________________
૧૮
સ્ત્રીસુખ દર્પણ શ્રાવિકા.
9 વરકન્યા વાશુલદત્તા હે
(લે- સુશીલ–શિવસદન-મઢડા.)
અવનિનગરીના રાજા પ્રત રાજસભાની મધ્યમાં સ્વર્ણરચિત સિંહાસન ઉપર વિરાજ્યા હતા. દેશદેશાંતરમાંથી આવેલા કવિઓ અને ગાયકે પોત પોતાનું યશોગાન સમાપ્ત કરી મહારાજાની આજ્ઞા સાંભળવાની ઉત્સુકતાથી રાહ જોતા હતા. રાજા પ્રતે પોતાના વયેવૃદ્ધ મંત્રી તરફ દષ્ટિપાત કરી કહ્યું કે-“મંત્રી મહાશય, આ ભૂતળ ઉપર અવન્તિરાજથી વિશેષ કઈને યશ વિસ્તર્યો હોય એમ તમને લાગે છે?”
કહેવાની જરૂર નથી કે રાજા પ્રત બહુ અભિમાની તથા સાહસિક હતે. તેણે જે કે પોતાનાં બાહુબળથી કેટલાક પ્રાંતે તાબે કર્યા હતા, તો પણ તેના રાજ્યમાં બુદ્ધિમાન અને નીડર સલાહકારેને બહુજ અભાવ રહ્યા કરતું હતું. રાજાને અપ્રિય પણ હિતકારી થાય તેવું વેણ ઉચ્ચારવાની ભાગ્યે જ કોઈ હીમત કરી શકતું. તેમની આ આત્મપ્રસંશાપ્રિય પ્રકૃતિથી રાજમંડળ પણ તેવું જ એકત્ર થયું હતું. અને તે માટે સમજુ વર્ગ તેના રાજ્ય પરિજનનું વર્ણન કરતાં કહેતા કે—
ગજેલ કવાલી. તુરત ફાવ્યા રમી તાળ, કપટ બાજી ખુશામતિયા; ન ફાવે વેચતાં બાજી, બન્યા કાજી ખુશામતિયા. રૂપાળાં રાજ્યગૃહમાંહિ, રમે છે રોજ આનંદે; છતાં બહંસને રૂપે, રસ્સા રાજી ખુશામતિયા. વળે જ્યાં રાજની રચના, પળે એ મારગે પહેલા; ગણે ના પાપ કે પુણ્યો, કહે હા જી ખુશામતિયા. સદા નિજ સ્વાર્થ સાધે, અંહિત કરી અન્યનાં અધિકાં; ન કરવાનાં કરી કામો, બન્યા ખાજી ખુશામતિયા. અધર્મો આચરે નૃપતિ, છતાં કહે ધર્મરાજા છો;
નહી દુનિયા તો ડરથી, રહે લાજી ખુશામતિયા. જ એક પ્રાચિન આખ્યાયિકા અવલંબને.