________________
સ્ત્રીસુખ દર્પણ-શ્રાવિકા,
જ
“સ્ત્રીઓના પ્રાચીન હક હેમને પાછા આપે, કારણ કે અમે સ્ત્રીઓ પ્રજનાં રચનાર છીયે, તમે નટિ. પ્રગતિના સર્વ વિષયોમાં અમારી મદદ વગર તમારી બધી કૉંગ્રેસ અને કોન્ફરન્સ નકામી છે. તમારી સ્ત્રીઓને કેળવો અને પછી પ્રજા પોતાની સંભાળ આપોઆપ લઈ શકશે, કારણ કે એ જેમ ગઇ કાલે ખરું હતું તેમ આજે પણ ખરું છે અને મનુષ્યજીવનના અંત સુધી ખરું રહેશે કે “જે હાથ પારણું હિંદળે છે, તે જ હાથ દુનિયા ઉપર રાજ્ય કરે છે.”
શ્રીમતી સરોજિની નડ” આ વિશ્વમાં બધા પ્રકારની ઉન્નતિનું મૂળ “ગૃહ” છે. ધર્મ, રાજ્ય, સંસાર એ સર્વને આધાર “દાર” ઉપર રહેલે છે. જેમ વૃક્ષના ફળવા ફલવા અને વધવાને આધાર એક નાના સરખા બીજ ઉપર રહેલો છે; અને જેમ એ નાનકડા બીજની અવગણના અને અનાદર કરવાથી આખા વૃક્ષને જીવનને હાની પહોંચે છે, તેમ મનુષ્ય-જીવનરૂપી વૃક્ષને પ્રારંભ, જે બીજથી થાય છે એવા “ઘર” નું યોગ્ય મહત્વ ન સમજવામાં આવે અને તેની પુરી કીમત સમજાઈને સંપૂર્ણ આદરથી રક્ષણ કરવામાં ન આવે તો આખું મનુષ્ય-જીવન એ અનાદરની બુરી અસર ભગવે છે. બધા પ્રકારના મેટા પરિણામે, જગતને આંજી નાખે એવા બધા બનાવે, એ સર્વની શરૂઆતને ઇતિહાસ કદાચ તમે તપાસશે તે જણાઈ આવશે કે એ સર્વના આરંભની પ્રવૃત્તિ એટલા નાના પાયા ઉપર હતી કે એવી સૂક્ષ્મતામાંથી એટલું મહાન ફળ પ્રકટવાની ધારણા કેઈને સ્વને પણ ન હોય. છતાં વિશ્વની ઉન્નતિને કમ અવલેકનાર વિચક્ષણ પુરૂષને એટલે ચક્કસ નિર્ણય હાય છે કે નાનાની અવગણના કરવી એ નાનામાંથી પરિણામે ફળવા યોગ્ય મહાનની અવગણના કરવા તુલ્ય છે. પાઈની અવગણના એ રૂપીઆની જ અવગણના છે; કેમકે પ્રથમની પાઈ એ ભાવના રૂપીઆની માતા છે. જેને આપણે નાનું, ક્ષુદ્ર, અકિંચિકર, અલ્પ, ૭, ધ્યાનમાં નહી લેવા ગ્ય ગણીએ છીએ, તેજ વાસ્તવિક રીતે મહાન, વિશાળ, ઉદાર, સર્વસ્વ અને વિશ્વવ્યાપી બનવા નિર્માએલું હોય છે.
સમાજ, જાતિ, રાષ્ટ્ર, ધર્મ, રાજ્ય એ બધા “ઘર” રૂપી એક નાનકડી વસ્તુમાંથી પરિણામ પામેલાં ફળે છે. અને બધાની સુદઢ઼તાને-સ્થાયીપણાન-નક્કર૫ણા-ઉત્તમતાને આધાર એ “દાર” ઉપર રહેલ છે. ઝરણાના મૂળમાં જે કઈ ગંધાતી ખરાબ વસ્તુ હોય તે જેમ તેની અસર એ ઝરણુમાંથી વહેતા બધા પાણું ઉપર કાયમ રહે છે, તેમ “ઘર” ના સંગમાં અનિષ્ટતા હોય તે તેની બુરી અસર