________________
४
સ્ત્રીસુખ દર્પણુ–શ્રાવિકા.
મારા આશય નથી, પરંતુ એ મૂળ વાતની મહત્તા ભણી જ્યારે અમે નજર કરીએ છીએ ત્યારે અમને જણાય છે કે, એ પ્રયત્ના એ મહત્તાના પ્રમાણમાં કઇજ લેખામાં નથી. આખા ગામમાં જેમ એક દીવા કરવાથી બધે પ્રકાશ પડી શકતા નથી, અને જેમ એક ઠેકાણે દીપક થયા એટલે બીજા તેવાજ દ્વીપકને અવકાશ નથી એમ અનતુ નથી, તેમ આ પ્રકારના પ્રયત્ના અમુક સ્થાને, અમુક દિશામાં ચાલી રહ્યા છે, તેથી તેવીજ જાતના બીજા પ્રકારના પ્રયત્નને અવકાશ નથી એમ માનવું. વાસ્તવિક નથી. પુરૂષ વર્ગને માટે જ્યારે સ ંખ્યાબંધ માસિકે મહાર પડે છે, ત્યારે પ્રિય મ્હેના ! તમારા માટે માત્ર ગણ્યા ગાંઠ્યા એકાદ બે ભાગ્યેજ નીકળે છે. અને એ એકાદ એ નીકળે છે એટલાંજ તમને મસ છે એમ કહેવુ કે માનવું એ તમારા આત્માને અપમાન આપવા બરાબર છે. પુરૂષ વર્ગની ઉન્નતિ અથવા આનદ માટે જ્યારે સે કડ! સાધનાની અને વિપુલ સાહિત્યની અગત્ય છે ત્યારે શું તમારા માટે ફક્ત એકાદ એજ પુરતાં છે ? આમ હાઇને અમારૂં પ્રાકટ્ય સકારણ છે એમ તમે જરૂર સ્વીકારશેાજ એવી આશા છે.
ઘણા અલ્પાનુ એમ માનવુ છે કે ઝાઝાં છાપાંએ અને લખાણાએ હવે તે અમને ઘેરી લીધા છે, અને એમાં વધારા કચે જવા એ તા કોઇ રીતે ઈચ્છવા ચેાગ્ય નથી. પ્રથમ તૃષ્ટિએ, ઉષ્ણક નજરથી. આ ખીના` સાચી જાય છે. પરંતુ જરા ઉંડા વિચાર કરવાથી એ માનવુ તમને પેાતાનેજ વ્યાજબી નહી જણાય. તમેજ ઉત્તર આપે। કે લેાકેાના હૃદયને પહોંચવા માટે છાપાં અને લખાણુ સિવાય ખીજું શું સાધન છે ? આ કાળનું વીર્ય (Time spirit) એ લખાણુને લઇનેજ ખંધાયુ છે, વિચારાની આપ લે, ભાવનાઓના વિનિમય એથીજ સર્વોત્તમ પ્રકારે મની શકે છે. અલખત ખરી વાત છે કે એ સાધનના ઘણે સ્થાને ગેરઉપયાગ થાય છે, છતાં કાઇ વસ્તુના ગેરઉપયાગથી તેના ઉપયાગીપણાની કિંમત ઓછી થતી નથી. એક દરે છાપાની પ્રવૃતિએ આપણા જીવન ઉપર જે ઉત્તમ અસર ઘેાડાજ કાળમાં ઉપજાવી છે તે અસર છાપા વિના હજારો વર્ષે પણ ન ઉપજવા પામત એમાં શક નથી. વિશ્વભરમાં જે ભાવના પૂર વેગથી ગતિમાન થઇ રહી છે તેની અસરથી તમે શું ભાગી છૂટવા માગો છે? એ કદી અને તેમ નથી. કેમકે અમે અને તમે સૌએ વિશ્વના વિભાગા છીએ, અને અત્યારે તા વિજ્ઞાને આખા વિશ્વને પેાતાના પ્રભાવથી એક ઘર જેવું બનાવી દીધુ છે. તેવા કાળમાં વિશ્વમાં ચાલતી ભાવનાથી તમે કદી પણ નિરાળા નજ રહી શકેા. આથી તમે સર્વ કાઇ .એ ભાવનાને આદર આપા, એમાંજ તમારૂં અને સર્વનું કલ્યાણ સમાએલું છે.
જગત્ અત્યારે જડવાદને છેડી પ્રત્યક્ષવાદને ચાહે છે એ લક્ષમાં રાખી ચવાના વિષયાને પ્રત્યક્ષરૂપે સચિત્રિત કરવાના પણ અમે નિશ્ચય કર્યો છે. એમ જોવાશે અને હજુ પણ અમને જેમ જેમ વિશેષ સત્કાર મળતા જશે, તેમ તેમ અમારા તે નિશ્ચયને વિશેષ વિકાસ આપવાને અમે તત્પર રહીશું.