપટની જેડ; પણ જોજે હા, મેના થઈને પાંજરામાં પૂરાઈ રહેતી નહિ.” આવા મર્મભેદી શબ્દ મણિ કશા જવાબ દેતી નહિ. | (૨) મણિના લગ્ન થયાં અને તેને સાસરે મૂકવાનો વખત આવ્યે. ગંગાના હૃદયમાં એકી સાથે હર્ષ અને શાકની છાયા પ્રસરી રહી. એક બાજુ મણિને સુશિક્ષણ આપી, તેને ચગ્ય વર સાથે પરણાવી, પિતાનું કેન્તવ્ય બજાવીને તે ત્રણમુક્ત થઈ તેથી આનંદ પામી અને બીજી બાજુ પિતાની વ્હાલી પુત્રીનો વિગ પાસે આવવાથી તે કંઈક શોકાતુર થઈ ગઈ. ગમે તે કારણ હા, પરંતુ આવા આનંદદાયક પ્રસંગે પણ સાસરે જતી પુત્રી, પોતાના પ્રેમી માબાપના ભાવી વિયેગને લીધે બેહર્ષાશ્રુ કે શાકાશ્ર પાયા સિવાય તે રહેજ નહિં. એટલે મણિનું દિલ ભરાઈ આવ્યું તેના નેત્ર-કમળમાંથી ઉષ્ણ અશ્રુબિંદુ ગોરા ગાલ પર થઇને નીચે ઝરવા લાગ્યાં. આ વખતે પોતાના છેડા વતી તેનાં આંસુ લૂછતાં ગંગાએ તેને એક પ્રેમાલિંગન આપી કહ્યું કે— — — — —— ----- - -----* બેટા મણિ! તારે હવે એક અપરિચિત કુટુંબ સાથે રહીને વસવાનું છે.” દીકરીના માખાપ તેનો ગમે તે અપરાધ કે સ્વભાવ સહન કરી લે, પરંતુ સાસુ, નણંદ, દેરાણી કે જેઠાણી તેના તેવા સ્વભાવને સહન કરતી નથી, તેથી જે તે તેમના Page #17 -------------------------------------------------------------------------- ________________ માતૃ બોધ. સ્વભાવને અનુસરીને ચાલે તે ઠીક, નહિ તે નજીવા કારણને લઈને ઘરમાં વારંવાર કંકાસ થયા વિના ન રહે. બેટા! આ વાત તારે બરાબર લક્ષમાં રાખવી. તારા સાસુજીની આજ્ઞામાં રહીને તેની પ્રીતિ સંપાદન થાય, તે સ્વભાવ અને આચાર રાખજે. “વિનયથી સહુ કઈ વશ થાય” એ મહા સૂત્રને ભૂલી જતી નહિ. પતિના ઘરમાં સહુ કોઈની સાથે નમ્ર અને મીઠા સ્વભાવથી વર્તજે, કે જેથી તારાપર સહુની પ્રીતિ વધતી જાય. પતિ શાઠ્ય પુત” એટલે જે જેવું થાય, તેની સામે તેવા થવું, એ એક પક્ષીય માર્ગ બતાવનાર વાકયને બિલકુલ ભૂલી જજે. તારી સામે કોઈ તપીને ગરમ બેલ બેલે, તે પણ તે બહુજ શાંતિથી સહન કરી લેજે. “અગ્નિમાં દાત હામતાં તે શાંત ન થાય, પણ જળથી જ શાંત થાય.” સામેના કે પાગ્નિને તું તારા ક્ષમા જળથી શાંત કરીશ, તે તે તને અને તારા કુટુંબને સંતાપ કરવા સમર્થ થઈ શકશે નહિં. વળી આ વખતે મારે તને બીજી એક ચાલુ વાતાવરણની સૂચના આપવાની છે, તે એ કે–આજકાલ આપણા લોકોમાં બધા એવો રિવાજ મૂળ ઘાલીને પેસી ગયો છે કે, સાસરે કંઈ કારણને લઈને કંકાસ થાય તે દિકરી પોતાની માતા પાસે તે ફરીયાદ કર્યા વિના ન રહે, અને માતા તેને એ વીજ સલાહ આપે છે, તે કંકાસરૂપ હુતાશનમાં વૃત સિંચન સમાનજ થઈ પડે, એટલે દીકરીને સાસરવાસમાં હળીમળીને નમ્રતા અને સહનશીલતાથી વર્તવાના હિતોપદેશને બદલે તે તેના હૃદયને ઉશ્કેરે છે અને સાસુ એક બેલ બેલે, તો તેને બે બેલ પકડાવવાની ભલામણ કરે છે. ધારે કે—કદાચ સાસુને તે કડવો કે ઝેરીલા સ્વભાવ હેય, અને તેને લઈને તે પોતાની પુત્રવધૂને હિતને ખાતર કઈવાર કર્કશ બોલ સંભળાવે, તે પ્રસંગે માતા તેને આવી વિપરીત શિખામણ આપે, તે તેના હિતમાં હાનિ કરવા જેવું છે. બેટા ! આ વાતાવરણની અસર તને હરકત ન કરે, તેની સંભાળ રાખજે. વળી સાસુ-સસરાને પોતાના ભાવી જીવનના એક માબાપરૂપ માની તેમની યથોચિત સેવા સાચવજે. આજકાલ સ્વતંત્રતામાં સરકી જઈને કેટલીક સ્ત્રીઓ પોતાના સાસુ, સસરા કે પતિ વિગેરે વડીલો પાસે પોતાની મર્યાદા સાચવી શકતી નથી. બેટા ! તું તેવી દેખાદેખીનું અનુકરણ કરીને તારા મર્યાદા માર્ગને લેપ કરીશ નહિ. વળી આપણા સ્ત્રીજનોના પરમભૂષણરૂપ પાતિવ્રત્ય ધર્મના જે નિયમ અને આચાર છે, તે બરાબર ધ્યાનમાં રાખવાની સાથે વર્તનમાં ઉતારીને પ્રતિદિન તારા જીવનને ઉન્નત બનાવજે. આ પ્રસંગે હજી તને એક શિખામણ આપવી બાકી રહી જાય છે. કેટલીક સુંદરીઓ પોતાના પતિને અસાધારણ પ્રેમ બહેને ? હમેશાં થોડું બોલવું, છદ્રિય થવું, નીતિથી વર્તવું, બોલવામાં તોછડાઈ વાપરવી નહિં, પણ માનસહિત બોલાવવું, પિતાને પતિ વિદેશમાં હોય તો સારાં સારાં વસ્ત્રાલંકારનો ત્યાગ કરી સાદાઈ રાખવી. ઉપરાંત કોઈ કુળવતી, નિપાપી, અને સતી સ્ત્રીઓ સાથે સ્નેહ રાખવો (મિત્રતા રાખવી.) Page #18 -------------------------------------------------------------------------- ________________ : - - - - - - સ્ત્રીસુખ દર્પણ-શ્રાવિકા. મેળવીને તેનો ગેરઉપયોગ કરે છે. એટલે પિતે અભિમાનથી મદમત્ત બની પોતાના સાસુ-સસરા કે ઘરના અન્ય માણસને તુચ્છ ગણી હાડે છે, તેમની સાથે મીઠાશ અને નમ્રતાથી વર્તવાનું તે ભૂલી જાય છે. આવા અમર્યાદિત વર્તનનું પરિણામ એ આવે છે કે, તેના પતિને પિતાના માબાપથી અલગ રહેવાને વખત આવે છે; અને વૃદ્ધ માબાપની સેવાને બદલે તે ઉલટ તેમને સંતાપ ઉપજાવે છે. બેટા! તારે આ બાબતને બહુજ વિચાર કરીને વર્તવાનું છે. વૃદ્ધ સાસુ સસરાની સેવાને સતત્ લાભ કેમ મળે ”—એ ભાવના તારા અંતરમાં સદા જાગ્રત રાખજે. બેટા ! તું પોતે શાણી અને સમજુ છો, એટલે તેને વધારે કહેવાનું શું હોય ? કેટલાક વ્યવહારમાર્ગથી તું હજી બિલકુલ અજ્ઞાત છે. એટલે તે સંબંધમાં અત્યારે તને કંઈ હિતશિક્ષા આપવી ઉપયોગી નહિ થાય. તે સંબંધમાં અન્ય પ્રસંગે હું તને સમજણ આપીશ. સ્નેહના પડ નીચે કુદરતે જાણે શોકને ગોઠવી રાખ્યું હોય તેવો અનુભવ થાય છે. “મણિ, બેટા! શાંત થા, અત્યારે ખેદ કરવાનો પ્રસંગ નથી.” એમ કહીને ગંગાએ પુન: મણિના આંસુ લઈને એક સ્નેહાલિંગન આપ્યું. આ વખતે મણિનું હૃદય ભરાઈ આવ્યું. જો કે તેનાથી સ્પષ્ટ બોલી શકાય તેમ હેતું, તથાપિ તેણે ગદ્દગદગિરાથી કહ્યું કે– હાલી સ્નેહમૂત્તિ માતા! તમારા અગણિત ઉપકારામાંના એક ઉપકારને યત્કિંચિત્ બદલે પણ મારાથી વળી શક્યો નથી. આપની સેવા સાચવવી તે દૂર રહે, પણ ઘણીવાર આપને સંતાપ ઉપજાવ્યા હશે. એ મારા અયોગ્ય વર્તનને આપ સદાને માટે ક્ષમા કરો. અહા! હવે હું બા કહીને તેની પાસે લાડ કરીશ?” એટલું બોલતાં મણિ તરત ગંગાના ચરણમાં આળોટવા જતી હતી, તેવામાં ગંગાએ તેને હાથ પ• કરી લીધું. છેવટે શુભાશિષ આપીને તેણે મણિને સાસરે વિદાય કરી, કે નેહમય દેખાવ ? આ ટુંકી વાત સમાપ્ત થતાં આપણે સમજી શકીશું કે “મણિને ઘર–સંસાર એક સ્વર્ગના નમુનારૂપ બન્યું હશે. કેળવણી અને સદગુણના શિક્ષણથી જ તેણે પોતાના સુખી સંસારને એક દષ્ટાંતરૂપ બનાવ્યું હશે.” ખરેખર ! એ આપણું ક૯૫ના સત્ય છે. તે પોતાના ઉભય કુળ અને ઉભયલોકને અજવાળવા ભાગ્યશાળી થઈ હતી. સવિદ્યા અને સદગુણના સુશિક્ષણથી શું શું સાધ્ય સાધી ન શકાય? બહેન! તમારાં બાળકેને ખોટી કહાણીઓ, અને ભૂત, ડાકણ, ચુડેલની મૂર્ખાઇભરેલી વાતથી તદ્દન નિરાળાં રાખજે. વાત વાતમાં અજ્ઞાન સ્ત્રીઓ પોતાનાં નાનાં બચ્ચાંને “એબા આવ્યો” એવી કેટલીક બાટી બીક લગાડે છે, તેથી તે બધાં મોટપણે બીકણું, હેમી, અને ઉંધા વિચારના થાય છે. માટે બાળવયથી બચ્ચાંને સત્ય અને નીતિનો ઉપદેશ આપી, પ્રમાણિક બનાવવા પ્રયત્ન કરજો. Page #19 -------------------------------------------------------------------------- ________________ સતી સુકન્યા. 13 મતા સુકન્યા (લે—ગં. સ્વ. ઝબકબહેન વ્રજપાળ.) - સતી સુકન્યા પિતાના પ્રખ્યાતપિતા શર્યાતિ રાજાના પરિવાર સાથે માનસરોવરના તટ ઉપર આવેલા એક રમણિય ઉદ્યાનમાં આવી છે. તે રાજબાળા સખીઓની સાથે ઉદ્યાનની શોભા અવલેકતી અવલતી મહાત્મા ચ્યવનમુનિના આશ્રમ પાસે આવી ચઢી. તેણીની દષ્ટિ એક રાફડા ઉપર પડતાં, રાફડાના બે છિદ્રમાં કાંઈ તેજસ્વી પદાઈને ભાસ થયો. તરત જ તે શું છે, એમ જાણવાને જીજ્ઞાસા થવાથી, તે અજ્ઞાત રાજબાળાએ તેછિદ્રોમાં કાંટે ભેંક. છિદ્રોમાંથી અકસ્માતું રૂધિરની ધારા ચાલવા લાગી, તે જોઈ મુગ્ધ બાળા ચમકી ગઈ અને સખીઓ સાથે સશકહુદયા બની ગઈ. સમાધિસ્થ મહાત્મા ચ્યવનમુનિના બે નેત્રો કુટી જવાથી તેમને તીવ્ર વેદના થઈ આવી. મહાત્માને સમાધિના ભંગને લઈને તેમજ તે વેદનાને લઈને આધ્યાન થઈ આવ્યું, તેથી મનુપુત્ર શર્યાતિરાજાના સર્વ પરિવારમાં તેમના શ્રાપથી મહામારીને વ્યાધિ પ્રગટ થઈ આવ્યું. - શર્યાતિરાજાને આ સર્વ હકીકતની ખબર પડવાથી રાફડાપરની માટી દૂર કરાવી તે તેમાંથી અંધ થયેલા મહાત્મા ચ્યવનમુનિ પ્રગટ થઈ બાહર નીકળી ભૂમિ ઉપર પડ્યા. ષિને વ્યથા કરવામાં કારણભૂત પતે છે તેમ જાણે સતી સુકન્યાને બહુ પશ્ચાતાપ થવા લાગે અને પિતાના અસાધારણ અપરાધની ક્ષમા માગવા તેમની ધર્મપત્ની થઈ પરિચય કરવાની પ્રાર્થના કરવા તે મહાત્માના ચરણમાં પડી. મહાત્મા ચ્યવન મુનિના ચરણસ્પર્શ કરતાં રાજકન્યાએ કંપિત હદયે જણાવ્યું, “ભગવન, આપના તેજસ્વી જીવનને અંધકારમાં નાંખવાનું મહાન ઘેર પાપ કરનારી આ મુગ્ધ કન્યા આત્માણ કરી તે ઘેર અપરાધમાંથી મુક્ત થવા ઈચછે છે, હું આપને શરણે આવી છું, મને આપના અધગની અધિકારિણું બનાવો અને મારા સાપરાધી જીવનને નિરપરાધી કરે. મહાત્મા ચ્યવનમુનિ યોગનિષ્ઠ અને અનિવદ્ય આત્મિક સુખના અભિલાષી હતા, તથાપિ અકસ્માત્ પ્રાપ્ત થયેલ અંધત્વને લઈને પોતાના ઉત્તર જીવનના સ્વાયા Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૪ સ્ત્રીસુખ દર્પણ-શ્રાવિકા, કોઈપણ સાધનની અપેક્ષા રાખતા હતા. જ્યારે તેમના જાણવામાં આવ્યું કે, એક મુગ્ધ % રાજબાલે, રાજકેન્યાએ તમે જે ઉત્તઅજ્ઞાત પણે મ ક્ષાત્રભાવ આ મહાન બતાવી મને વિપરીત કા આત્માર્પણ યે કરેલું છે, કરવા તત્પર અને તે વિ થયાં છે, તેદુષી રોજ ને માટે હું બાળા તે તમને સંપૂઅપરાધમાં ણું અભિથી મુક્ત નંદન આપું થવા, તેમ છું. પરંતુ ની પિતા તે પહેલાં ની ધર્મપ તમારે તને ની થવા મારા રાજપ્રાર્થના કરે કીયજીવનછે, ત્યારે તે નો સંપૂર્ણ શાંત મૂત્તિ વિચાર કરમહાત્માએ વાને છે. તે કાર્ય - વિચાર કરે દાટિત લા કે, તમે રાગવાથી સ જય વૈભવ તી સુકન્યા માં ઉછરેલ ને કહ્યું: છે,તમે સટ્ટ ભાગ્યરૂપી ભાનુના સુવર્ણમય પ્રકાશમાં રમનારાં છે, અને રાજ્યલક્ષ્મીના ઉલ્લંગમાં રહી વિવિધ સુખના અનુભવનારાં છે. તમને મારી સાથે વનવાસમાં રહી અપાર કથ્થાના મહાસાગરમાં ડુબાડવાં એ મને ચોગ્ય લાગતું નથી. કયાં રાજ્યવૈભવ ! અને કયાં વનવૈભવ ! સુકન્યા—ભગવન, આપ એ શંકા લાવશે નહીં. મારા પિતા શર્યાતિ રાજા આપના જેવા ગી મહાત્માઓના ઉપાસક છે, તેને લઈને મારી મનોવૃત્તિમાં ઉચ્ચ સંસ્કારો આરૂઢ થયા છે. આ વિશ્વની સારભૂત વસ્તુઓને ઓળખવાનું જ્ઞાન મને પ્રાપ્ત થયેલું છે. પુરૂષ જીવન અને સ્ત્રીજીવનની મહત્તા મારા સમજવામાં આવી છે. રાજ્યભવના કરતાં વનવૈભવનું ગૌરવ વિશેષ છે, એમ હું સારી રીતે માનું છું. રાજ્યભવ તામસી સ્વભાવનું પોષણ કરે છે, અને વનવૈભવ સાત્વિક સ્વભાવનું પિષણ કરે છે, એવું મેં મહાત્માઓના સુખથી સાંભળ્યું છે, અને મને મહાત્માઓના વચન ઉપર વિશ્વાસ છે; માટે પ્રભો! મને મારા અપરાધનું પ્રાયશ્ચિત કરવા શે. Page #21 -------------------------------------------------------------------------- ________________ સતીસુકન્યા ચ્યવનમુનિ–રાજપુત્રી, તમારે આ ઉચ્ચ આશય જણ મને વિશેષ આનંદ ઉપજે છે, પરંતુ તમારા યુવાવસ્થાના જીવનની સાથે મારા વૃદ્ધ જીવનને સંએગ કરતાં મને ઘણો ભય લાગે છે. મારા જીવનને સૂર્ય પશ્ચિમ દિશામાં ઝેળા ખાય છે અને તમારા જીવનને સૂર્ય હજુ પૂર્વ દિને પ્રકાશિતે આગળ ચાલે છે, એ કેટલે બધો તફાવત? સુકન્યા–ભગવન, જે પુરૂષ કે સ્ત્રી બ્રહ્મચર્યના પ્રભાવને જાણે છે અને જેમના હૃદયમાં આ સાંસારિક વિષયના ક્ષણિક સુખ તરફ ઉપેક્ષા છે, તેઓ શારીરિક અવસ્થાના બાહ્ય સ્વરૂપનું અવલોકન કરતાં નથી, પણ તેના આંતર સ્વરૂપનું અવલોકન કરે છે. ગ્રવનમુનિ-રાજબાળા, તમે જે ઉચ્ચ ભાવના દર્શાવે છે, તે ભાવનાને યુવાવસ્થાના વિકારે ટકાવીને રાખી શકતા નથી, તેથી યુવક અને યુવતિનો સંબંધ જ સર્વ પ્રકારે ગ્ય ગણાય છે. યુવાવસ્થામાં ઇદ્રિયરૂપી અઉન્મત્ત બને છે અને તેઓ દઢતાને શિથિલ કરી મનરૂપી રથીને વિમાગે ખેંચી જાય છે; એ વાત આર્યશાસ્ત્રોમાં સારી રીતે સિદ્ધ કરી બતાવવામાં આવી છે. સુકન્યા–મહાત્મન, આપે જે કહ્યું, તે શાસ્ત્ર દ્રષ્ટિથી બરાબર છે, પણ તે એકાંતપણે સત્ય નથી. યુવક અને યુવતિની વચ્ચે જે પ્રેમ પરિણમે છે, તે પ્રેમને અર્થ વિષય નથી, પણ તેને અર્થ શુદ્ધ ભાવના છે. જે પુરૂષ અને સ્ત્રી પતિ પત્ની તરીકે આ વિશ્વ પ્રદેશમાં ઉભા રહે છે, તે માત્ર સુદ્ર વિષયને માટે જ ઉભાં રહેતાં નથી, પણ પરસ્પર પ્રેમની ઉચ્ચ ભાવનાને માટે ઉભાં રહે છે, એમ હું માનું છું વનમુનિ–રાજપુત્રી, તમારે વિચાર જે સ્વીકારવામાં આવે, તે પછી આ સંસારનો હેતુ સિદ્ધજ થઈ શકશે નહીં. દાંપત્ય સંબંધની ઉપયોગિતા વિષયેપગમાં જ દેખાય છે. સર્વ રસમાં પ્રાધાન્ય ભેગવતા શૃંગાર રસની સાર્થકતા યુવક યુવતિના પ્રેમમાં જ રહેલી છે. જે વિષપભેગનો અભાવ હોય તે પછી પ્રેમને અંકુર તદન દગ્ધ જ થઈ જાય, પ્રેમરૂપી મહાન વૃક્ષને પલ્લવિત કરવાને માટે શૃંગારનાં જ સાધને સર્વોત્તમ ગણાય છે. અને તે સાધનને લઈને જ દંપતિના હદયપ્રદેશ ઉપર પ્રેમ સર્વદા નૃત્ય કરી રહ્યા છે. એવા પ્રેમના પાત્ર, યુવક અને યુવતિ છે; તે પછી મારા જેવા વૃદ્ધની સાથે તમારો સંબંધ શી રીતે ઉચિત ગણાય ? સુકન્યા--મહાત્મન , આપના કહેવા પ્રમાણે પ્રેમ શબ્દને તે અર્થે હું માનતી નથી. પ્રેમનું સ્વરૂપ તે દિવ્ય છે. વિષયે યાને મદનના વિકારોની સાથે પ્રેમને કાંઈ પણ સંબંધ નથી. દિવ્ય જીવન અથવા પ્રભુમય જીવનના પ્રવાહમાં પ્રેમનું પ્રતિબિંબ પડે છે. તેમાં વૃદ્ધાવસ્થા કે યુવાવસ્થા વિષે કાંઈપણુ જોવાનું નથી. દંપતિના અંતરાત્મા, મન તથા શરીરની વચ્ચે એકતા વ્યાપી રહે Page #22 -------------------------------------------------------------------------- ________________ સ્ત્રીસુખ દર્પણ-શ્રાવિકા તેજ તેનું ખરું દાંપત્ય ગણાય છે. હું એવા દાંપત્યથી આપની સાથે જોડાવા ઈચ્છું છું. આપની પત્ની થઈને યાજજીવિત બ્રહ્મચર્યધારિણી થવાથી મારા આત્માનો સત્વર ઉદ્ધાર થશે, અને હું આખરે પરમ કલ્યાણનું પાત્ર બની શકીશ. સતી સુકન્યાની આવી દઢતા જાણે મહાત્મા ચ્યવનમુનિ અત્યંત આનંદ પામ્યા અને તેમણે તે રમણીય રાજબાળાને પોતાની પવિત્ર અર્ધાગના બનાવી. મહારાજા શર્યાતિ પોતાની પ્રિય પુત્રી સુકન્યાને તે અંધ વૃદ્ધ મુનિની સેવા કરવા માટે સમર્પિત કરી કૃતાર્થ થયે. અને સકળ પરિવાર સાથે મહામારીના મહાવ્યાધિથી મુક્ત થયો. જો કે તેની રાણી વૃદ્ધ અને તાપસ પતિની સાથે પોતાની લાડકવાઈ પુત્રીને સંબંધ જોડતાં નાખુશ હતી, તથાપિ સાથ્વી સુકન્યાની મહાન દઢતાએ આખરે તેને સંતેષ ધારિણી બનાવી. રાજમહેલમાં રમનારી એક રાજબાળાને વનવાસની કઠોરતાને કટુ સ્વાદ લેવા એકલી છોડી દઈ, રાજા શર્યાતિ પરિવાર સાથે પોતાની રાજધાનીમાં ચાલ્યો ગયે. અને સાથ્વી સુકન્યા વનવાસિની થઈ, પોતાના વૃદ્ધ પતિની સેવામાં તલ્લીનતા દાખવતી તે પવિત્ર આશ્રમમાં રહેવા લાગી. - પ્રિય હે, સતી સુકન્યાના દષ્ટાંત ઉપરથી તમારે સતી ધર્મના અનેક શિક્ષણે મેળવવાનાં છે. તે ભવ્યભામિની સર્વ રાજવૈભવને ભુલી ગઈ હતી. યુવાવસ્થાના વિકારો અને વિચારની સામે તેણીએ મનના દ્વાર બંધ કરી દીધાં હતાં અને સર્વ પ્રકારના ઉચ્ચ વિચારે અને ભાવનાઓ ગ્રહણ કરવાને માટે મનના દ્વાર ખુદ્ધાં રાખ્યાં હતાં. આથી તેણીના અંતરમાંની કેટલીએક સૂકમ શક્તિઓ કામ કરવા લાગી. એક સમયે સૂર્યના પુત્ર અશ્વિની કુમાર કીડા કરતાં અવનમુનિના આશ્રમમાં આવી ચડયા. તેમણે અનુપમ સંદર્યવતી સુકન્યાને સ્નાન કરતી જોઈ તેથી મેહ ઉત્પન્ન થયે. વૃદ્ધ પતિના આશ્રમમાં રહેલી આ યુવતિ પોતાના યુવાવસ્થાના સંદર્ય તરફ આકર્ષાશે એવું ધારી તે કુમારેએ તેણીને તેને વૃત્તાંત પૂ. સુકન્યાએ પિતાનો સત્ય વૃત્તાંત જણાવ્યું. તે સાંભળી અશ્વિની કુમારેએ તેને પિતાના પારમાં પડવાને લલચાવી, પણ તે દઢત્રતા સાધ્વી પોતાના ધર્મથી ચલિત થઈ નહિ. અને તે દુરાચારી દેવતાઓને શાપ આપવાને તૈયાર થઈ ગઈ. સુકન્યાના પતિવ્રત્યની દઢતા જોઈ તે દેવતાઓ અંતરમાં પ્રસન્ન થયા અને તેને વરદાન માગવાનું કહ્યું. સાધ્વી સુકન્યાએ વરદાન તરફ લક્ષ આપ્યું નહીં, અને તરત જ તેણીએ એ વૃત્તાંત પિતાના વૃદ્ધ પતિને જણાવ્યું. મહાત્મા વન મુનિ પોતાની સતી સ્ત્રીની દઢ ધર્મ નીતિથી બહુ સંતુષ્ટ થયા. અને દેવતાઓના આગ્રહથી નજીકના સરોવરમાં સ્નાન કરવા ગયા, અને દેવ રચિત દિવ્ય ઔષધીવાળા જળમાં સ્નાન કરવાથી યુવાન અને સુંદર બની ગયા. Page #23 -------------------------------------------------------------------------- ________________ બાળાઓની કાતિ. સાધ્વી સુકન્યાને પતિની યુવાવસ્થા અને સૌંદર્યની અપેક્ષા ન હતી. તે પ્રારબ્ધયેગે મળેલા ગમે તેવા પતિને જ પ્રભુ તરીકે પૂજનારી હતી અને પ્રેમના શુદ્ધ સ્વરૂપને સમજનારી હતી. આવા દિવ્ય ગુણને લઈને સાધ્વી સુકન્યા આ ભારતવર્ષમાં વિખ્યાત મહાસતી થઈ ગઈ છે. તેણીના જીવનમાંથી આર્ય મહિલાઓને ઘણું શીખવાનું મળી શકે તેમ છે. શુદ્ધ પ્રેમ મનુષ્યને ઊંચામાં ઊંચી વિચારશ્રેણીમાં મુકી શકે છે, આખું વિશ્વ તેવા પ્રેમનું નચાવ્યું નાચી શકે છે. અને જે સિદ્ધિઓ અને લબ્ધિઓ યુગ વિદ્યાથી મેળવી શકાતી નથી, તે પ્રેમની પવિત્ર મહા વિદ્યાથી મેળવી શકાય છે. પ્રિય બહેને, એવા શુદ્ધ પ્રેમને ધારણ કરી તમે આત્માના જીવનઝરાને કલુષિત કરનારી કોઈપણ જાતની પ્રવૃત્તિથી સદા દૂર રહેજે. કદિ દેવગે હૃદયના કેઈ પણ પ્રદેશમાં વિકારને અંકુર પ્રગટ થઈ આવે, તો સતી સુકન્યાના સુંદર ચિત્ર તરફ ત્રાટક કરી તે અંકુરને નાબુદ કરી નાખજે અને તે સાવીના સદ્દગુણના નીચેના મહામંત્રને જપ કરજો. ગીતી - સદગુણવતી સુકન્યા, સદગુણથી જે બની જગત ધન્યા; ભારત જનની જણ, તેવી ભારત વિષે સકળ કન્યા. “બાળાઓની કી. | OF સ્વર્ગના મંદિર જેવી ગ્રહવાહિની, ચાલ હંસ વાહિની પવિત્ર પાણિની. પ્રતિભા મૂરતિ સૌદર્ય સ્નેહવતી; ગગનમંડળે ભૂ ગુંજારવે ગુજારતી. શાસ્ત્ર ધારિણી જ્ઞાન વિણા ધારિણું, શીયળ સાડી તણી ગેરવ ગામિની. આત્મવતી, સત્યવતી કંથ કામિની, તવ લીલા લહેરથી ભારત ધમકતી. પાન્થ, Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧૮ સ્ત્રીસુખ દર્પણ શ્રાવિકા. 9 વરકન્યા વાશુલદત્તા હે (લે- સુશીલ–શિવસદન-મઢડા.) અવનિનગરીના રાજા પ્રત રાજસભાની મધ્યમાં સ્વર્ણરચિત સિંહાસન ઉપર વિરાજ્યા હતા. દેશદેશાંતરમાંથી આવેલા કવિઓ અને ગાયકે પોત પોતાનું યશોગાન સમાપ્ત કરી મહારાજાની આજ્ઞા સાંભળવાની ઉત્સુકતાથી રાહ જોતા હતા. રાજા પ્રતે પોતાના વયેવૃદ્ધ મંત્રી તરફ દષ્ટિપાત કરી કહ્યું કે-“મંત્રી મહાશય, આ ભૂતળ ઉપર અવન્તિરાજથી વિશેષ કઈને યશ વિસ્તર્યો હોય એમ તમને લાગે છે?” કહેવાની જરૂર નથી કે રાજા પ્રત બહુ અભિમાની તથા સાહસિક હતે. તેણે જે કે પોતાનાં બાહુબળથી કેટલાક પ્રાંતે તાબે કર્યા હતા, તો પણ તેના રાજ્યમાં બુદ્ધિમાન અને નીડર સલાહકારેને બહુજ અભાવ રહ્યા કરતું હતું. રાજાને અપ્રિય પણ હિતકારી થાય તેવું વેણ ઉચ્ચારવાની ભાગ્યે જ કોઈ હીમત કરી શકતું. તેમની આ આત્મપ્રસંશાપ્રિય પ્રકૃતિથી રાજમંડળ પણ તેવું જ એકત્ર થયું હતું. અને તે માટે સમજુ વર્ગ તેના રાજ્ય પરિજનનું વર્ણન કરતાં કહેતા કે— ગજેલ કવાલી. તુરત ફાવ્યા રમી તાળ, કપટ બાજી ખુશામતિયા; ન ફાવે વેચતાં બાજી, બન્યા કાજી ખુશામતિયા. રૂપાળાં રાજ્યગૃહમાંહિ, રમે છે રોજ આનંદે; છતાં બહંસને રૂપે, રસ્સા રાજી ખુશામતિયા. વળે જ્યાં રાજની રચના, પળે એ મારગે પહેલા; ગણે ના પાપ કે પુણ્યો, કહે હા જી ખુશામતિયા. સદા નિજ સ્વાર્થ સાધે, અંહિત કરી અન્યનાં અધિકાં; ન કરવાનાં કરી કામો, બન્યા ખાજી ખુશામતિયા. અધર્મો આચરે નૃપતિ, છતાં કહે ધર્મરાજા છો; નહી દુનિયા તો ડરથી, રહે લાજી ખુશામતિયા. જ એક પ્રાચિન આખ્યાયિકા અવલંબને. Page #25 -------------------------------------------------------------------------- ________________ વિરકન્યા-વાશુલદત્તા. ધરામાં ધાડપાડુના, કરાવે ભૂપને ધંધા; ભરે નિજના ઘરે ભાવે, સુખ સાધી ખુશામતિયા. અમાસે ચન્દ્ર ઉગ્યાનું, કહે ભૂપાલ જે ભાવે; અનુંમતિ આપવા માટે, ઉઠે ગાજી ખુશામતિયા. પણને કર્ણ કહીં બેલે, કહે ભડ નિત્ય ભીરને; વખાણે ભૂપના ખરને, કહી વાજી ખુશામતિયા. પ્રિતે નથુરામ પિયામાં, ઘુસે છે ઘૂસની પેઠે; * દિયે છે ડંખ ફૂકીને, પૂરા પાછ ખુશામતિયા. તે પ્રમાણે વૃદ્ધ મંત્રીએ રાજાના પ્રશ્નના ઉત્તરમાં કહ્યું કે:-“અવન્તિના મારાજા કરતાં કંઈપણ રાજા વિશેષ યશસ્વી હોય એમ અમારા જાણવામાં નથી. ” રાજકવિએ કહ્યું–શરદઋતુની પૂર્ણિમાનો પ્રકાશ જેવી રીતે નદી, જંગલે, પર્વત અને તળાવમાં એકસરખે દ્રવ્યા કરે છે તેવી જ રીતે આપને યશ:પ્રકાશ પણ દિદિગન્તમાં પરિધ્યાપ્ત થઈ રહ્યા છે.” એક સેનાપતિ બેલી ઉઠયા – મધ્યાન્તકાળનો સૂર્ય જેવી રીતે સમસ્ત આકાશને પ્રકાશિત કરતા જગતના અંધકારને ગ્રાસ કરી લે છે, તેવી રીતે આપને યશ:પ્રભાવ પણ મધ્યાન્વકાળના સૂર્યની પેઠે જ તપી રહ્યા છે.” એક સંગીતશાસ્ત્રીએ ઉમેર્યું કે-“વીણાના તારેને મધુર ઝણઝણુટ શ્રોતા એના હદયમાં મધુર અમૃતરસ રેડો અનંતતામાં જેવી રીતે મળી જાય છે અને સાંભળનારા રસિકને ઉન્મત્ત કરી મૂકે છે તેવી રીતે આપની કીર્તિને મધુર કંવની પણ વિશ્વને વિહિત કરી રહ્યા છે.” રાજાએ અંતે વિદૂષક પ્રતિ દષ્ટિપાત કર્યો અને પૂછયું કે-“કેમ, તમારે શું અભિપ્રાય છે?” વિદૂષકે દ્વિકર જોડી. અતિ નમ્રતાપૂર્વક કહ્યું કે:-“જે મને અભયદાન મળે, તે હું ઉત્તર આપવાને તૈયાર છું.” ખુશીથી બેલ, ત્યારે દેષ હશે તે પણ સંતવ્ય લેખવામાં આવશે. રાજાએ અક્ષયદાન આપ્યું, એટલે વિદૂષકે કહ્યું કે-“શરઋતુને ચંદ્ર ગમે તે ખીલ હોય કે મધ્યાહુને સૂર્ય ગમે તે તપે હય, તે પણ સૂર્ણ કાગડા-કૂતરા કેળાહળ કર્યા વગર રહેતા નથી તેવીજ રીતે મહારાજા, આપને કંઈક ક્રોધ ચડતું હોય તેમ જણાય છે. આપની ઉષ્યમૂર્તિ સામે મારાથી આગળ બોલવાનું સાહસ થઈ શકે તેમ નથી.” રાજાએ કહ્યું-“તારા સઘળા ગુન્હાએ માફ કરવામાં આવશે તે નિર્ભચ આગળ બોલ. વિદૂષક–“વિશેષ શું કહું? આપ આ ભૂતળના અદ્વિતીય સમ્રાટ છે, તો Page #26 -------------------------------------------------------------------------- ________________ ૨૦ સ્ત્રીસુખ દર્પણ-શ્રાવિકા. પણ હજી એવા પાખંડીયે આ જગતમાં પડ્યા છે કે જેઓ આપનાકરતાં કૌશાંબી નગરીના અધિપતિ રાજા ઉદયનને વધારે ગેરવમય અને યશસ્વી લેખતા હોય.” નિરાશાની શ્યામ રેખા રાજા પ્રોતના તેજસ્વી મુખ ઉપરથી પસાર થઈ ગઈ. તેની આંખમાંથી આગની ચીણુગારીઓ નીકળવા લાગી. સ્વચ્છ આકાશમાં એકાએક જેવી રીતે વાદળ ચઢી આવે તેવી રીતે રાજાની શ્યામ ભ્રમરે દીપ્તિમય મુખ ઉપર વક્રભાવે ચઢી આવી! વિદૂષક આવી ઉગ્ર મૂર્તિ નિહાળી પાછે પગલે થોડે દૂર ખસી ગયો. રાજાએ પથ્થરના જેવા કઠિન અને મેઘના જેવા ભીષણ સ્વરે બૂમ પાડી“સેનાપતિ !” સેનાપતિ પ્રણામ કરીને સામે ઉભો રહ્યો. સૈન્યની તૈયારી કરે, કૈશાંબી ઉપર વિના વિલંબે હલે લઈ જાઓ.” સેનાપતિએ અતિ વિનિત સ્વરે કહ્યું -“જેવી દેવાની ઈચ્છા.” સૈન્ય-સમુદ્ર ખળભળી ઉઠ, અશ્વશાળા, હસ્તિશાળા તથા શસશાળામાં અને, હસ્તિઓને તથા શસ્ત્રાને ખળભળાટ થવા લાગ્યા. સમસ્ત રાજધાનીમાં યુદ્ધની સામગ્રી તૈયાર થવા લાગી. મંત્રીએ એકવાર રાજાને કહ્યું કે – “આપણી તૈયારીઓ અપાર છે એ વાતમાં તે શક નથી, પણ કેશાબીને રાજા જે મંત્રશક્તિ ધરાવે છે, તેની સામે આપણે કેવી રીતે થઈ શકીશું? કહે છે કે કૈલાંબી નરેશના માત્ર દષ્ટિપાતથી શત્રુનું સૈન્ય સ્તબ્ધ થઈ જાય છે, હાથમાંથી તીર-કામઠા નીચે પડી જાય છે!” ત્યારબાદ રાજા અને મંત્રી વચ્ચે ઘણીવાર ખાનગીમાં મસલત ચાલી. (૨) ચંપકપુષ્પના જેવી મનહર વર્ણવાળી, પ્રાત:કાળના આકાશ જેવી રક્તવણી એક કન્યા રાજા પ્રોતને હતી. તે ઈંદ્રકન્યા જેવી સુંદર હતી, એટલું જ નહીં પરંતુ બુદ્ધિમતી પણ હતી. તે રાજકુમારીની દ્રષ્ટિમાં એક બાળકના જેવું માધુર્ય, એઇમાં નિર્મળ પ્રીતિનું ઝરણુ તથા લલાટમાં અરૂણનું તેજ વિરાજતું હતું. તેનું નામ વાશુલદત્તા હતું. - રાજા પ્રત ઉદાસિનપણે પોતાના આવાસમાં બેઠો હતો. વાસુલદત્તાએ ત્યાં બાળકના જેવી ચપળતાથી દેડી આવી પિતાજીના સંતપ્ત લલાટ ઉપર કમળ અંગુલી ફેરવતાં પૂછયું કે-“થયું છે પિતાજી!” “એ દુઃખની કથા સાંભળવા એગ્ય નથી. કહે છે કે કૌશાંબી રાજા ઉદયન મારા કરતાં પણ યશસ્વીપણુમાં વધી ગયું છે.” Page #27 -------------------------------------------------------------------------- ________________ વીરકન્યાનાશુલદત્તા. “ તેમાં આપને શુ પિતાજી ! ” કન્યાએ નિર્દોષપણે કહ્યું. “તુ ખાળિકા એ વાતને કેવી રીતે સમજી શકે ? મારા જ એક સામત મારાથી પણ વિશેષ યશ સંપાદન કરે એ મારા જેવા રાજાધિરાજથી કેમ સહુન થઇ શકે ? ” ૨૧ “ જે મનુષ્ય જનસેવામાં પેાતાનું સર્વસ્વ અર્પણ કરે, સમાજસેવા તથા ધ સેવા અર્થે પેાતાના જીવનનુ અલિદાન આપે, એનેા યશ તેા ફેલાયજ એમાં આપને આટલી બધી ચિંતા કરવાનું શું કારણ ? ” વીરકન્યાએ યશ: પ્રાપ્તિના હેતુએ સ્પષ્ટ કરતાં રાજાને વિશેષ ઉત્તેજીત કર્યા. “ તે ગમે તેમ હે. હું તે પાખંડીનેા મદ દૂર કરીશ. ” “ આપના જેવા રાજેશ્વરને એવા અયેાગ્ય ક્રોધ ન છાજે, પિતાજી. ૪ “ ધન-સંપત્તિ, રાજવૈભવ કે માન-ગારવમાં મારાથી આગળ વધવા ઈચ્છનારને નર્કના દ્વારે મેાકલી દેવે! એ મ્હારી દ્રઢ પ્રતિજ્ઞા છે. એ રાજરહસ્ય સમજવાને હજી તું અયે!ગ્ય છે, મ્હારી લાડકી પુત્રી ! 92 “ નહીં પિતાજી, એ અન્યાય થશે. અન્યાચથી કલ્યાણુ નથી. ” Page #28 -------------------------------------------------------------------------- ________________ સ્ત્રીસુખ દર્પણ-શ્રાવિકા. અન્યાય!એક ચક્રવત્તી રાજાને શિરે જે જવાબદારી રહેલી છે, એક સમ્રાટને શિરે જે. કર્તવ્યશીલતા રહેલી છે તે તરફ જતાં તેને માટે અન્યાય જેવું કંઈ હાઈ શકે જ નહીં. અન્યાય-ન્યાયને વિચાર તો સામાન્યજનને માટે જ છે. મારા જેવા રાજેશ્વરને માટે નહીં. જનસમાજની કમાણી ઉપર રાજાને અધિકાર સાથી મહે છે, તેવી જ રીતે યશપ્રાપ્તિના સંબંધમાં પણ રાજા સૌથી વધારે હિસ્સે માગે તે તેમાં તે કંઈ અન્યાય કરતું નથી.... « પણ પિતાજી, યશ કંઈ એવી સ્થૂળ વસ્તુ નથી કે આપ બીજાઓ પાસેથી જેર–જુલમ વડે પણ પડાવી લઈ શકે. યશ તે એક ચિત્તભ્રમ થયેલા માણસનાજ જે હોય છે. ચિત્તભ્રમવાળાને જે કંઈ માનથી લાવે તે ઉલટે મારવા અને ગાળો આપવા દેડે છે, ત્યારે અપમાનથી જે કઈ બોલાવે છે તો તેના પ્રત્યે હસે છે. યશ-કીર્તિની પણ એવી જ સ્થિતિ છે. તેની પાછળ હાથ લાંબા કરી દેડનારા મૂખ મનુષ્ય તરફ તે કીર્તિ, પ્રસન્ન દ્રષ્ટિ કરવાને બદલે ઉલટું ઉપહાસ કરે છે એટલું જ નહીં પણ કવચિત્ તિરસ્કાર પણ કરે છે. યશની ખાતર અન્યાય કરો એ તે હાથે કરીને નર્કનાં દ્વાર ઉઘાડવા જેવું છે.” તો પછી તારી શું સલાહ છે?” રાજાએ કિંચિત્ માત્ર સ્નેહભીના સ્વરે પૂછ્યું. ત્યાગ અને આત્મભેગ સિવાય યથાર્થ યશ પ્રાપ્ત કર એ અસંભવિત છે. તમે મહાન રાજકુમાર મહાવીરની યશોગાથા તે સાંભળી હશે! આજે સહસ્ત્ર બબ્બે લાખ નર-નારીઓ શ્રી મહાવીરની ભાવથી પૂજા અને સ્તુતિ કરી રહ્યાં છે તે શા માટે? તેણે કોઈ સામંત રાજને હરાવી તેની રાજગાદી પડાવી લીધી નહોતી, તેણે કઈ રૂપવતી દેવકન્યાનેં પ્રાપ્ત કરવા અનર્થ સેવ્યું નહોતું. સર્વસ્વ ત્યાગ અને ભૂત માત્ર પ્રત્યે મૈત્રીભાવ એ સિવાય યશપ્રાપ્તિ કે આત્મકલ્યાણનો અન્ય કેઇ માર્ગ નથી.” રાજકન્યાએ ટુંકમાંજ સિદ્ધાંત માત્રનું રહસ્ય પ્રકટ કર્યું. તને પણ કઈ ધૂર્તે ઠગી લીધી હોય એમ જણાય છે, પૂર્વ સાધુઓના પરિચયનું જ એ પરિણામ છે. તારા જેવી અપકવ વયની બાલિકાના મગજમાં એવા અંધ સંસ્કારે ઠસાવવા એ બહુ દુષ્કર નથી. હેટી થશે અને રાજપ્રપંચમાં કંઈક રસ લેતી થશે એટલે એ અંધકારની નિઃસારતા સમજાશે.” વાશુલદત્તા પિતાના એ વાકયે સાંભળી સહેજ ચમકી, તેના મુખ ઉપર એક પ્રકારની પ્લાન છાયા ફરી વળી, અને કાંઈ પણ બોલ્યા વિના તે પોતાના શયનગૃહ તરફ ચાલી ગઈ. Page #29 -------------------------------------------------------------------------- ________________ વીરકન્યા-વાશુલદત્તા. (૩) ૩ કૌશાંખીનેા રાજા ઉદ્દયન એકાંતમાં તદ્દીનભાવે કંઈક વિચાર કરતા બેઠા છે, તેનુ’ મુખ જોવાથી જ જણાઇ આવે તેમ છે કે તેના હૃદયમાં કાઇ પણ જાતના પશ્ચાત્તાપના અગ્નિ સળગી ઉઠયા છે. રાજા ઉદયનને સતી સીતાની પેઠે પશ્ચાત્તાપની અગ્નિ પરીક્ષામાંથી સંપૂર્ણ રીતે નવાઈને વિશુદ્ધ થઇને મ્હાર આવવાના અવકાશ મળે તે માટે, તેને હુમા સ્થિરપણે બેસી જ રહેવા દઈશુ. તે દરમીયાન આપણે તેના પૂર્વ જીવન ઉપર દૃષ્ટિપાત કરી લઇએ. રાજા ઉદયને પેાતાના આખા જીવનમાં બે એવા ભયંકર અપકૃત્યા કર્યાં છે કે જેના સ્મરણમાત્રથી તેને સર્પદ ંશ જેટલી ભયંકર વેદના થયા વગર રહેતી નથી. જ્યારે જ્યારે તેને એ એ અપકૃત્યા યાદ આવે છે ત્યારે ત્યારે ઉપર કહ્યું તે પ્રમાણે વિચારમાં તટ્વીન થઇ પશ્ચાત્તાપ કરવા લાગે છે. તેના હૃદયમાં સળગતા પશ્ચાત્તાપના અગ્ની કેવા જવલત અને મ`ભેદી છે, તે તેના પાતા સિવાય ભાગ્યે જ બીજી કાઇ રાજ્યમાં જાતુ હશે. આજે પણ રાજા તેજ પશ્ચાત્તાપ કરી રહ્યો છે. એ એ અપકૃત્યા કયાં ? એક દિવસ રાજા વનેાત્સવ નિમિત્તે બ્હાર ઉદ્યાનમાં ગયા હતા, ત્યાં રાજપુરૂષ અને અધિકારીઓ સાથે લાંબે વખત વિનાદ કર્યો પછી, આહારાંતે થાડીવાર આરામ લેવા શયનગૃહમાં ગયા. સાત સહચરીએ રાજાની સેવામાં નિયુક્ત હતી. રાજા નિદ્રામાં પડ્યા એટલે શાંત પગલે ચહુચરીએ બ્હાર નીકળી આવી. મ્હાર આવીને જોયુ' તે તે જ ઉદ્યાનમાં ઘેાડે દૂર એક આમ્રવૃક્ષ નીચે એક તપસ્વી મહા ચોગિરાજ દૃષ્ટિએ પડ્યા. શાંત રજનીમાં પ્રકાશતા ચંદ્ર જેવી તે મુનિનીમુખજ્યાતિ નીહાળી સઘળી સહચરીએ તે મુનિ પાસે વિનયપૂર્વક આવીને બેસી ગઈ. મુનિના મુખમાંથી ગંગા કલ્લેાલ સરખા અમૃત પ્રવાહ વહેવા લાગ્યા. અમૃતપાનમાં વિમુગ્ધ થયેલી સહચરીએ રાજા ઉશ્વયનને છેક ભૂલી ગઈ ! આ તરફ રાજા જ્યારે અકસ્માત નિદ્રામાંથી જાગ્રત થયા અને જળ માટે ચહુચરીને બૂમ પાડી ત્યારે કાઇએ કશા ઉત્તર આપ્યા નહીં. ક્રોધમાં ને ક્રોધમાં તેણે બે ત્રણ વાર બૂમેા મારી, પણ કશેા ઉત્તર મળ્યે નહીં. આથી તે નખથી શિખા પર્યંત સળગી ઉઠયા. તેણે મ્હાર આવીને જોયું તેા સઘળી સહચરીઓને એક મુતિ પાસે આનંદમય વદને બેઠેલી જોઇ. ક્રોધાવેગમાં રાજા ઉદ્દયન તે તરફ ધસી ગયા અને પેાતાના સુખમાં વ્યાઘાત પહોંચાડનાર આ મુનિ જ છે એમ માની તેને પીઠ ઉપર એ ત્રણ ચામુક મારી અપમાનિત કરી ત્યાંથી કાઢી મુકવા હુકમ કર્યાં. ચામુકના પ્રહાર સહન કરવા છતાં પણ પેલા મુનિ શાંતભાવે જેમના તેમજ ઉભા રહ્યા. ઘેાડીવારે તેમણે પગ ઉપાડચે Page #30 -------------------------------------------------------------------------- ________________ ૨૪ સ્ત્રીસુખ દર્પણ-શ્રાવિકા. અને જતાં જતાં કહ્યું છે કે “ રાજા ઉદયન, ક્ષમા, કરૂણા, દયા આદિ મારા અંતરંગ મિત્રો સાથે તે મને પુન: પરિચય કરાવી આપે તે માટે ખરેખર તું ધન્યવાદને ર્વચનો રાજા પાત્ર છે. તને હજી ભૂલી ધર્મના લાભ ગયા નથી. હો અને તારૂ બીજીવાર કલ્યાણ હો એવા જ કેએજ હારી ધના આવેઅંતિમ આ શમાં રાજાજી શિ છે.” આ પિતાની ૫છેલે આ વિત્ર મહારાશિર્વાદ હજી ણીનું ખૂન પણ પેલા કરી ચૂક્યા હચાબુકના પ્ર તા. તે મહાહારની જેમ રાણીનું નામ રાજાના હૃદ સામવતી હયમાં વેદના તું. સામવતી ઉપજાવી ૨ રાણી રાજા હ્યો છે. ચાબુ ઉદયનના અકની વેદના ત:પુરનું એક તે તે ગી અપૂર્વ તેજોભૂલી ગયા મયરત્ન હતું હશે પણ ચા એમ કહીએ ગીનાં પેલા તે ખોટું નથી કરૂણ આશિ તેણી પુષ્પના જેવી કોમળ તથા સુરમ્ય, ફળના જેવી ગુણવતી તથા લતાના જેવી પતિપરાયણ હતી. ચંદ્રમાંથી નિર્ઝરતી જાસ્ના સમી તેણીની વાક્યુધા, દેવદુર્લભ અમૃત સમી તેણીની સહૃદયતા અને પ્રકાશ કરતાં પણ વિશેષ સ્વચ્છ, આયના કરતાં પણ વિશેષ નિર્મળ અને દેવભાગ્ય સુગધ કરતાં પણ તેણીની વિશેષ પવિત્રતા એ સવનું વર્ણન થઈ શકે તેમ નથી. સમસ્ત પ્રજા તેણીને માતાના નામથી જ બોલાવતી હતી. રાજા ઉદયને એ રમણીરત્નને તેણીની અનેક સખીઓ સાથે રાજમહેલમાં બાળી ભસ્મ કરી દીધી હતી. આજે રાજા એજ બે દુર્ઘટનાઓનું સ્મરણ અને પશ્ચાત્તાપ કરતા બેઠા છે, રાજના સઘળા નોકર-ચાકરા પિતપોતાના કામે ચાલ્યા ગયા છે, માત્ર એક રાજાજ વિચારમાં નિમગ્ન છે, એટલામાં એક નેકરે આવી ખબર આપ્યા કે – ૮૮ મહારાજ ! એક ભયંકર પ્રચંડ ઉન્મત્ત હસ્તી............ ” Page #31 -------------------------------------------------------------------------- ________________ વીરકન્યા-વાશુલદત્તા. ૨૫ રાજાએ પ્રશ્ન કર્યો-“ક્યાં છે?” “પણ મહારાજ, પહાડના જેટલી છે તેની ઉંચાઈ છે.” “પણ છે જ્યાં ?” આ પાસેનાજ ગીચ વનમાં.” માત્ર એકજ છે કે આખું ટેળું ?” તે મને ખબર નથી.” તે તે હસ્તી કયાં ?” મેં તે પ્રત્યક્ષ જ નથી. જે સમાચાર સાંભળ્યા છે તે જ હું તે આપની પાસે નિવેદન કરવા આવ્યો છું.” - રાજા ક્ષણવાર વિચારમાં પડી ગયું. રાજા જેકે જંગલમાં જઈ હિંસક પશુએને વશીભૂત કરવા સદા ઉત્સુકજ રહેતો, અને તે સંબંધી તેની કીર્તિ બહુ દૂરના દેશમાં પ્રસરી ગઈ હતી; તો પણ આજે ઉન્મત્ત હસ્તીની પાછળ જવાનું તેને બહુ મન થયું નહીં. તેના મનમાં વિચારને સંગ્રામ ચાલવા લાગ્યું. એક ક્ષણે સુવિચાર આવીને રાજાને બેસી રહેવાને ઉપદેશ કરતે, તો બીજી જ ક્ષણે કુવિચાર આવી જંગલમાં પશુબંધનાથે જવાનો આગ્રહ કરતો. આ પ્રમાણે મનમાં ને મનમાં જ થોડી ક્ષણે પર્યત યુદ્ધ ચાલ્યું. છેવટે કુમતિએ વિજય પ્રાપ્ત કર્યો અને રાજાને વનમાં મોકલવા માટે તૈયાર કર્યો. આજ્ઞા થઈ કે:-“અશ્વશાળામાંથી એક પાણીદાર અશ્વ તૈયાર કરાવે.” નેકર આજ્ઞાને માથે ચડાવી ત્યાંથી નીકળી ગયો. રાજા ઉદયને વનવિહારને પષાક ધારણ કર્યો. જે કે મનમાં આજે પૂર્વના જેટલો ઉમંગ કે ઉત્સાહ નહોતે, તેપણ ગમે તે રીતે મનને સમજાવી વનમાં જવાની તૈયારીઓ કરી. તેનું મન આજે બહુજ મંદ અને નિરૂત્સાહી છે. રાજાએ બળાત્કાર પૂર્વક માનસિક વ્યથી મુક્ત થવાને નિર્ણય કર્યો, પણ તેમ થઈ શક્યું નથી. ઘણી જ મંદતાથી વજજડિત બખ્તર ધારણ કર્યું. માથા ઉપર શિરસ્ત્રાણ ધારણ કર્યું. અસાવધાનતાને લીધે એક બે વાર માથા ઉપરથી મુકુટ ખસી પડ્યો, તે પણ ત્રીજીવાર તે સંસ્થા પિત કર્યો. હાથ પગને આવશ્યક આભૂષણોથી અલંકૃત કર્યા. ત્યારબાદ હાથમાં તલવાર લઈ કટિબંધ સાથે લટકાવી દીધી. તલવારના સ્પર્શથી રાજાનું ઉદાસ રક્ત કંઈક ચંચળ બન્યું-હાથ પગમાં શક્તિનો સંચાર થયે. રાજા ઉદયન પુન: એક રાજાને છાજતા મૂત્મભકાથી અશ્વ ઉપર આરૂઢ થઈ વેગપૂર્વક વનવિહાલથે હાર નીકળી ગયેા. (અપૂર્ણ) Page #32 -------------------------------------------------------------------------- ________________ ૨૬ સ્ત્રી કષ્યનુ સંશાધન. ૧ સ્ત્રીઓના શ્રેષ્ટ સદ્દગુણ ક્યા છે ? ૨ બાળકને સદ્ગુણી બનાવવાની પ્રથમ - વાબદારી કેાની છે ? ૩. હાલના સ્ત્રી શિક્ષણમાં પ્રથમ અંગ્રેજી કેળવણી ઉમેરવા જરૂર છે કે ગૃહ કેળવણી ? ૪ સ્ત્રી વ માં જાગૃતિ ફેલાવવાનું સૌથી ઉત્તમ સાધન આપ શું માનેા છે ? v નાનાં શહેરો માટે મુતિકાગૃહાની અગત્ય આપુને જણાય છે ? હું કન્યાના લગ્ન પછી અભ્યાસ શરૂ રાખી શકાય તે માટે અનુકૂળ માં શું જણાય છે ? મામઈ પણું मातानी के મુખ્યકુળવણી છે સ્વાર્થ ત્યાઉ મક color 22 મેં જાટ છે. ગેમ લોસ ખોલના બ્રાનનેન સામાં દ X?N ગ’ગાસ્વરૂપ વ્હેન મગનન્હેન માણેકચંદ ઝવેરી. શ્રી મુબઇ જૈન વિનતાવિશ્રામનાં હાયિકા અને રક્ષિકા. Page #33 -------------------------------------------------------------------------- ________________ ભક્તિમૈયાનું ભાગવત, ભક્તિભૈયાના ભાગવતમાં શિશુશિક્ષણના અધ્યાય. ૨૭ ( લે૦ જગજીવનદાસ પીતાંબરદાસ ગાંધી. ) ભક્તિમૈયાએ પેાતાનુ જીવન સ્ત્રીવર્ગની ઉન્નતિ માટે અપણુ કર્યું હતુ. તેઓ કહેતાં કે સ્ત્રીઓ શક્તિ છે, અને શક્તિને ખીલવવા સિવાયનું જીવન એ શુષ્ક જીવન છે. ગૃહકાર્ય માં, સંસાર વ્યવહારમાં કે દેવસેવામાં પણ સ્ત્રીની હાજરી જરૂરની છે. ભવિષ્યની પ્રજાના જીવનને ઉજ્જ્વળ મનાવવાનું મુખ્ય કાર્ય માતાના હાથમાં છે. ખરેખરૂ કહીએ તેા માતા એ ખાળકાના પ્રથમ શિક્ષક-ગુરૂ દેવ છે. તેઓ આ શબ્દો કહીને જ અટકતાં નહિ, પણ તેને આચારમાં મુકવાને હમેશાં ભગીરથ પ્રયત્ન કરતાં. રાત્રી દિવસ તે માટે કાળજી રાખતાં, અને ઘરોઘર ભટકી આ માતાઓને પેાતાની ફરજનું ભાન કરાવતાં. ભક્તિ મૈયા જ્યારે ફરવા નીકળતાં ત્યારે સ્ત્રીએ તેને પગે પડતી અને ખાળકા ટાળે મળી ૮ માતાની જય ’ કહી તેના યશેાગાન કરતાં પાછળ દોડતાં અને તેમને વળગી પડતાં. માતા ભક્તિમૈયા બાળકને પ્રેમથી કાટી કરતાં અને કઈ સાત્વિક ખાવાનું આપી ખુશી થતાં. અજ્ઞાન માતાઓની ખીન કાળજીથી ઘણું મળકા પાતાની તદુંરસ્તી ગુમાવી બેસે છે અને રાગગ્રસ્ત થઇ યુવાવસ્થા પહેલાંજ પેાતાના જીવનના અંત લાવે છે, એ ઘાતકી જુલમ તેમનાથી સહન થઇ શકતા ન હતા. આથી તે પવિત્ર માંતા શિશુસ ંરક્ષણના નિયમા પણુ સમજાવતાં હતાં. કોઇ વાર તે સ્રીસમાજ એકઠા કરી તે વિષયના ભાષણા પણુ આપતાં અને કાઇ વાર નાના નાના બાળકોને એકઠાં કરી તેમને વિવિધ પ્રકારના પદાર્થો દેખાડીને, અનેક પ્રકારની વાર્તાઓ કહી સંભળાવતાં હતાં, તથા તે વાર્તાઓનું તેમને રહસ્ય સમજાવી આનદ આપીને તેમની માનસિક શક્તિને ખીલવવાના શ્રમ કરતાં હતાં. એક વખત ભક્તિસૈયા સવારના નિત્યકર્મથી પરવારી શહેરમાં ફરવા નીકળ્યાં, તે સમયે શ્રીમ ંતાની સુંદરીએ વિવિધ પ્રકારના વૈભવના અનુભવ કરતી તેણીના જોવામાં આવી. કાઇ હીંડાળે હીંચતી હતી, કાઇ ચા કાીના પ્યાલામાંથી સ્વાદ લેતી અને પેતાના બાળકાને લેવરાવતી હતી. કેાઈ ચળકતી શીશીઓમાંથી દવાના ડાઝ પીતી હતી અને નખળા બાળકાને પીવરાવતી હતી. આ દેખાવથી દીલગીર થતાં ભક્તિમૈયા આગળ ચાલ્યાં ત્યાં કેટલીએક સ્ત્રીઓ એકઠી થયેલી તેણીના જોવામાં આવી. તે Page #34 -------------------------------------------------------------------------- ________________ ૨૮ સ્ત્રીસુખ દર્પણ-શ્રાવિકા. સ્ત્રીઓ આ મહાપારિણી માતાને દેખી હૃદયમાં આનંદ પામતી તેની પાસે આવી, અને કુળદેવીની જેમ તેણીના ચરણમાં નમન કરી તેઓ તેણીની આસપાસ વીંટળાઇને ઉભી રહી. ભકિતમૈયાએ આજે જે જોએલ હતો તેનું દુ:ખ તેના હૃદયમાં તાજું જ હતું. વળી આ પ્રસંગે ત્યાં રમતાં નાનાં, ગદાં અને મુડદાલ બાળકે પણ માતા પાસેથી પ્રસાદી મેળવવા ટેળામાં ઘુમી રહ્યાં હતાં, તેથી પ્રાસંગીક બેધ આપવાને દુરસ્ત ધારી બોલ્યાં. બહેન, તમે ગૃહિણી–દેવીઓ છો. અરે જગતની માતા છે અને તેથી માતાના કર્તવ્ય ધર્મનો અભ્યાસ તમારે કરવું જરૂર છે. તમારી તમારા બાળકો તરફ શી ફરજ છે, તે તમારે પ્રથમ જાણવાનું છે. બાળકના જે પિતા છે તે બાળકની બુદ્ધિનો જનક છે, પણ માતા તેના હૃદયને વિકસાવનારી અને પિષનારી દેવી છે. પ્રેમાળ હૃદયવાળી, સહનશીલ પ્રકૃતિવાળી અને પતિની હાયિકા બની આખા ગૃહરાજ્યનો ભાર તાણનારી છતાં નમ્ર, વિવિકી અને મર્યાદશીલ એવી ગૃહરાણી માતાજ છે. દેશની બાળ પ્રજાને ભવિષ્યની સદ્ગુણી, તંદુરસ્ત અને ઉદયવતી પ્રજા બનાવવી, એ પણ તમારું કત્તવ્ય છે. સંતાનોના કાચ ઉપર તેમની માતાના ચરિત્ર તેમજ શિક્ષણની છાપ પડી આવે છે. મહાપુરૂના જીવન ઉપર તેમની માતાના ખોળાની અને દૂધની અસર વિશેષ થયેલી જણાય છે. એ વાત નિત્ય મરણમાં રાખવા જેવી છે. ભકિતમૈયાનો ઉપદેશ ચાલતો હતો ત્યાં નજીકના બંગલામાંથી એક શ્રીમંતના છોકરાને બાબાગાડીમાં બેસારીને ફેરવા લઈ જવાને તેની માતા આજ્ઞા કરી રહી હતી તે તરફ સૈની દૃષ્ટિ ગઈ.શેઠાણીએ પણ સ્ત્રીઓના ટોળા વચે ભક્તિમૈયાને જોયાં અને તેથી તુ ત્યાં આવી તેમને નમન કરી ઉભી રહી અને પૂછ્યું “ માતા, જુઓને, આ મારા બાળક તંદુરસ્ત રહેતો નથી, હું હમેશાં ઘણાં ઉપાયે કરૂં છું. છતાં તે બાળકની શારીરિક સ્થિતિ સુધરતી નથી, તે ખોરાક લઈ શકતો નથી, સારી રીતે હરીફરી શકતો નથી અને સુખે નિદ્રા પણ લેતા નથી. હું તો તેની માવજત - કરી કરીને કંટાળી ગઈ છું. હવે મારે શું કરવું ? ” તે ગભરાએલી યુવતિના આવા વચનો સાંભળી ભક્તિમયાએ બધી માતાઓને ઉદ્દેશીને કહ્યું, “ પ્રિય બહેનો, આ Page #35 -------------------------------------------------------------------------- ________________ ભક્તિમૈયાનું ભાગવત, માળકે તરફ નજર કરો. એક શ્રીમતના બાળકની કેવી સ્થિતિ થઇ છે ? જન્મથીજ લાલન પાલનમાં ઉછરતા અને નાકરાને આધારે અંગેાની સક્રિયા કરનારા માળકાની આવી સ્થિતિ થઇ જાય છે. તેમને સર્વ અંગે છતાં તે અપગ જેવા અની જાય છે. મ્હેન, તુ જે તારા માળકને માટે કંટાળા બતાવે છે તેમાં જવાબદાર તુ પાતે જ છે. જગતપિતા મહાવીર, કૃષ્ણ, રામચદ્રજી એ સર્વ રાજપુત્રા હતા, તારાથી તેના પાસે અનંતગુણી લક્ષ્મી, સત્તા અને દાસદાસીઓના જુથ્થ હતાં, છતાં તેમના એ ખાળકે આ મામાગાડીમાં બેઠેલા નિર્મળ બટુકના જેવાં નહાતાં. પરંતુ વનક્રિડા કરતાં અને અનંત શક્તિ સ્ફુરાવતાં તેજસ્વી રત્ના હતાં. શું તે માતાને શ્રીમતાઇ ભાગવવાને જ્ઞાન નહાતુ ? હેન, કુદરતી નિયમના તિરસ્કાર કરી માળાને ખુલી હવામાં જાતે હરવા ફરવાના લાભ ન લેવા દેવા એમાં શ્રીમંતાઈ નથી, પરંતુ ઉલટી પરત ત્રતા છે. ઝેરી મીઠાઇઓના ખારાક, દવાના ડાઝ અને હરવાકરવાના પ્રતિખંધ એ તારા બાળકના રોગનું મૂળ છે. ભક્તિમૈયાના આ વચના સાંભળી પેલી યુવતિ પશ્ચાત્તાપના મહાસાગરમાં ડુબી ગઇ અને પોતે પાતાના ખાળકની જ ઘાતક બનેલી છે તેમ લાગી આવતાં અત્યંત શાકાતુર થઇ ગઇ. આ સમયે એક ગરીખ યુતિ પાતાના તાાની બાળકના હાથ પકડી ત્યાંથી લી માતા, જીવા ને, આ માળક મને બહુ પજવે છે. આખા દિવસ દોડાદોડ કરી ગામના કરાએના કયા લાવે છે. કેટલીકવાર મેાટી માટી ટેકરીઓ ઉપર અને ઉંચા ઝાડ ઉપર પસાર થતી હ. તી. તંદુરસ્તઅને ને રૂષ્ટપુષ્ટ અ ગવાલા તે માકે પેાતાના પકડેલા હાથ છેાડાવવાને પ્રયત્ન કરતા હતા અને સિંહના શિશુની જેમ માટે સ્વરે ચીસ પાડતા હતા. તે બાળકને આ પ્રમાણે તાક઼ાન કરતા જોઈ સ રમણીએની ટIષ્ટતે તરફ ગઇ તેટલામાં પેલી સ્ત્રી ભક્તિસૈયા પાસે આવી અને નમન કરી બે ૨૯ ચડી પડતું મૂકે છે અને નિશાળે જવાનું નામ લઇએ છીએ ત્યાં અનેક તેાફાન કરી મને ત્રાસ આપે છે. માતા હવે મારે શા ઉપાય કરવા?” તે યુવતિના આ શબ્દો સાંભળી ભ Page #36 -------------------------------------------------------------------------- ________________ ૩૦ સુખ દર્પણ-શ્રાવિકા. ક્તિમયાએ કહ્યું, “બહેન, ગરીબ કુટુંબમાં જન્મેલ બાળક કે તંદુરસ્ત દેખાય છે? તેને બાબાગાડીને આનંદ મળતો નથી, તેમજ ઉરી જાતનું ખાવા-પીવાનું અને સેવકોની સેવા મળતી નથી. તે હમેશાં છુટે ફરતો ફરે છે અને અનેક જાતની અંગ કસરત કર્યો કરે છે. રાતદિવસ નાચવા-સ્કૂદવાથી તેની પાચનશક્તિ પ્રબળ રહે છે અને તેથી તે સારી તંદુરસ્તી ભોગવે છે.” આ બાળક નિશાળથી નાસે છે તેટલું જતેના માટે અનિષ્ટ છે, પરંતુ તેમાં શિક્ષણની રીતિની ખામી છે. પુત્રીને સાસરું અને બાળકને નિશાળ એ જીવનની ઉન્નતિનું મુખ્ય સ્થાન છે; છતાં બાળપણથી માતાએ તેના તરફ પ્રેમને બદલે ભય ઉત્પન્ન કરાવનારી વાત કરી તેનું તે તરફ આકર્ષણ કરવામાં વિઘરૂપ થઈ પડે છે. નિશાળ એ બાળકને શાંતિ નિકેતન છે. તેવા વિચારના સંસ્કાર માતાએ તેમનામાં મુકવા જોઈએ અને શિક્ષકે તેના પિતાનું માયાળુ સ્થાન સાચવવું જોઈએ. તોફાની બાળક ભક્તિમૈપાને જોઈ ચુપ થઈ ગયો હતો. તેને મૈયાએ પાસે લીધો અને કહ્યું. બેટા, જે; જે ભણેલા છે તે સુખી છે અને નથી ભણ્યા તે વૈતરાં કરે છે. નિશાળમાં તો પૈસા કમાવાને પાઠ શીખવાય છે ને તેથી સુખી થવાય છે. બેટા, તને સારૂં ખાવાનું અને મજા કરવાનું જોઈએ તો તે ત્યાં છે. જા ભાઈ, ત્યાં કાંઈ દુ:ખ નથી લે આ ફળ, અને નિશાળે જા. તારી માને ઘરે જવા દે કે રાંધી રાખે. સઘળું શાંત થયું એટલે ભકિતમૈયાએ પિતાનો ઉપદેશ આગળ લંબાવતાં કહ્યું કે બહેને! આપણા સંતાનને કેમ કેળવવાં એ બહુ અગત્યનું શિક્ષણ છે. જે મહાન પુરૂષના ચરિત્રે ઉજજવળ દષ્ટાંતરૂપ બન્યા છે, તેમનાં કાર્યોમાં, તેમના ચરિત્રમાં તેમના પિતાની છાયા નહિં જણાતાં તેમની માતાની જ છાયા તેમની હરેક ચાલચલગતમાં જણાઈ આવી છે. પ્રિય હે, તમારે તમારા સંતાને ઉપર ભારે પ્રભાવ પાડે હોય, અને સાહસ, નિડરતા, સહિષ્ણુતા તથા પરાક્રમ વગેરે ગુણો તેમનામાં અદ્દભૂત રીતે ઠસોઠસ ભરવા હોય, તો તમારે બાલ્યાવસ્થાથી જ મનુષ્યત્વના ગુણેથી તેમને વિભૂષિત કરવા જોઈએ. મનુષ્યત્વના ગુણેમાં આત્મનિર્વાહને ગુણ મટે ગણાય છે. એ ગુણને લઈને બાળક સારી રીતે સ્વપરાક્રમી બની શકે છે. આ ગુણને આવિર્ભાવ જ્યારે થાય છે, ત્યારે બાળક પોતાને સહાયક બને છે અને પોતાના ચરણ ઉપર ઉભા રહેવાને તે શકિતમાન થાય છે. પ્રત્યેક બાલકે મનુષ્યના જીવનયુદ્ધમાં કાવવાને શીખવું જોઈએ. એ ગુણને લઈને તેનામાં શારીરિક, માનસિક અને આધ્યાત્મિક બલની વૃદ્ધિ થાય છે. આપણાં બાલકને વિદ્યાર્થી અવસ્થામાં મુકતાં જ પ્રથમ આત્માવલંબનના પાઠ શીખવવા જોઈએ. હું પિતે આત્માવલંબી અથવા સ્વયં નિર્વાહી થાઉં; મારા નિર્વાહના સાધનો મારે જ મેળવવા જોઈએ, બીજાના શિર ઉપર હું બોજારૂપ થઈશ નહીં, ” આવા મહા વાક બાળકોના હૃદય પર કેતરાઈ જાય તો પછી તે બાલકોથી દેશદ્વાર કરવાના મહાન કાર્યો સત્વર થઈ શકે. Page #37 -------------------------------------------------------------------------- ________________ ભકિતમૈયાનું ભાગવત. ૩૧ પ્રસંગોપાત હું તમને અમેરિકા દેશના એક સ્વપરાક્રમી બાળકનું દૃષ્ટાંત કહીશ. સત્યદેવ નામનો એક બાપુ અમેરિકામાં ગયા હતા. એ પાતાળ ભૂમિનો અદ્દભૂત પ્રભાવ જાણવાને માટે તેના હૃદયમાં તીવ્ર જિજ્ઞાસા હતી. તે કાર્યવીર ગૃહસ્થ શએટલ નામના એક ગામમાં આવી ચઢ્યો. તે ગૃહસ્થ એક વખત પોસ્ટ ઓફીસે ગયા. ત્યાં ટપાલને લગતું કાર્ય કરી તે પાછા ફર્યો, ત્યારે રસ્તામાં એક છ વર્ષના બાલકને વર્તમાન પત્રો વેચતો જોયે. તે બાળક ચાલાક, તંદુરસ્ત અને તેજસ્વી હતા. બાળક આ ગૃહસ્થ પાસે આવ્યું અને મધુર સ્વરથી કહ્યું, “ બાબુ સાહેબ, આપ આ વર્તમાન પત્ર લેશે કે ” ? બાબુએ મંદ સ્વરે કહ્યું “. ર્તમાન પત્રની અત્યારે મને જરૂર નથી. ” તે ઉત્સાહી માળકે વિનીત વચને કહ્યું, “આ વત્તમાન પત્રની ફકત એકજ પૈસે કીંમત છે, વધારે નથી.” બાબુએ જણાવ્યું, “નહિ, આજના વૃન્તમાન મેં જાણી લીધા છે.” બલકે આ જવાખથી નિરાશ ન થતાં ફરીથી કહ્યું, “એક પિસે એ કાંઈ બહુ માટી રકમ નથી.” છોકરાનો આવા આગ્રહ જોઈ તે ગૃહસ્થ ખીસામાંથી એક પૈસા કાઢી તે વત્તમાન પત્ર વેચાતું લીધું ને પછી પૂછ્યું કે, છોકરા, તારાં મોઆપ હૈયાત છે?” “જી હા.” છેડકરે જવાબ આપે. ગૃહસ્થ ફરી પૂછયું “ તારો બાપ બહુ ગરીબ છે કે શુ? ?” તે બાળક વિસ્મય પામી તે ગૃહસ્થ તરફ જોઈ બોલ્યા, “ આપને એમ પૂછવાનું શું કારણ છે ? ” કારણ એ છે કે તું વક્તમાન પત્રો વેચે છે.” ચતુર બાલકે કહ્યું, “ | વર્તમાન પત્રો વેચનારા માણસો ગરીબ હોય છે ? | બાળકના આ વચન સાંભળી તે ગૃહસ્થ ઝંખવાણો પડી જતાં બોલ્યા “ છોકરા, એમ નથી, મારે પૂછવાનો આશય એવો છે કે તારી અટકી નાની વય છે Page #38 -------------------------------------------------------------------------- ________________ સ્ત્રીસુખ દર્પણ-શ્રાવિકા. ત્યાં હમણાથી વર્તમાન પત્ર વેચી પૈસા મેળવવા લાગ્યો છે તેથી તારું કુટુંબ પૈસાની તંગાસમાં હોય તેમ જણાય છે.” તે ગૃહસ્થના આ વચનો સાંભળી એ બાળકે તેના તરફ તીક્ષણ દષ્ટિ કરી અને જુસ્સાથી બેન્ચે, “અરે બાબુ સાહેબ, મારે બાપ ગરીબ નથી, પણ બાપના આધારે બેસી રહેવું એ મને ગમતું નથી. હું અહીંની ટેકનીકલ સ્કુલમાં અભ્યાસ કરું છું. અને મારા નવરાશને વખત નકામો નહી જવા દેતાં તે સમયે વર્તમાનપત્ર વેચી તેમાંથી મેં આ શરીર પર ધારણ કરેલ પિશાક ખરીદેલો છે અને મને જોઇને તમામ ખર્ચ હું પોતે જાતે ઉદ્યોગ કરીને મેળવું છું. તથા તે ઉપરાંત અહીંની બેંકમાં મારા પચાસ ડોલર (લગભગ દોઢ રૂપીઆ) જમા છે” તે બાળકના આ શબ્દોની તે ગૃહસ્થના મન ઉપર બહુજ અસર થઈ. તેણે હૃદયમાં વિચાર કર્યો કે, આ અમેરિકાનો છ વર્ષને બાલક પોતાનો નિર્વાહ સ્વતંત્રપણ કરે છે. આત્માવલંબી વીર બાળકને કેઈની પરવા નથી, તે આટલી વયમાંથી જ જાણે છે કે, હું મનુષ્ય છું, પ્રભુએ મને ઉદ્યોગના સાધનરૂપ હાથ પગ આપ્યા છે અને તેને ઉપગ કેમ કરે તે મારે જાણવું જ જોઈએ. પ્રિય બહેનો! હવે તેને મુકાબલે આપણું દેશની સ્થિતિ જુવો. અહિંયા છે વર્ષના બાળકને પોતાનું મુખ ધોતા પણ આવડતું નથી. છ વર્ષનો બાળક તે શું પણ આપણું સંકુલમાં ભણનારા મોટી વયના વિદ્યાથીઓ પણ પોતાના અભ્યાસને આધાર પોતાના માતા પિતા ઉપર રાખે છે. આત્માવલંબનને અંકુર તેમનામાં પ્રકટ થતો નથી. જે માતા પિતા તરફથી તેમને ખર્ચ જેટલું ન મળે તે તેમનું ભણવું ગણવું બંધ પડી તેઓ કેવળ નિરક્ષર રહી જાય છે. વધારેમાં વધારે આપણા અભ્યાસી બાળકે જે કાંઈ કરી શકે છે તે તે માત્ર એટલું જ કે, તેઓ ભીખ માગીને ભણે છે. આ અધમ વૃત્તિના સંસ્કારથી તેમનામાં આત્મબળ ઉપર શ્રદ્ધા રહેતી નથી અને તેઓ પરપિંડેપજીવી થઈને પોતાનું જીવન ગાળવા પ્રવર્તે છે. પ્રિય હે, તમે તમારા બાળકને એવી ટેવ ન પડે તેને માટે કાળજી રાખજે. બહેને તમે ભારતવર્ષની દેવીઓ છે, ધર્મવીર, દાનવીર અને યુદ્ધવીર પુરૂષ રત્નને પ્રગટાવનારી ખાણે છે, ધમધતા અને કુળાભિમાનથી દૂર રહેજે, કાદવમાંથી કમળ અને માટીમાંથી રત્નો નીકળે છે. એ વાત સદા લક્ષ્યમાં રાખજે. તને મારા ઉદરમાંથી પ્રગટ થતા મણુઓને અમૂલ્ય બનાવજે, નિર્બળ, પરાશ્રયી, ક્રોધી, હઠીલા, અત્યાચારી, નીચ વૃત્તિવાળા અને કૃપણુતાને દુર્ગણ તમારાં બાળકેમાં પ્રવેશ ન કરે તેનું પ્રથમ ધ્યાન રાખવાને સાવધાન રહેજે.” આટલું કહી ભક્તિમૈયા ચાલતાં થયાં અને સર્વ સ્ત્રીસમાજ તેમના નામને જયધ્વનિ કરતો વિખરાઈ ગયે. Page #39 -------------------------------------------------------------------------- ________________ નિવૃતિના પવિત્ર દિવસોમાં વાંચવા માટે પૂર્વે થઈ ગએલા મહા આચાર્યોનાં ચેલ અપૂર્વ અમૃતમય જ્ઞાનના પુસ્તકો. તૈયાર થાય છે. જૈનના અપૂર્વ સર્વોપયોગી જ્યોતિષ ગ્રંથોના ૧ ભાષાંતર–આરંભશુદ્ધિ, અને દિનસિદ્ધિ-લગ્નસિદ્ધિ. પ્રકરણ રત્નાકર ભાગ ૧ લે. ૫-૮-૦ ( સાગરના જીવોનું એકવીશ ભવાનું અનેક સમયસાર નાટક. . . ૨-૮-૦ | કથાઓ સહિત ચરિત્ર છે. .૩-૪-૦ પ્રકરણ રત્નાકર ભાગ ૪ - ૭-૦–૦ | જૈન કથા રત્નમેષ ભાગ ૮ મે–સોલમાં જૈન કથા રત્નમેષ ભા. ૧ -જેની અંદર | | તીર્થકર શ્રી શાન્તિનાથ ભગવાનને રાસ સીંદુર પ્રકરણ તથા ગતમપૃચ્છા મૂલ | અનેક ચમત્કારિક કથાયુક્ત. ૩-૦-૦ બાલાવબોધ તથા કથાઓ સહિત આ- | સુક્તમુક્તાવલી–આ ગ્રંથ જૈન પાઠશાળાવેલા છે તથા વીતરાગ ઑત્ર મૂલ તથા એમાં મનન કરવા લાયક તથા લાયબ્રેઅર્થ સહિત-એ ત્રણે ગ્રંથ સાથે આ રીમાં રાખવા લાયક તેમજ જૈન સમુદાવશે. બીજી આવૃતી........ .... ૨-૮-૦ યને મનન કરવા લાયક છે..... ૨-૮-૦ જેન કથા રત્નમેષ ભાગ ૨જે-જેની અંદર વૈરાગ્ય ક૯૫લતા-આ ગ્રંથ એટલો તે ૨બાવીસમા તીર્થકર શ્રી નેમનાથ ભગવા મીક તથા શ્રાવક અને સાધુ સાધ્વીઓને નને રાસ (પદ્યરૂપે ચરિત્ર) કથાઓ સહિત ઉપગી છે કે તે અંત સુધી વાંચવા આવેલ છે બીજી આવૃતી. ..... ૨-૪-૦ ભલામણ છે. આ ગ્રંથ વાંચકાથી કે મનન જેન કથા રત્નમેષ ભાગો -જેની અંદર કરવાથી જેન દર્શનનના તત્વનો બાધ થાય છે. ... ... ... ૩-૦-૦ શ્રાવક પ્રતિક્રમણ સૂત્ર અથવા વંદિતા પાંડવ ચરિત્ર ભાષાંતર રંગીન ચીત્રે સૂત્ર અપર નામ અર્થદીપીકા ગ્રંથ મૂલ સાથે. .... ... ... ... ૫-૦-૦ તથા બાલાવબોધ કથાઓ ચત. ૩-૦-૦. જેન તત્વદર્શ હીંદી ભાષાંતર. ૫-૦-૦ જેન કથા રત્નકેષ ભાગ ૬ ઠો–ગતમકુ જેન તત્વાદ ગુજરાતી ભાષાંતર. ૪-૦-૦ લક બાલાવબોધ તથા ૧૨૦ કથાઓ શત્રુંજય મહાસ્ય પ્રથમ ખંડ ભાષાંયુક્ત. ... ... ... ... ૨-૮-૦ તર. .• • • • • ૨-૪-૦ જેન કથા રત્નમેષ ભાગ ૭ મે-આ ગ્રંથ- | જૈન કુમાર સંભવ. • • ૧-૧૨-૦ માં અત્યુત્તમ ધર્મધુરી મહાપ્રતાપી અને વિધાથી બધુ કિંવા ચારિત્ર સુધારણા સંમોક્ષગામી એવા પૃથ્વીચંદ્ર અને ગુણ બંધી શિક્ષણ. • • ૦–૨-૦ મળવાનું ઠેકાણું. શ્રાવક ભીમસિંહ માણેક. જૈન પુસ્તક વેચનાર તથા પ્રસિદ્ધ કરનાર માંડવી શાકગલી–સંબઈ. Page #40 -------------------------------------------------------------------------- ________________ કામિનિયા હેર ઓઇલ. (સંખ્યાબંધ ચાંદ, સર્ટિફીકેટ અને અભીપ્રાયો મળ્યા છે.) બાલને મગજને ' સુંદર શાંત - સુંવાળા આનંદી તેજસ્વી છે અને તથા ચાલાક કાળા " અનાર્ય છે.? દીલને અને રાહત જલદી આપે છે. વધારે છે, . બાટલીની કિ.રૂ. 1-0-0 વી.પી. 0--0 નૈણુ બાટલીના રૂ. 2-10-0 પેસ્ટ 0-7-0 . લખે- એ ગ્લે. ઈન્ડીયન ડગ કેમીકલ કંદ જમામસજી-મુંબઈ. - એજટ અમીચંદ ડાયાભાઈ અને કહે મેડીકલાલ-ભાવનગર, % આ માસિક તંત્રી દેવચંદ દામજીએ પોતાના આનંદ છે ! પ્રેસમાં છાપી પોતાની * શ્રાવિકા માસિક ' ની એ ફીસમાંથી પ્રગટ કર્યું".