________________
૨૦
સ્ત્રીસુખ દર્પણ-શ્રાવિકા. પણ હજી એવા પાખંડીયે આ જગતમાં પડ્યા છે કે જેઓ આપનાકરતાં કૌશાંબી નગરીના અધિપતિ રાજા ઉદયનને વધારે ગેરવમય અને યશસ્વી લેખતા હોય.”
નિરાશાની શ્યામ રેખા રાજા પ્રોતના તેજસ્વી મુખ ઉપરથી પસાર થઈ ગઈ. તેની આંખમાંથી આગની ચીણુગારીઓ નીકળવા લાગી. સ્વચ્છ આકાશમાં એકાએક જેવી રીતે વાદળ ચઢી આવે તેવી રીતે રાજાની શ્યામ ભ્રમરે દીપ્તિમય મુખ ઉપર વક્રભાવે ચઢી આવી! વિદૂષક આવી ઉગ્ર મૂર્તિ નિહાળી પાછે પગલે થોડે દૂર ખસી ગયો.
રાજાએ પથ્થરના જેવા કઠિન અને મેઘના જેવા ભીષણ સ્વરે બૂમ પાડી“સેનાપતિ !”
સેનાપતિ પ્રણામ કરીને સામે ઉભો રહ્યો.
સૈન્યની તૈયારી કરે, કૈશાંબી ઉપર વિના વિલંબે હલે લઈ જાઓ.” સેનાપતિએ અતિ વિનિત સ્વરે કહ્યું -“જેવી દેવાની ઈચ્છા.”
સૈન્ય-સમુદ્ર ખળભળી ઉઠ, અશ્વશાળા, હસ્તિશાળા તથા શસશાળામાં અને, હસ્તિઓને તથા શસ્ત્રાને ખળભળાટ થવા લાગ્યા. સમસ્ત રાજધાનીમાં યુદ્ધની સામગ્રી તૈયાર થવા લાગી. મંત્રીએ એકવાર રાજાને કહ્યું કે – “આપણી તૈયારીઓ અપાર છે એ વાતમાં તે શક નથી, પણ કેશાબીને રાજા જે મંત્રશક્તિ ધરાવે છે, તેની સામે આપણે કેવી રીતે થઈ શકીશું? કહે છે કે કૈલાંબી નરેશના માત્ર દષ્ટિપાતથી શત્રુનું સૈન્ય સ્તબ્ધ થઈ જાય છે, હાથમાંથી તીર-કામઠા નીચે પડી જાય છે!” ત્યારબાદ રાજા અને મંત્રી વચ્ચે ઘણીવાર ખાનગીમાં મસલત ચાલી.
(૨)
ચંપકપુષ્પના જેવી મનહર વર્ણવાળી, પ્રાત:કાળના આકાશ જેવી રક્તવણી એક કન્યા રાજા પ્રોતને હતી. તે ઈંદ્રકન્યા જેવી સુંદર હતી, એટલું જ નહીં પરંતુ બુદ્ધિમતી પણ હતી. તે રાજકુમારીની દ્રષ્ટિમાં એક બાળકના જેવું માધુર્ય, એઇમાં નિર્મળ પ્રીતિનું ઝરણુ તથા લલાટમાં અરૂણનું તેજ વિરાજતું હતું. તેનું નામ વાશુલદત્તા હતું. - રાજા પ્રત ઉદાસિનપણે પોતાના આવાસમાં બેઠો હતો. વાસુલદત્તાએ ત્યાં બાળકના જેવી ચપળતાથી દેડી આવી પિતાજીના સંતપ્ત લલાટ ઉપર કમળ અંગુલી ફેરવતાં પૂછયું કે-“થયું છે પિતાજી!”
“એ દુઃખની કથા સાંભળવા એગ્ય નથી. કહે છે કે કૌશાંબી રાજા ઉદયન મારા કરતાં પણ યશસ્વીપણુમાં વધી ગયું છે.”