SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ માતૃ બોધ. સ્વભાવને અનુસરીને ચાલે તે ઠીક, નહિ તે નજીવા કારણને લઈને ઘરમાં વારંવાર કંકાસ થયા વિના ન રહે. બેટા! આ વાત તારે બરાબર લક્ષમાં રાખવી. તારા સાસુજીની આજ્ઞામાં રહીને તેની પ્રીતિ સંપાદન થાય, તે સ્વભાવ અને આચાર રાખજે. “વિનયથી સહુ કઈ વશ થાય” એ મહા સૂત્રને ભૂલી જતી નહિ. પતિના ઘરમાં સહુ કોઈની સાથે નમ્ર અને મીઠા સ્વભાવથી વર્તજે, કે જેથી તારાપર સહુની પ્રીતિ વધતી જાય. પતિ શાઠ્ય પુત” એટલે જે જેવું થાય, તેની સામે તેવા થવું, એ એક પક્ષીય માર્ગ બતાવનાર વાકયને બિલકુલ ભૂલી જજે. તારી સામે કોઈ તપીને ગરમ બેલ બેલે, તે પણ તે બહુજ શાંતિથી સહન કરી લેજે. “અગ્નિમાં દાત હામતાં તે શાંત ન થાય, પણ જળથી જ શાંત થાય.” સામેના કે પાગ્નિને તું તારા ક્ષમા જળથી શાંત કરીશ, તે તે તને અને તારા કુટુંબને સંતાપ કરવા સમર્થ થઈ શકશે નહિં. વળી આ વખતે મારે તને બીજી એક ચાલુ વાતાવરણની સૂચના આપવાની છે, તે એ કે–આજકાલ આપણા લોકોમાં બધા એવો રિવાજ મૂળ ઘાલીને પેસી ગયો છે કે, સાસરે કંઈ કારણને લઈને કંકાસ થાય તે દિકરી પોતાની માતા પાસે તે ફરીયાદ કર્યા વિના ન રહે, અને માતા તેને એ વીજ સલાહ આપે છે, તે કંકાસરૂપ હુતાશનમાં વૃત સિંચન સમાનજ થઈ પડે, એટલે દીકરીને સાસરવાસમાં હળીમળીને નમ્રતા અને સહનશીલતાથી વર્તવાના હિતોપદેશને બદલે તે તેના હૃદયને ઉશ્કેરે છે અને સાસુ એક બેલ બેલે, તો તેને બે બેલ પકડાવવાની ભલામણ કરે છે. ધારે કે—કદાચ સાસુને તે કડવો કે ઝેરીલા સ્વભાવ હેય, અને તેને લઈને તે પોતાની પુત્રવધૂને હિતને ખાતર કઈવાર કર્કશ બોલ સંભળાવે, તે પ્રસંગે માતા તેને આવી વિપરીત શિખામણ આપે, તે તેના હિતમાં હાનિ કરવા જેવું છે. બેટા ! આ વાતાવરણની અસર તને હરકત ન કરે, તેની સંભાળ રાખજે. વળી સાસુ-સસરાને પોતાના ભાવી જીવનના એક માબાપરૂપ માની તેમની યથોચિત સેવા સાચવજે. આજકાલ સ્વતંત્રતામાં સરકી જઈને કેટલીક સ્ત્રીઓ પોતાના સાસુ, સસરા કે પતિ વિગેરે વડીલો પાસે પોતાની મર્યાદા સાચવી શકતી નથી. બેટા ! તું તેવી દેખાદેખીનું અનુકરણ કરીને તારા મર્યાદા માર્ગને લેપ કરીશ નહિ. વળી આપણા સ્ત્રીજનોના પરમભૂષણરૂપ પાતિવ્રત્ય ધર્મના જે નિયમ અને આચાર છે, તે બરાબર ધ્યાનમાં રાખવાની સાથે વર્તનમાં ઉતારીને પ્રતિદિન તારા જીવનને ઉન્નત બનાવજે. આ પ્રસંગે હજી તને એક શિખામણ આપવી બાકી રહી જાય છે. કેટલીક સુંદરીઓ પોતાના પતિને અસાધારણ પ્રેમ બહેને ? હમેશાં થોડું બોલવું, છદ્રિય થવું, નીતિથી વર્તવું, બોલવામાં તોછડાઈ વાપરવી નહિં, પણ માનસહિત બોલાવવું, પિતાને પતિ વિદેશમાં હોય તો સારાં સારાં વસ્ત્રાલંકારનો ત્યાગ કરી સાદાઈ રાખવી. ઉપરાંત કોઈ કુળવતી, નિપાપી, અને સતી સ્ત્રીઓ સાથે સ્નેહ રાખવો (મિત્રતા રાખવી.)
SR No.541001
Book TitleStree Sukh Darpan 1917 03 Pustak 01 Ank 01
Original Sutra AuthorN/A
AuthorManglabai Motilal, Fakirchand Premchand Raichan
PublisherAnand Printing Press
Publication Year1917
Total Pages40
LanguageGujarati
ClassificationMagazine, India Stree Sukh Darpan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy