________________
ઉદ્દેશ.
આખા મનુષ્ય-જીવનરૂપી ઝરણામાં વ્યાખ્યા કરે છે. અને એ જીવન બીજી રીતે ગમે તેટલું ભવ્ય, મહાન, ઉદાર, વિશાળ અને દિવ્ય હેય પણ એ આરંભમાં વળગેલી અનિષ્ટતાને પાશ તે તે જીવનમાંથી કોઈ રીતે દૂર થતું નથી. કેમકે એ બુરાઈ સંચોગજન્ય નથી પરંતુ બીજકજન્ય છે. ઉપર કહ્યું તેમ “ઘર” એ આપણા જીવનનું બીજ છે, અને જેકે તે પ્રથમ દૃષ્ટિએ તુચ્છ અને આપણું ગંભીર વિચારને ચેગ્ય નહી હવા જેવું જણાય છે, પરંતુ ખરી રીતે એના જેવું મહાન બીજું કશું જ નથી. બીજી બધી અનિષ્ટતા આગંતુક છે, પાછળથી આવી પડેલા સંગેમાંથી એ અસારતા ઉદભવેલી હોય છે, પરંતુ ઘરરૂપી બીજકમાંથી જે અસારતા આપણું જીવનવૃક્ષમાં વ્યાપેલી હોય છે તેનાથી મુક્ત થવું અશક્ય નહી તે દુ:શક્ય તો છેજ. બુદ્ધિમાન પુરૂષે કહે છે કે સમાજ, રાજ્ય વિગેરે વિસ્તાર પામેલું એક ઘર જ છે. અથવા તે વિશાળ બનેલી કૌટુમ્બીક ભાવના જ છે. આથી એ ભાવનાના મૂળમાં જેટલું પોષણ અપાય તેટલું એ ભાવનામાંથી ઉદ્ભવતા વૃક્ષને પહોંચે છે. ઘરની અસર સર્વવ્યાપી છે. રાજ્યની અસર ઘરમાં પહોંચે કે ન પહોંચે, પરંતુ ઘરની અસર બીજકની અસરની માફક બધે પહોંચે છે.
ઘરની અધિષ્ઠાત્રી–દેવી સ્ત્રી છે. એ વાત ઉપર વિવેચન કરવાની જરૂર નથી. કેમકે એ અનલભવ સર્વને પગલે પગલે થયા જ કરે છે. આથી ધરને ઉત્તમ બનાવવાની જરૂર જણાતી હોય તો (અને એ જરૂર કોને નથી જણાતી?)નારીના જીવનને ઉત્તમ બનાવવાની સર્વથી પ્રથમ જરૂર છે. સ્ત્રીના જીવનમાં જે કાંઈ હોય છે તે આખા વિશ્વના જીવનમાં પહોંચી વળે છે. કેમકે તે ગ્રહ-દેવી છે. ઘર એ કાંઈ ઈટ માટી કે પત્થર ચુનાને અમુક આકારે ગોઠવેલે સમુહ નથી. પરંતુ વાસ્તવિક “ઘર” નું ખોખું માત્ર છે. એ ખોખામાં આત્મા જુદે છે. એ આત્મા તે સ્ત્રી છે. સ્ત્રીવિનાનું ઘર એ “ગૃહ” નહિ, પણ હોટેલ કે ઉતારે કહી શકાય. એથી ઘરને ઉત્તમ બનાવવા માટે એ ખખાની મરામત કર . વાની કે તેને રંગરોગાન ચઢાવવાની જરૂર નથી, પરંતુ એ ખોખાનું નામ જેને લઈને સાર્થક છે, એવા તેમાં વસતા આત્માને પોષણ આપવાની અગત્ય છે.જે દેશમાં આ ગ્રહભાવના શિથિલ અને આદરહિન છે તે દેશ રંક, પામર, સત્વહિન અને જર્જરિત હોય એમાં કાંઈ જ નવાઈ નથી. કેમકે એ દેશના નિવાસીઓ ઉદ્દભવસ્થાન અથવા બીજની અવગણના કરે છે. જ્યારે દેશની પડતી થવાની હોય છે, ત્યારે લોકો એ મુદ્દાની મૂળ વાતને ભૂલી જાય છે અને ડાળાં પાંદડાંને સુશોભિત, સુંદર, અને આકર્ષક કરવાના કામમાં લાગી જાય છે. પરંતુ એવી કૃત્રિમ અને આગંતુક સુંદરતા કયાંસુધી નભે? એવી સુંદરતા, ભવ્યતા, મહત્તા, દિવ્યતા બીજમાંથી બહાર આવવી જોઈએ. તે કંઈ ઉપરથી ચોંટાડી શકાતી નથી.
આથી અમે એ ઘરને મજબુત, હ્ર, સ્થાયી અને ગુણવાન બનાવવાને પ્રયત્ન આદરીએ છીએ. આજ સુધીમાં એવા પ્રયત્ન નથી થયા એમ કહેવાને અ