________________
૨૮
સ્ત્રીસુખ દર્પણ-શ્રાવિકા.
સ્ત્રીઓ આ મહાપારિણી માતાને દેખી હૃદયમાં આનંદ પામતી તેની પાસે આવી, અને કુળદેવીની જેમ તેણીના ચરણમાં નમન કરી તેઓ તેણીની આસપાસ વીંટળાઇને ઉભી રહી. ભકિતમૈયાએ આજે જે જોએલ હતો તેનું દુ:ખ તેના હૃદયમાં તાજું જ હતું. વળી આ પ્રસંગે ત્યાં રમતાં નાનાં, ગદાં અને મુડદાલ બાળકે પણ માતા પાસેથી પ્રસાદી મેળવવા ટેળામાં ઘુમી રહ્યાં હતાં, તેથી પ્રાસંગીક બેધ આપવાને દુરસ્ત ધારી બોલ્યાં. બહેન, તમે ગૃહિણી–દેવીઓ છો. અરે જગતની માતા છે અને તેથી માતાના કર્તવ્ય ધર્મનો અભ્યાસ તમારે કરવું જરૂર છે. તમારી તમારા બાળકો તરફ શી ફરજ છે, તે તમારે પ્રથમ જાણવાનું છે. બાળકના જે પિતા છે તે બાળકની બુદ્ધિનો જનક છે, પણ માતા તેના હૃદયને વિકસાવનારી અને પિષનારી દેવી છે. પ્રેમાળ હૃદયવાળી, સહનશીલ પ્રકૃતિવાળી અને પતિની હાયિકા બની આખા ગૃહરાજ્યનો ભાર તાણનારી છતાં નમ્ર, વિવિકી અને મર્યાદશીલ એવી ગૃહરાણી માતાજ છે. દેશની બાળ પ્રજાને ભવિષ્યની સદ્ગુણી, તંદુરસ્ત અને ઉદયવતી પ્રજા બનાવવી, એ પણ તમારું કત્તવ્ય છે. સંતાનોના કાચ ઉપર તેમની માતાના ચરિત્ર તેમજ શિક્ષણની છાપ પડી આવે છે. મહાપુરૂના જીવન ઉપર તેમની માતાના ખોળાની અને દૂધની અસર વિશેષ થયેલી જણાય છે. એ વાત નિત્ય મરણમાં રાખવા જેવી છે.
ભકિતમૈયાનો ઉપદેશ ચાલતો હતો ત્યાં નજીકના બંગલામાંથી એક શ્રીમંતના છોકરાને બાબાગાડીમાં બેસારીને ફેરવા લઈ જવાને તેની માતા આજ્ઞા કરી રહી હતી તે તરફ સૈની દૃષ્ટિ ગઈ.શેઠાણીએ પણ સ્ત્રીઓના ટોળા વચે ભક્તિમૈયાને જોયાં અને તેથી તુ ત્યાં આવી તેમને નમન કરી ઉભી રહી અને પૂછ્યું “ માતા, જુઓને, આ મારા બાળક તંદુરસ્ત રહેતો નથી, હું હમેશાં ઘણાં ઉપાયે કરૂં છું. છતાં તે બાળકની શારીરિક સ્થિતિ સુધરતી નથી, તે ખોરાક લઈ શકતો નથી, સારી રીતે હરીફરી શકતો નથી અને સુખે નિદ્રા પણ લેતા નથી. હું તો તેની માવજત - કરી કરીને કંટાળી ગઈ છું. હવે મારે શું કરવું ? ” તે ગભરાએલી યુવતિના આવા વચનો સાંભળી ભક્તિમયાએ બધી માતાઓને ઉદ્દેશીને કહ્યું, “ પ્રિય બહેનો, આ