________________
વીરકન્યા-વાશુલદત્તા.
૨૫
રાજાએ પ્રશ્ન કર્યો-“ક્યાં છે?” “પણ મહારાજ, પહાડના જેટલી છે તેની ઉંચાઈ છે.” “પણ છે જ્યાં ?” આ પાસેનાજ ગીચ વનમાં.” માત્ર એકજ છે કે આખું ટેળું ?” તે મને ખબર નથી.” તે તે હસ્તી કયાં ?”
મેં તે પ્રત્યક્ષ જ નથી. જે સમાચાર સાંભળ્યા છે તે જ હું તે આપની પાસે નિવેદન કરવા આવ્યો છું.” - રાજા ક્ષણવાર વિચારમાં પડી ગયું. રાજા જેકે જંગલમાં જઈ હિંસક પશુએને વશીભૂત કરવા સદા ઉત્સુકજ રહેતો, અને તે સંબંધી તેની કીર્તિ બહુ દૂરના દેશમાં પ્રસરી ગઈ હતી; તો પણ આજે ઉન્મત્ત હસ્તીની પાછળ જવાનું તેને બહુ મન થયું નહીં. તેના મનમાં વિચારને સંગ્રામ ચાલવા લાગ્યું. એક ક્ષણે સુવિચાર આવીને રાજાને બેસી રહેવાને ઉપદેશ કરતે, તો બીજી જ ક્ષણે કુવિચાર આવી જંગલમાં પશુબંધનાથે જવાનો આગ્રહ કરતો. આ પ્રમાણે મનમાં ને મનમાં જ થોડી ક્ષણે પર્યત યુદ્ધ ચાલ્યું. છેવટે કુમતિએ વિજય પ્રાપ્ત કર્યો અને રાજાને વનમાં મોકલવા માટે તૈયાર કર્યો. આજ્ઞા થઈ કે:-“અશ્વશાળામાંથી એક પાણીદાર અશ્વ તૈયાર કરાવે.”
નેકર આજ્ઞાને માથે ચડાવી ત્યાંથી નીકળી ગયો. રાજા ઉદયને વનવિહારને પષાક ધારણ કર્યો. જે કે મનમાં આજે પૂર્વના જેટલો ઉમંગ કે ઉત્સાહ નહોતે, તેપણ ગમે તે રીતે મનને સમજાવી વનમાં જવાની તૈયારીઓ કરી. તેનું મન આજે બહુજ મંદ અને નિરૂત્સાહી છે. રાજાએ બળાત્કાર પૂર્વક માનસિક વ્યથી મુક્ત થવાને નિર્ણય કર્યો, પણ તેમ થઈ શક્યું નથી. ઘણી જ મંદતાથી વજજડિત બખ્તર ધારણ કર્યું. માથા ઉપર શિરસ્ત્રાણ ધારણ કર્યું. અસાવધાનતાને લીધે એક બે વાર માથા ઉપરથી મુકુટ ખસી પડ્યો, તે પણ ત્રીજીવાર તે સંસ્થા પિત કર્યો. હાથ પગને આવશ્યક આભૂષણોથી અલંકૃત કર્યા. ત્યારબાદ હાથમાં તલવાર લઈ કટિબંધ સાથે લટકાવી દીધી. તલવારના સ્પર્શથી રાજાનું ઉદાસ રક્ત કંઈક ચંચળ બન્યું-હાથ પગમાં શક્તિનો સંચાર થયે. રાજા ઉદયન પુન: એક રાજાને છાજતા મૂત્મભકાથી અશ્વ ઉપર આરૂઢ થઈ વેગપૂર્વક વનવિહાલથે હાર નીકળી ગયેા.
(અપૂર્ણ)