________________
:
- - - - -
-
સ્ત્રીસુખ દર્પણ-શ્રાવિકા. મેળવીને તેનો ગેરઉપયોગ કરે છે. એટલે પિતે અભિમાનથી મદમત્ત બની પોતાના સાસુ-સસરા કે ઘરના અન્ય માણસને તુચ્છ ગણી હાડે છે, તેમની સાથે મીઠાશ અને નમ્રતાથી વર્તવાનું તે ભૂલી જાય છે. આવા અમર્યાદિત વર્તનનું પરિણામ એ આવે છે કે, તેના પતિને પિતાના માબાપથી અલગ રહેવાને વખત આવે છે; અને વૃદ્ધ માબાપની સેવાને બદલે તે ઉલટ તેમને સંતાપ ઉપજાવે છે. બેટા! તારે આ બાબતને બહુજ વિચાર કરીને વર્તવાનું છે. વૃદ્ધ સાસુ સસરાની સેવાને સતત્ લાભ કેમ મળે ”—એ ભાવના તારા અંતરમાં સદા જાગ્રત રાખજે. બેટા ! તું પોતે શાણી અને સમજુ છો, એટલે તેને વધારે કહેવાનું શું હોય ? કેટલાક વ્યવહારમાર્ગથી તું હજી બિલકુલ અજ્ઞાત છે. એટલે તે સંબંધમાં અત્યારે તને કંઈ હિતશિક્ષા આપવી ઉપયોગી નહિ થાય. તે સંબંધમાં અન્ય પ્રસંગે હું તને સમજણ આપીશ. સ્નેહના પડ નીચે કુદરતે જાણે શોકને ગોઠવી રાખ્યું હોય તેવો અનુભવ થાય છે. “મણિ, બેટા! શાંત થા, અત્યારે ખેદ કરવાનો પ્રસંગ નથી.” એમ કહીને ગંગાએ પુન: મણિના આંસુ લઈને એક સ્નેહાલિંગન આપ્યું. આ વખતે મણિનું હૃદય ભરાઈ આવ્યું. જો કે તેનાથી સ્પષ્ટ બોલી શકાય તેમ હેતું, તથાપિ તેણે ગદ્દગદગિરાથી કહ્યું કે– હાલી સ્નેહમૂત્તિ માતા! તમારા અગણિત ઉપકારામાંના એક ઉપકારને યત્કિંચિત્ બદલે પણ મારાથી વળી શક્યો નથી. આપની સેવા સાચવવી તે દૂર રહે, પણ ઘણીવાર આપને સંતાપ ઉપજાવ્યા હશે. એ મારા અયોગ્ય વર્તનને આપ સદાને માટે ક્ષમા કરો. અહા! હવે હું બા કહીને તેની પાસે લાડ કરીશ?” એટલું બોલતાં
મણિ તરત ગંગાના ચરણમાં આળોટવા જતી હતી, તેવામાં ગંગાએ તેને હાથ પ• કરી લીધું. છેવટે શુભાશિષ આપીને તેણે મણિને સાસરે વિદાય કરી, કે નેહમય દેખાવ ?
આ ટુંકી વાત સમાપ્ત થતાં આપણે સમજી શકીશું કે “મણિને ઘર–સંસાર એક સ્વર્ગના નમુનારૂપ બન્યું હશે. કેળવણી અને સદગુણના શિક્ષણથી જ તેણે પોતાના સુખી સંસારને એક દષ્ટાંતરૂપ બનાવ્યું હશે.” ખરેખર ! એ આપણું ક૯૫ના સત્ય છે. તે પોતાના ઉભય કુળ અને ઉભયલોકને અજવાળવા ભાગ્યશાળી થઈ હતી.
સવિદ્યા અને સદગુણના સુશિક્ષણથી શું શું સાધ્ય સાધી ન શકાય?
બહેન! તમારાં બાળકેને ખોટી કહાણીઓ, અને ભૂત, ડાકણ, ચુડેલની મૂર્ખાઇભરેલી વાતથી તદ્દન નિરાળાં રાખજે. વાત વાતમાં અજ્ઞાન સ્ત્રીઓ પોતાનાં નાનાં બચ્ચાંને “એબા આવ્યો” એવી કેટલીક બાટી બીક લગાડે છે, તેથી તે બધાં મોટપણે બીકણું, હેમી, અને ઉંધા વિચારના થાય છે. માટે બાળવયથી બચ્ચાંને સત્ય અને નીતિનો ઉપદેશ આપી, પ્રમાણિક બનાવવા પ્રયત્ન કરજો.