Book Title: Stree Sukh Darpan 1917 03 Pustak 01 Ank 01
Author(s): Manglabai Motilal, Fakirchand Premchand Raichan
Publisher: Anand Printing Press

View full book text
Previous | Next

Page 19
________________ સતી સુકન્યા. 13 મતા સુકન્યા (લે—ગં. સ્વ. ઝબકબહેન વ્રજપાળ.) - સતી સુકન્યા પિતાના પ્રખ્યાતપિતા શર્યાતિ રાજાના પરિવાર સાથે માનસરોવરના તટ ઉપર આવેલા એક રમણિય ઉદ્યાનમાં આવી છે. તે રાજબાળા સખીઓની સાથે ઉદ્યાનની શોભા અવલેકતી અવલતી મહાત્મા ચ્યવનમુનિના આશ્રમ પાસે આવી ચઢી. તેણીની દષ્ટિ એક રાફડા ઉપર પડતાં, રાફડાના બે છિદ્રમાં કાંઈ તેજસ્વી પદાઈને ભાસ થયો. તરત જ તે શું છે, એમ જાણવાને જીજ્ઞાસા થવાથી, તે અજ્ઞાત રાજબાળાએ તેછિદ્રોમાં કાંટે ભેંક. છિદ્રોમાંથી અકસ્માતું રૂધિરની ધારા ચાલવા લાગી, તે જોઈ મુગ્ધ બાળા ચમકી ગઈ અને સખીઓ સાથે સશકહુદયા બની ગઈ. સમાધિસ્થ મહાત્મા ચ્યવનમુનિના બે નેત્રો કુટી જવાથી તેમને તીવ્ર વેદના થઈ આવી. મહાત્માને સમાધિના ભંગને લઈને તેમજ તે વેદનાને લઈને આધ્યાન થઈ આવ્યું, તેથી મનુપુત્ર શર્યાતિરાજાના સર્વ પરિવારમાં તેમના શ્રાપથી મહામારીને વ્યાધિ પ્રગટ થઈ આવ્યું. - શર્યાતિરાજાને આ સર્વ હકીકતની ખબર પડવાથી રાફડાપરની માટી દૂર કરાવી તે તેમાંથી અંધ થયેલા મહાત્મા ચ્યવનમુનિ પ્રગટ થઈ બાહર નીકળી ભૂમિ ઉપર પડ્યા. ષિને વ્યથા કરવામાં કારણભૂત પતે છે તેમ જાણે સતી સુકન્યાને બહુ પશ્ચાતાપ થવા લાગે અને પિતાના અસાધારણ અપરાધની ક્ષમા માગવા તેમની ધર્મપત્ની થઈ પરિચય કરવાની પ્રાર્થના કરવા તે મહાત્માના ચરણમાં પડી. મહાત્મા ચ્યવન મુનિના ચરણસ્પર્શ કરતાં રાજકન્યાએ કંપિત હદયે જણાવ્યું, “ભગવન, આપના તેજસ્વી જીવનને અંધકારમાં નાંખવાનું મહાન ઘેર પાપ કરનારી આ મુગ્ધ કન્યા આત્માણ કરી તે ઘેર અપરાધમાંથી મુક્ત થવા ઈચછે છે, હું આપને શરણે આવી છું, મને આપના અધગની અધિકારિણું બનાવો અને મારા સાપરાધી જીવનને નિરપરાધી કરે. મહાત્મા ચ્યવનમુનિ યોગનિષ્ઠ અને અનિવદ્ય આત્મિક સુખના અભિલાષી હતા, તથાપિ અકસ્માત્ પ્રાપ્ત થયેલ અંધત્વને લઈને પોતાના ઉત્તર જીવનના સ્વાયા

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40