________________
માતૃ-બોધ.
(લેખક-ગંગાસ્વરૂપ મંગળાબહેન મોતીલાલ.)
ગંગા એક મોટા શહેરમાં ઉછરીને મટી થઈ હતી, છતાં ઉદ્ધતાઈ કે અવિનથથી તે દૂરજ રહી હતી. પિતાના સ્વજન-સંબંધીઓ સાથે હળીમળીને રહેવું, સહુને મીઠાશથી લાવવું અને વિવેકથી વર્તવું એ તેને મુખ્ય સિદ્ધાંત હતે. ચાલુ જમાનાની કેટલીક ઝેરી હવા લાગતાં કુલીન કાંતાઓ કેવી દશામાં આવી પડે છે, એ ચિતાર તેના ખ્યાલ બહાર ન્હોતો. પોતાના ઘરની સ્થિતિ તરફ લક્ષ્ય ન આપતાં ફેન્સી કપડાં અને દાગીનામાં લલચાયેલી લલનાઓને, પરિણામે કેવું પસ્તાવું પડે છે અને એકબીજાની દેખાદેખીથી અમન–ચમન કરવાને અધીરી બનીને પિતાના પતિને પ્રતિદિન પજવનારી પ્રમદાએ પોતાનાં કત્તવ્યથી કેવી રીતે ભ્રષ્ટ થાય છે, એ વાતને તે સાંગોપાંગ જાણતી હતી. મેજ-શેખના ઝેરી જીવન કરતાં સાદું જીવન વધારે સુખમય છે, એ પાઠને તેણે અભ્યાસ કર્યો હતો. પિતાના ઘરની સાધારણ સ્થિતિ છતાં પોતાના પતિને ઘરની કાળજી કરવાને પ્રસંગ તેણે કદાપિ આખ્યો નહોતો.
ગંગાને એક મણિ નામની તેર વરસની કન્યા હતી. જે બહુજ નમ્ર, સરલ અને કહ્યાગરી હતી. “મા તેવી દીકરી” આ કથન જાણે અક્ષરશ: તેનામાં ઉતર્યું હોય તેમ ગંગાના કેટલાક સદ્દગુણે તેનામાં અંકુરરૂપે ઉગતા માલુમ પડતા હતા.
એક દિવસે મણિએ પિતાની માતાને કહ્યું કે–બા! લગભગ એક મહિનામાં ગુજરાતી પાંચ ધોરણનો અભ્યાસ તે મારે પૂરો થશે, તે પછી હવે તે કરતાં વધારે અભ્યાસ કરવાની મારે કંઈ જરૂર છે?” મણિને એ પ્રશ્ન ગંગાને રૂચિકર ન લાગ્યું. તે તરત બોલી કે –“બેટા! આપણે જિંદગી સુધી અભ્યાસ કર્યા કરીએ -
બહેને? સતી સ્ત્રીને ધર્મ ઘણેજ કઠણ અને વિકટ છે. કેમકે પતિ સુંદર હોય વા કુરૂપ હોય, રંક હોય વા શ્રીમંત હય, છતાં કલીન સ્ત્રીઓ તો ગમે તે પણ પોતાના પતિનેજ પરમેશ્વર તુલ્ય ગણે છે. જેમ હંસ પક્ષિઓ માન સરોવરની જ ઈચ્છા કરે છે, સારંગ (મોર) મેય ગર્જનાનીજ ઈરછા કરે છે, અને હાથીઓ રેવાજીના નીરની જ ઈચ્છા કરે છે, તેમ એક પતિભક્ત પત્નિ પિતાના પ્રાણનાથની ઇચ્છા રાખી, પિતાના સ્વામિના હુકમને સદા આધીન રહી અંતઃકરણથી સેવા બજાવે છે.