________________
૧૦
જૈન વિવિધ સાહિત્યશાસ્ત્રમાલાના પુસ્તકમાંથી ગુર્જરદેશાન્તર્ગત રાજધન્યપુરવાસ્તવ્ય શ્રેષ્ઠિત્રિકમચંદ્રના પુત્ર કલિકાતા વિશ્વવિદ્યાલયમાં સંસ્કૃત-પ્રાકૃત અધ્યાપકપરીક્ષક ન્યાય-વ્યાકરણતીર્થની પદવીને પામેલા પંડિત હરગોવિંદદાસ દ્વારા સંસ્કૃત છાયા કરવામાં આવી છે તે આ નવીનસંસ્કરણમાં સંસ્કૃતછાયાનુવાદ તરીકે આપવામાં આવેલ છે.
ભાવધર્મના પ્રભાવ પર પ્રકાશ પાથરતું ધર્મદેવ-કૂમપુત્રનું ચરિત્ર તથા થર્મદેવ-fપુત્રવરિત્ર ભાવથ a મલ્શિ આ બંને ગુજરાતી અને હિંદી ભાવાનુવાદ કાવ્યસાહિત્ય વિદ્વાન પંડિત અમૃતભાઈ પટેલે નવા તૈયાર કરી આપેલ છે, તે આમાં લીધેલ છે.
Kummaputta-Chariam અંગ્રેજી અનુવાદ પ્રો. કે. વી. અત્યંકરના પુસ્તકમાંથી લીધેલ છે.
આ રીતે આ નવીસંસ્કરણ પ્રાકૃતચારિત્ર, સંસ્કૃતછાયાનુવાદ, ગુજરાતી, હિંદી અને અંગ્રેજી ભાવાનુવાદ આ પાંચ ભાષાઓથી સમૃદ્ધ થઈને અને પરિશિષ્ટોથી વધુ સુશોભિત બની અમારી સંસ્થા દ્વારા પ્રકાશિત થઈ રહેલ છે તે અમારા માટે અતિ આનંદનો વિષય છે.
આ નવીસંસ્કરણનું સંપાદન કાર્ય પરમપૂજય, પરમારાથ્યપાદ શ્રીમદ્વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પરમપૂજય અધ્યાત્મયોગી પંન્યાસપ્રવર શ્રીભદ્રંકરવિજયજી મહારાજાના શિષ્યરત્ન હાલારના હીરલા પરમપૂજય આચાર્યભગવંત શ્રી કુંદકુંદસૂરીશ્વરજીમહારાજાના શિષ્યરત્ન પરમપૂજય પંન્યાસપ્રવર શ્રીવજસેનવિજયજીમહારાજસાહેબની પ્રેરણાથી પરમપૂજ્ય, વ્યાખ્યાનવાચસ્પતિ શ્રીમદ્વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના સામ્રાજ્યવર્તી તથા પરમપૂજય સરળસ્વભાવી પ્રવર્તિની સાધ્વી શ્રીરોહિતાશ્રીજીમહારાજના શિષ્યરત્ના સાધ્વી ચંદનબાલાશ્રીજીમહારાજે કરેલ છે.
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org