________________
શ્રીસુખ દર્પણ-શ્રાવિકા, એનું ખાસ ભૂષણ છે, આથી શરમને લીધે કંઈ બોલી શકતી નહિ. છતાં પ્રસગાયાતના કથન પરથી તેના અંતરના આનંદની છાયા બરાબર તરી આવતી હતી. કઈ વાર પાણી ભરવા જતાં તેની સમાન વયની સાહેલીઓ ટહુકા કરતી કે- અલી મણિ ! હવે તો મેના-પોપટની જેડ; પણ જોજે હા, મેના થઈને પાંજરામાં પૂરાઈ રહેતી નહિ.” આવા મર્મભેદી શબ્દ મણિ કશા જવાબ દેતી નહિ.
| (૨) મણિના લગ્ન થયાં અને તેને સાસરે મૂકવાનો વખત આવ્યે. ગંગાના હૃદયમાં એકી સાથે હર્ષ અને શાકની છાયા પ્રસરી રહી. એક બાજુ મણિને સુશિક્ષણ આપી, તેને ચગ્ય વર સાથે પરણાવી, પિતાનું કેન્તવ્ય બજાવીને તે ત્રણમુક્ત થઈ તેથી આનંદ પામી અને બીજી બાજુ પિતાની વ્હાલી પુત્રીનો વિગ પાસે આવવાથી તે કંઈક શોકાતુર થઈ ગઈ. ગમે તે કારણ હા, પરંતુ આવા આનંદદાયક પ્રસંગે પણ સાસરે જતી પુત્રી, પોતાના પ્રેમી માબાપના ભાવી વિયેગને લીધે બેહર્ષાશ્રુ કે શાકાશ્ર પાયા સિવાય તે રહેજ નહિં. એટલે મણિનું દિલ ભરાઈ આવ્યું તેના નેત્ર-કમળમાંથી ઉષ્ણ અશ્રુબિંદુ ગોરા ગાલ પર થઇને નીચે ઝરવા લાગ્યાં. આ વખતે પોતાના છેડા વતી તેનાં આંસુ લૂછતાં ગંગાએ તેને એક પ્રેમાલિંગન આપી કહ્યું કે—
— — — ——
-----
-
-----*
બેટા મણિ! તારે હવે એક અપરિચિત કુટુંબ સાથે રહીને વસવાનું છે.” દીકરીના માખાપ તેનો ગમે તે અપરાધ કે સ્વભાવ સહન કરી લે, પરંતુ સાસુ, નણંદ, દેરાણી કે જેઠાણી તેના તેવા સ્વભાવને સહન કરતી નથી, તેથી જે તે તેમના