Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934 Author(s): Ashoksagarsuri Publisher: Siddhachakra Masik Punarmudran Samiti View full book textPage 9
________________ જેવું છે તેમાંથી ઘણું ઘણું મળી રહે તેમ છે. લગભગ ૬૮ વર્ષો પૂર્વે થયેલા આ પાક્ષિકમાં ઘણો જ ઘણો શોર શખસી વાયુનો છે. તેથી જ સર્વસ્થાનોએથી તેના પુનર્મુદ્રણની જોરદાર માંગ ઉઠી છે. અલભ્ય બનેલા આ અંકોને પુનર્મુદ્રિત કરીને આ સિદ્ધચક્રમાં આવતા તમામ લેખોનું તથા ગુરુ મહારાજ શ્રી દ્વારા લખાયેલા પ્રશ્નો અને ઉત્તરો નું અત્યન્ત વ્યવસ્થિત પણે સંચય કરવાનું કપરૂ કામ પૂજ્યપાદ આચાર્યદેવશ્રી ચંદ્રસાગર સૂરિજી મ.શ્રી. એ કર્યું હતું એટલું જ નહીં પરંતુ પ્રત્યેક પખવાડીયે સમયસર આ પાક્ષિક દરેક ને મળે અને તેને વાંચવાનો. વાંચનારા જીવોનો રસ જળવાઈ રહે તેવો અપૂર્વપ્રયત્ન પૂ. ચંદ્રસાગર સૂરિજી મ.શ્રી એ કરેલ છે. વ્યવસ્થિત લખાણ હોવાથી જ અત્યારે તેની બહુ માંગ શરૂ થઈ છે. સંઘ સમક્ષ પ્રગટ કરવાની અતિશય આવશ્યકતા હતી જ. તેવા સમયે પૂ. આચાર્ય દેવ શ્રી અશોકસાગરસૂરીશ્વરજી મહારાજ શ્રી એ આ તમામ અંકોને પુનઃ પ્રકાશિત કરીને અઢાર મોટા ગ્રંથો દ્વારા પુસ્તકાકારે પ્રગટ કરવાનો જે મહાભગીરથ પ્રયાસ કર્યો છે તે ઘણો જ પ્રશંસનીય અને આવકારદાયક છે. તથા સમ્યજ્ઞાનના પ્રસારણનું પ્રધાનતમ કારણ બનશે. એમાં કોઈ શંકા નથી. પ્રશ્નોત્તરોની સાથે સાથે પૂજ્યપાદ સાગરજી મહારાજશ્રીની અમોઘદેશના નું સુંદર સંકલન છે. આટલા મહાન શાસ્ત્રાર્થના જ્ઞાતાના એક એક બોલ અમૃતના પાન તુલ્ય છે. જેટલી આ વાણી વધારે પીવાય તેટલું વધારે વહેલું કલ્યાણ થાય તેવું આ સમ્યજ્ઞાન છે સમ્યજ્ઞાન દ્વારા વિવેક બુદ્ધિ વધે છે. વિવેક બુદ્ધિ આવવાથી હેય ઉપાદેયનું જ્ઞાન અને ગ્રહણ પણે આચરણ થાય છે. જેને સમ્યક્રચારિત્ર' કહેવાય છે. જેમ જેમ સાચી વાત સમજાતી જાય છે. અને તેના સંબંધી બધી જ શંકાઓનું નિરસન થાય છે. તેમ તેમ તેના પ્રત્યે પરમરૂચિ અને પરમપ્રીતિ પ્રગટે છે. જેને સમ્યગ્દર્શન” કહેવાય છે. અને સમ્યજ્ઞાન તથા સમ્યગ્દર્શન પૂર્વકનું આચરણ જીવને શીબ મુક્તિપદ પ્રદાયક બને છે. તેથી આ પાક્ષિકનું વારંવાર વાંચન-મનન અને શ્રવણ એ મુક્તિપ્રાપ્તિનું પરમપ્રધાનતમ કારણ વિશેષ છે. અંતે આવું સાહિત્ય સર્જવા બદલ અને પુનર્મુદ્રિત કરીને સંઘના કરકમળમાં સમર્પણ કરવા બદલ ઉપરોક્ત સર્વે આચાર્ય ભગવંતોનો જેટલો ઉપકાર માનીએ તેટલો ઓછો જ છે. આવા ગ્રંથોનું મનન કરીને સર્વ આત્માઓ કલ્યાણ પામો, એજ આશા લિ. ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા ૭૦૨, રામસા ટાવર, ગંગા-જમના એપાર્ટમેન્ટ પાસે, અડાજણ પાટીયા, સુરત, પી.નં. નં. ૩૮પ00૮૮ ફોન . (૦૨૬૧) ૬૮૮૯૪૩ મ રીલર રિ ગ્રંથ સંગ્રહPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 726