________________
સ્ત્રીસુખ દર્પણ-શ્રાવિકા તેજ તેનું ખરું દાંપત્ય ગણાય છે. હું એવા દાંપત્યથી આપની સાથે જોડાવા ઈચ્છું છું. આપની પત્ની થઈને યાજજીવિત બ્રહ્મચર્યધારિણી થવાથી મારા આત્માનો સત્વર ઉદ્ધાર થશે, અને હું આખરે પરમ કલ્યાણનું પાત્ર બની શકીશ.
સતી સુકન્યાની આવી દઢતા જાણે મહાત્મા ચ્યવનમુનિ અત્યંત આનંદ પામ્યા અને તેમણે તે રમણીય રાજબાળાને પોતાની પવિત્ર અર્ધાગના બનાવી.
મહારાજા શર્યાતિ પોતાની પ્રિય પુત્રી સુકન્યાને તે અંધ વૃદ્ધ મુનિની સેવા કરવા માટે સમર્પિત કરી કૃતાર્થ થયે. અને સકળ પરિવાર સાથે મહામારીના મહાવ્યાધિથી મુક્ત થયો. જો કે તેની રાણી વૃદ્ધ અને તાપસ પતિની સાથે પોતાની લાડકવાઈ પુત્રીને સંબંધ જોડતાં નાખુશ હતી, તથાપિ સાથ્વી સુકન્યાની મહાન દઢતાએ આખરે તેને સંતેષ ધારિણી બનાવી.
રાજમહેલમાં રમનારી એક રાજબાળાને વનવાસની કઠોરતાને કટુ સ્વાદ લેવા એકલી છોડી દઈ, રાજા શર્યાતિ પરિવાર સાથે પોતાની રાજધાનીમાં ચાલ્યો ગયે. અને સાથ્વી સુકન્યા વનવાસિની થઈ, પોતાના વૃદ્ધ પતિની સેવામાં તલ્લીનતા દાખવતી તે પવિત્ર આશ્રમમાં રહેવા લાગી. - પ્રિય હે, સતી સુકન્યાના દષ્ટાંત ઉપરથી તમારે સતી ધર્મના અનેક શિક્ષણે મેળવવાનાં છે. તે ભવ્યભામિની સર્વ રાજવૈભવને ભુલી ગઈ હતી. યુવાવસ્થાના વિકારો અને વિચારની સામે તેણીએ મનના દ્વાર બંધ કરી દીધાં હતાં અને સર્વ પ્રકારના ઉચ્ચ વિચારે અને ભાવનાઓ ગ્રહણ કરવાને માટે મનના દ્વાર ખુદ્ધાં રાખ્યાં હતાં. આથી તેણીના અંતરમાંની કેટલીએક સૂકમ શક્તિઓ કામ કરવા લાગી.
એક સમયે સૂર્યના પુત્ર અશ્વિની કુમાર કીડા કરતાં અવનમુનિના આશ્રમમાં આવી ચડયા. તેમણે અનુપમ સંદર્યવતી સુકન્યાને સ્નાન કરતી જોઈ તેથી મેહ ઉત્પન્ન થયે. વૃદ્ધ પતિના આશ્રમમાં રહેલી આ યુવતિ પોતાના યુવાવસ્થાના સંદર્ય તરફ આકર્ષાશે એવું ધારી તે કુમારેએ તેણીને તેને વૃત્તાંત પૂ. સુકન્યાએ પિતાનો સત્ય વૃત્તાંત જણાવ્યું. તે સાંભળી અશ્વિની કુમારેએ તેને પિતાના પારમાં પડવાને લલચાવી, પણ તે દઢત્રતા સાધ્વી પોતાના ધર્મથી ચલિત થઈ નહિ. અને તે દુરાચારી દેવતાઓને શાપ આપવાને તૈયાર થઈ ગઈ. સુકન્યાના પતિવ્રત્યની દઢતા જોઈ તે દેવતાઓ અંતરમાં પ્રસન્ન થયા અને તેને વરદાન માગવાનું કહ્યું. સાધ્વી સુકન્યાએ વરદાન તરફ લક્ષ આપ્યું નહીં, અને તરત જ તેણીએ એ વૃત્તાંત પિતાના વૃદ્ધ પતિને જણાવ્યું. મહાત્મા વન મુનિ પોતાની સતી સ્ત્રીની દઢ ધર્મ નીતિથી બહુ સંતુષ્ટ થયા. અને દેવતાઓના આગ્રહથી નજીકના સરોવરમાં સ્નાન કરવા ગયા, અને દેવ રચિત દિવ્ય ઔષધીવાળા જળમાં સ્નાન કરવાથી યુવાન અને સુંદર બની ગયા.