________________
સ્ત્રીસુખ દર્પણ-શ્રાવિકા. અન્યાય!એક ચક્રવત્તી રાજાને શિરે જે જવાબદારી રહેલી છે, એક સમ્રાટને શિરે જે. કર્તવ્યશીલતા રહેલી છે તે તરફ જતાં તેને માટે અન્યાય જેવું કંઈ હાઈ શકે જ નહીં. અન્યાય-ન્યાયને વિચાર તો સામાન્યજનને માટે જ છે. મારા જેવા રાજેશ્વરને માટે નહીં. જનસમાજની કમાણી ઉપર રાજાને અધિકાર સાથી મહે છે, તેવી જ રીતે યશપ્રાપ્તિના સંબંધમાં પણ રાજા સૌથી વધારે હિસ્સે માગે તે તેમાં તે કંઈ અન્યાય કરતું નથી....
« પણ પિતાજી, યશ કંઈ એવી સ્થૂળ વસ્તુ નથી કે આપ બીજાઓ પાસેથી જેર–જુલમ વડે પણ પડાવી લઈ શકે. યશ તે એક ચિત્તભ્રમ થયેલા માણસનાજ જે હોય છે. ચિત્તભ્રમવાળાને જે કંઈ માનથી લાવે તે ઉલટે મારવા અને ગાળો આપવા દેડે છે, ત્યારે અપમાનથી જે કઈ બોલાવે છે તો તેના પ્રત્યે હસે છે. યશ-કીર્તિની પણ એવી જ સ્થિતિ છે. તેની પાછળ હાથ લાંબા કરી દેડનારા મૂખ મનુષ્ય તરફ તે કીર્તિ, પ્રસન્ન દ્રષ્ટિ કરવાને બદલે ઉલટું ઉપહાસ કરે છે એટલું જ નહીં પણ કવચિત્ તિરસ્કાર પણ કરે છે. યશની ખાતર અન્યાય કરો એ તે હાથે કરીને નર્કનાં દ્વાર ઉઘાડવા જેવું છે.”
તો પછી તારી શું સલાહ છે?” રાજાએ કિંચિત્ માત્ર સ્નેહભીના સ્વરે પૂછ્યું.
ત્યાગ અને આત્મભેગ સિવાય યથાર્થ યશ પ્રાપ્ત કર એ અસંભવિત છે. તમે મહાન રાજકુમાર મહાવીરની યશોગાથા તે સાંભળી હશે! આજે સહસ્ત્ર બબ્બે લાખ નર-નારીઓ શ્રી મહાવીરની ભાવથી પૂજા અને સ્તુતિ કરી રહ્યાં છે તે શા માટે? તેણે કોઈ સામંત રાજને હરાવી તેની રાજગાદી પડાવી લીધી નહોતી, તેણે કઈ રૂપવતી દેવકન્યાનેં પ્રાપ્ત કરવા અનર્થ સેવ્યું નહોતું. સર્વસ્વ ત્યાગ અને ભૂત માત્ર પ્રત્યે મૈત્રીભાવ એ સિવાય યશપ્રાપ્તિ કે આત્મકલ્યાણનો અન્ય કેઇ માર્ગ નથી.” રાજકન્યાએ ટુંકમાંજ સિદ્ધાંત માત્રનું રહસ્ય પ્રકટ કર્યું.
તને પણ કઈ ધૂર્તે ઠગી લીધી હોય એમ જણાય છે, પૂર્વ સાધુઓના પરિચયનું જ એ પરિણામ છે. તારા જેવી અપકવ વયની બાલિકાના મગજમાં એવા અંધ સંસ્કારે ઠસાવવા એ બહુ દુષ્કર નથી. હેટી થશે અને રાજપ્રપંચમાં કંઈક રસ લેતી થશે એટલે એ અંધકારની નિઃસારતા સમજાશે.”
વાશુલદત્તા પિતાના એ વાકયે સાંભળી સહેજ ચમકી, તેના મુખ ઉપર એક પ્રકારની પ્લાન છાયા ફરી વળી, અને કાંઈ પણ બોલ્યા વિના તે પોતાના શયનગૃહ તરફ ચાલી ગઈ.