SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ભક્તિમૈયાનું ભાગવત, ભક્તિભૈયાના ભાગવતમાં શિશુશિક્ષણના અધ્યાય. ૨૭ ( લે૦ જગજીવનદાસ પીતાંબરદાસ ગાંધી. ) ભક્તિમૈયાએ પેાતાનુ જીવન સ્ત્રીવર્ગની ઉન્નતિ માટે અપણુ કર્યું હતુ. તેઓ કહેતાં કે સ્ત્રીઓ શક્તિ છે, અને શક્તિને ખીલવવા સિવાયનું જીવન એ શુષ્ક જીવન છે. ગૃહકાર્ય માં, સંસાર વ્યવહારમાં કે દેવસેવામાં પણ સ્ત્રીની હાજરી જરૂરની છે. ભવિષ્યની પ્રજાના જીવનને ઉજ્જ્વળ મનાવવાનું મુખ્ય કાર્ય માતાના હાથમાં છે. ખરેખરૂ કહીએ તેા માતા એ ખાળકાના પ્રથમ શિક્ષક-ગુરૂ દેવ છે. તેઓ આ શબ્દો કહીને જ અટકતાં નહિ, પણ તેને આચારમાં મુકવાને હમેશાં ભગીરથ પ્રયત્ન કરતાં. રાત્રી દિવસ તે માટે કાળજી રાખતાં, અને ઘરોઘર ભટકી આ માતાઓને પેાતાની ફરજનું ભાન કરાવતાં. ભક્તિ મૈયા જ્યારે ફરવા નીકળતાં ત્યારે સ્ત્રીએ તેને પગે પડતી અને ખાળકા ટાળે મળી ૮ માતાની જય ’ કહી તેના યશેાગાન કરતાં પાછળ દોડતાં અને તેમને વળગી પડતાં. માતા ભક્તિમૈયા બાળકને પ્રેમથી કાટી કરતાં અને કઈ સાત્વિક ખાવાનું આપી ખુશી થતાં. અજ્ઞાન માતાઓની ખીન કાળજીથી ઘણું મળકા પાતાની તદુંરસ્તી ગુમાવી બેસે છે અને રાગગ્રસ્ત થઇ યુવાવસ્થા પહેલાંજ પેાતાના જીવનના અંત લાવે છે, એ ઘાતકી જુલમ તેમનાથી સહન થઇ શકતા ન હતા. આથી તે પવિત્ર માંતા શિશુસ ંરક્ષણના નિયમા પણુ સમજાવતાં હતાં. કોઇ વાર તે સ્રીસમાજ એકઠા કરી તે વિષયના ભાષણા પણુ આપતાં અને કાઇ વાર નાના નાના બાળકોને એકઠાં કરી તેમને વિવિધ પ્રકારના પદાર્થો દેખાડીને, અનેક પ્રકારની વાર્તાઓ કહી સંભળાવતાં હતાં, તથા તે વાર્તાઓનું તેમને રહસ્ય સમજાવી આનદ આપીને તેમની માનસિક શક્તિને ખીલવવાના શ્રમ કરતાં હતાં. એક વખત ભક્તિસૈયા સવારના નિત્યકર્મથી પરવારી શહેરમાં ફરવા નીકળ્યાં, તે સમયે શ્રીમ ંતાની સુંદરીએ વિવિધ પ્રકારના વૈભવના અનુભવ કરતી તેણીના જોવામાં આવી. કાઇ હીંડાળે હીંચતી હતી, કાઇ ચા કાીના પ્યાલામાંથી સ્વાદ લેતી અને પેતાના બાળકાને લેવરાવતી હતી. કેાઈ ચળકતી શીશીઓમાંથી દવાના ડાઝ પીતી હતી અને નખળા બાળકાને પીવરાવતી હતી. આ દેખાવથી દીલગીર થતાં ભક્તિમૈયા આગળ ચાલ્યાં ત્યાં કેટલીએક સ્ત્રીઓ એકઠી થયેલી તેણીના જોવામાં આવી. તે
SR No.541001
Book TitleStree Sukh Darpan 1917 03 Pustak 01 Ank 01
Original Sutra AuthorN/A
AuthorManglabai Motilal, Fakirchand Premchand Raichan
PublisherAnand Printing Press
Publication Year1917
Total Pages40
LanguageGujarati
ClassificationMagazine, India Stree Sukh Darpan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy