SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ સતીસુકન્યા ચ્યવનમુનિ–રાજપુત્રી, તમારે આ ઉચ્ચ આશય જણ મને વિશેષ આનંદ ઉપજે છે, પરંતુ તમારા યુવાવસ્થાના જીવનની સાથે મારા વૃદ્ધ જીવનને સંએગ કરતાં મને ઘણો ભય લાગે છે. મારા જીવનને સૂર્ય પશ્ચિમ દિશામાં ઝેળા ખાય છે અને તમારા જીવનને સૂર્ય હજુ પૂર્વ દિને પ્રકાશિતે આગળ ચાલે છે, એ કેટલે બધો તફાવત? સુકન્યા–ભગવન, જે પુરૂષ કે સ્ત્રી બ્રહ્મચર્યના પ્રભાવને જાણે છે અને જેમના હૃદયમાં આ સાંસારિક વિષયના ક્ષણિક સુખ તરફ ઉપેક્ષા છે, તેઓ શારીરિક અવસ્થાના બાહ્ય સ્વરૂપનું અવલોકન કરતાં નથી, પણ તેના આંતર સ્વરૂપનું અવલોકન કરે છે. ગ્રવનમુનિ-રાજબાળા, તમે જે ઉચ્ચ ભાવના દર્શાવે છે, તે ભાવનાને યુવાવસ્થાના વિકારે ટકાવીને રાખી શકતા નથી, તેથી યુવક અને યુવતિનો સંબંધ જ સર્વ પ્રકારે ગ્ય ગણાય છે. યુવાવસ્થામાં ઇદ્રિયરૂપી અઉન્મત્ત બને છે અને તેઓ દઢતાને શિથિલ કરી મનરૂપી રથીને વિમાગે ખેંચી જાય છે; એ વાત આર્યશાસ્ત્રોમાં સારી રીતે સિદ્ધ કરી બતાવવામાં આવી છે. સુકન્યા–મહાત્મન, આપે જે કહ્યું, તે શાસ્ત્ર દ્રષ્ટિથી બરાબર છે, પણ તે એકાંતપણે સત્ય નથી. યુવક અને યુવતિની વચ્ચે જે પ્રેમ પરિણમે છે, તે પ્રેમને અર્થ વિષય નથી, પણ તેને અર્થ શુદ્ધ ભાવના છે. જે પુરૂષ અને સ્ત્રી પતિ પત્ની તરીકે આ વિશ્વ પ્રદેશમાં ઉભા રહે છે, તે માત્ર સુદ્ર વિષયને માટે જ ઉભાં રહેતાં નથી, પણ પરસ્પર પ્રેમની ઉચ્ચ ભાવનાને માટે ઉભાં રહે છે, એમ હું માનું છું વનમુનિ–રાજપુત્રી, તમારે વિચાર જે સ્વીકારવામાં આવે, તે પછી આ સંસારનો હેતુ સિદ્ધજ થઈ શકશે નહીં. દાંપત્ય સંબંધની ઉપયોગિતા વિષયેપગમાં જ દેખાય છે. સર્વ રસમાં પ્રાધાન્ય ભેગવતા શૃંગાર રસની સાર્થકતા યુવક યુવતિના પ્રેમમાં જ રહેલી છે. જે વિષપભેગનો અભાવ હોય તે પછી પ્રેમને અંકુર તદન દગ્ધ જ થઈ જાય, પ્રેમરૂપી મહાન વૃક્ષને પલ્લવિત કરવાને માટે શૃંગારનાં જ સાધને સર્વોત્તમ ગણાય છે. અને તે સાધનને લઈને જ દંપતિના હદયપ્રદેશ ઉપર પ્રેમ સર્વદા નૃત્ય કરી રહ્યા છે. એવા પ્રેમના પાત્ર, યુવક અને યુવતિ છે; તે પછી મારા જેવા વૃદ્ધની સાથે તમારો સંબંધ શી રીતે ઉચિત ગણાય ? સુકન્યા--મહાત્મન , આપના કહેવા પ્રમાણે પ્રેમ શબ્દને તે અર્થે હું માનતી નથી. પ્રેમનું સ્વરૂપ તે દિવ્ય છે. વિષયે યાને મદનના વિકારોની સાથે પ્રેમને કાંઈ પણ સંબંધ નથી. દિવ્ય જીવન અથવા પ્રભુમય જીવનના પ્રવાહમાં પ્રેમનું પ્રતિબિંબ પડે છે. તેમાં વૃદ્ધાવસ્થા કે યુવાવસ્થા વિષે કાંઈપણુ જોવાનું નથી. દંપતિના અંતરાત્મા, મન તથા શરીરની વચ્ચે એકતા વ્યાપી રહે
SR No.541001
Book TitleStree Sukh Darpan 1917 03 Pustak 01 Ank 01
Original Sutra AuthorN/A
AuthorManglabai Motilal, Fakirchand Premchand Raichan
PublisherAnand Printing Press
Publication Year1917
Total Pages40
LanguageGujarati
ClassificationMagazine, India Stree Sukh Darpan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy