SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ સ્ત્રીસુખ દર્પણ-શ્રાવિકા. ત્યાં હમણાથી વર્તમાન પત્ર વેચી પૈસા મેળવવા લાગ્યો છે તેથી તારું કુટુંબ પૈસાની તંગાસમાં હોય તેમ જણાય છે.” તે ગૃહસ્થના આ વચનો સાંભળી એ બાળકે તેના તરફ તીક્ષણ દષ્ટિ કરી અને જુસ્સાથી બેન્ચે, “અરે બાબુ સાહેબ, મારે બાપ ગરીબ નથી, પણ બાપના આધારે બેસી રહેવું એ મને ગમતું નથી. હું અહીંની ટેકનીકલ સ્કુલમાં અભ્યાસ કરું છું. અને મારા નવરાશને વખત નકામો નહી જવા દેતાં તે સમયે વર્તમાનપત્ર વેચી તેમાંથી મેં આ શરીર પર ધારણ કરેલ પિશાક ખરીદેલો છે અને મને જોઇને તમામ ખર્ચ હું પોતે જાતે ઉદ્યોગ કરીને મેળવું છું. તથા તે ઉપરાંત અહીંની બેંકમાં મારા પચાસ ડોલર (લગભગ દોઢ રૂપીઆ) જમા છે” તે બાળકના આ શબ્દોની તે ગૃહસ્થના મન ઉપર બહુજ અસર થઈ. તેણે હૃદયમાં વિચાર કર્યો કે, આ અમેરિકાનો છ વર્ષને બાલક પોતાનો નિર્વાહ સ્વતંત્રપણ કરે છે. આત્માવલંબી વીર બાળકને કેઈની પરવા નથી, તે આટલી વયમાંથી જ જાણે છે કે, હું મનુષ્ય છું, પ્રભુએ મને ઉદ્યોગના સાધનરૂપ હાથ પગ આપ્યા છે અને તેને ઉપગ કેમ કરે તે મારે જાણવું જ જોઈએ. પ્રિય બહેનો! હવે તેને મુકાબલે આપણું દેશની સ્થિતિ જુવો. અહિંયા છે વર્ષના બાળકને પોતાનું મુખ ધોતા પણ આવડતું નથી. છ વર્ષનો બાળક તે શું પણ આપણું સંકુલમાં ભણનારા મોટી વયના વિદ્યાથીઓ પણ પોતાના અભ્યાસને આધાર પોતાના માતા પિતા ઉપર રાખે છે. આત્માવલંબનને અંકુર તેમનામાં પ્રકટ થતો નથી. જે માતા પિતા તરફથી તેમને ખર્ચ જેટલું ન મળે તે તેમનું ભણવું ગણવું બંધ પડી તેઓ કેવળ નિરક્ષર રહી જાય છે. વધારેમાં વધારે આપણા અભ્યાસી બાળકે જે કાંઈ કરી શકે છે તે તે માત્ર એટલું જ કે, તેઓ ભીખ માગીને ભણે છે. આ અધમ વૃત્તિના સંસ્કારથી તેમનામાં આત્મબળ ઉપર શ્રદ્ધા રહેતી નથી અને તેઓ પરપિંડેપજીવી થઈને પોતાનું જીવન ગાળવા પ્રવર્તે છે. પ્રિય હે, તમે તમારા બાળકને એવી ટેવ ન પડે તેને માટે કાળજી રાખજે. બહેને તમે ભારતવર્ષની દેવીઓ છે, ધર્મવીર, દાનવીર અને યુદ્ધવીર પુરૂષ રત્નને પ્રગટાવનારી ખાણે છે, ધમધતા અને કુળાભિમાનથી દૂર રહેજે, કાદવમાંથી કમળ અને માટીમાંથી રત્નો નીકળે છે. એ વાત સદા લક્ષ્યમાં રાખજે. તને મારા ઉદરમાંથી પ્રગટ થતા મણુઓને અમૂલ્ય બનાવજે, નિર્બળ, પરાશ્રયી, ક્રોધી, હઠીલા, અત્યાચારી, નીચ વૃત્તિવાળા અને કૃપણુતાને દુર્ગણ તમારાં બાળકેમાં પ્રવેશ ન કરે તેનું પ્રથમ ધ્યાન રાખવાને સાવધાન રહેજે.” આટલું કહી ભક્તિમૈયા ચાલતાં થયાં અને સર્વ સ્ત્રીસમાજ તેમના નામને જયધ્વનિ કરતો વિખરાઈ ગયે.
SR No.541001
Book TitleStree Sukh Darpan 1917 03 Pustak 01 Ank 01
Original Sutra AuthorN/A
AuthorManglabai Motilal, Fakirchand Premchand Raichan
PublisherAnand Printing Press
Publication Year1917
Total Pages40
LanguageGujarati
ClassificationMagazine, India Stree Sukh Darpan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy