Book Title: Stree Sukh Darpan 1917 03 Pustak 01 Ank 01
Author(s): Manglabai Motilal, Fakirchand Premchand Raichan
Publisher: Anand Printing Press

View full book text
Previous | Next

Page 25
________________ વિરકન્યા-વાશુલદત્તા. ધરામાં ધાડપાડુના, કરાવે ભૂપને ધંધા; ભરે નિજના ઘરે ભાવે, સુખ સાધી ખુશામતિયા. અમાસે ચન્દ્ર ઉગ્યાનું, કહે ભૂપાલ જે ભાવે; અનુંમતિ આપવા માટે, ઉઠે ગાજી ખુશામતિયા. પણને કર્ણ કહીં બેલે, કહે ભડ નિત્ય ભીરને; વખાણે ભૂપના ખરને, કહી વાજી ખુશામતિયા. પ્રિતે નથુરામ પિયામાં, ઘુસે છે ઘૂસની પેઠે; * દિયે છે ડંખ ફૂકીને, પૂરા પાછ ખુશામતિયા. તે પ્રમાણે વૃદ્ધ મંત્રીએ રાજાના પ્રશ્નના ઉત્તરમાં કહ્યું કે:-“અવન્તિના મારાજા કરતાં કંઈપણ રાજા વિશેષ યશસ્વી હોય એમ અમારા જાણવામાં નથી. ” રાજકવિએ કહ્યું–શરદઋતુની પૂર્ણિમાનો પ્રકાશ જેવી રીતે નદી, જંગલે, પર્વત અને તળાવમાં એકસરખે દ્રવ્યા કરે છે તેવી જ રીતે આપને યશ:પ્રકાશ પણ દિદિગન્તમાં પરિધ્યાપ્ત થઈ રહ્યા છે.” એક સેનાપતિ બેલી ઉઠયા – મધ્યાન્તકાળનો સૂર્ય જેવી રીતે સમસ્ત આકાશને પ્રકાશિત કરતા જગતના અંધકારને ગ્રાસ કરી લે છે, તેવી રીતે આપને યશ:પ્રભાવ પણ મધ્યાન્વકાળના સૂર્યની પેઠે જ તપી રહ્યા છે.” એક સંગીતશાસ્ત્રીએ ઉમેર્યું કે-“વીણાના તારેને મધુર ઝણઝણુટ શ્રોતા એના હદયમાં મધુર અમૃતરસ રેડો અનંતતામાં જેવી રીતે મળી જાય છે અને સાંભળનારા રસિકને ઉન્મત્ત કરી મૂકે છે તેવી રીતે આપની કીર્તિને મધુર કંવની પણ વિશ્વને વિહિત કરી રહ્યા છે.” રાજાએ અંતે વિદૂષક પ્રતિ દષ્ટિપાત કર્યો અને પૂછયું કે-“કેમ, તમારે શું અભિપ્રાય છે?” વિદૂષકે દ્વિકર જોડી. અતિ નમ્રતાપૂર્વક કહ્યું કે:-“જે મને અભયદાન મળે, તે હું ઉત્તર આપવાને તૈયાર છું.” ખુશીથી બેલ, ત્યારે દેષ હશે તે પણ સંતવ્ય લેખવામાં આવશે. રાજાએ અક્ષયદાન આપ્યું, એટલે વિદૂષકે કહ્યું કે-“શરઋતુને ચંદ્ર ગમે તે ખીલ હોય કે મધ્યાહુને સૂર્ય ગમે તે તપે હય, તે પણ સૂર્ણ કાગડા-કૂતરા કેળાહળ કર્યા વગર રહેતા નથી તેવીજ રીતે મહારાજા, આપને કંઈક ક્રોધ ચડતું હોય તેમ જણાય છે. આપની ઉષ્યમૂર્તિ સામે મારાથી આગળ બોલવાનું સાહસ થઈ શકે તેમ નથી.” રાજાએ કહ્યું-“તારા સઘળા ગુન્હાએ માફ કરવામાં આવશે તે નિર્ભચ આગળ બોલ. વિદૂષક–“વિશેષ શું કહું? આપ આ ભૂતળના અદ્વિતીય સમ્રાટ છે, તો

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40