SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ સુખ દર્પણ-શ્રાવિકા. ક્તિમયાએ કહ્યું, “બહેન, ગરીબ કુટુંબમાં જન્મેલ બાળક કે તંદુરસ્ત દેખાય છે? તેને બાબાગાડીને આનંદ મળતો નથી, તેમજ ઉરી જાતનું ખાવા-પીવાનું અને સેવકોની સેવા મળતી નથી. તે હમેશાં છુટે ફરતો ફરે છે અને અનેક જાતની અંગ કસરત કર્યો કરે છે. રાતદિવસ નાચવા-સ્કૂદવાથી તેની પાચનશક્તિ પ્રબળ રહે છે અને તેથી તે સારી તંદુરસ્તી ભોગવે છે.” આ બાળક નિશાળથી નાસે છે તેટલું જતેના માટે અનિષ્ટ છે, પરંતુ તેમાં શિક્ષણની રીતિની ખામી છે. પુત્રીને સાસરું અને બાળકને નિશાળ એ જીવનની ઉન્નતિનું મુખ્ય સ્થાન છે; છતાં બાળપણથી માતાએ તેના તરફ પ્રેમને બદલે ભય ઉત્પન્ન કરાવનારી વાત કરી તેનું તે તરફ આકર્ષણ કરવામાં વિઘરૂપ થઈ પડે છે. નિશાળ એ બાળકને શાંતિ નિકેતન છે. તેવા વિચારના સંસ્કાર માતાએ તેમનામાં મુકવા જોઈએ અને શિક્ષકે તેના પિતાનું માયાળુ સ્થાન સાચવવું જોઈએ. તોફાની બાળક ભક્તિમૈપાને જોઈ ચુપ થઈ ગયો હતો. તેને મૈયાએ પાસે લીધો અને કહ્યું. બેટા, જે; જે ભણેલા છે તે સુખી છે અને નથી ભણ્યા તે વૈતરાં કરે છે. નિશાળમાં તો પૈસા કમાવાને પાઠ શીખવાય છે ને તેથી સુખી થવાય છે. બેટા, તને સારૂં ખાવાનું અને મજા કરવાનું જોઈએ તો તે ત્યાં છે. જા ભાઈ, ત્યાં કાંઈ દુ:ખ નથી લે આ ફળ, અને નિશાળે જા. તારી માને ઘરે જવા દે કે રાંધી રાખે. સઘળું શાંત થયું એટલે ભકિતમૈયાએ પિતાનો ઉપદેશ આગળ લંબાવતાં કહ્યું કે બહેને! આપણા સંતાનને કેમ કેળવવાં એ બહુ અગત્યનું શિક્ષણ છે. જે મહાન પુરૂષના ચરિત્રે ઉજજવળ દષ્ટાંતરૂપ બન્યા છે, તેમનાં કાર્યોમાં, તેમના ચરિત્રમાં તેમના પિતાની છાયા નહિં જણાતાં તેમની માતાની જ છાયા તેમની હરેક ચાલચલગતમાં જણાઈ આવી છે. પ્રિય હે, તમારે તમારા સંતાને ઉપર ભારે પ્રભાવ પાડે હોય, અને સાહસ, નિડરતા, સહિષ્ણુતા તથા પરાક્રમ વગેરે ગુણો તેમનામાં અદ્દભૂત રીતે ઠસોઠસ ભરવા હોય, તો તમારે બાલ્યાવસ્થાથી જ મનુષ્યત્વના ગુણેથી તેમને વિભૂષિત કરવા જોઈએ. મનુષ્યત્વના ગુણેમાં આત્મનિર્વાહને ગુણ મટે ગણાય છે. એ ગુણને લઈને બાળક સારી રીતે સ્વપરાક્રમી બની શકે છે. આ ગુણને આવિર્ભાવ જ્યારે થાય છે, ત્યારે બાળક પોતાને સહાયક બને છે અને પોતાના ચરણ ઉપર ઉભા રહેવાને તે શકિતમાન થાય છે. પ્રત્યેક બાલકે મનુષ્યના જીવનયુદ્ધમાં કાવવાને શીખવું જોઈએ. એ ગુણને લઈને તેનામાં શારીરિક, માનસિક અને આધ્યાત્મિક બલની વૃદ્ધિ થાય છે. આપણાં બાલકને વિદ્યાર્થી અવસ્થામાં મુકતાં જ પ્રથમ આત્માવલંબનના પાઠ શીખવવા જોઈએ. હું પિતે આત્માવલંબી અથવા સ્વયં નિર્વાહી થાઉં; મારા નિર્વાહના સાધનો મારે જ મેળવવા જોઈએ, બીજાના શિર ઉપર હું બોજારૂપ થઈશ નહીં, ” આવા મહા વાક બાળકોના હૃદય પર કેતરાઈ જાય તો પછી તે બાલકોથી દેશદ્વાર કરવાના મહાન કાર્યો સત્વર થઈ શકે.
SR No.541001
Book TitleStree Sukh Darpan 1917 03 Pustak 01 Ank 01
Original Sutra AuthorN/A
AuthorManglabai Motilal, Fakirchand Premchand Raichan
PublisherAnand Printing Press
Publication Year1917
Total Pages40
LanguageGujarati
ClassificationMagazine, India Stree Sukh Darpan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy