Book Title: Siddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti

View full book text
Previous | Next

Page 8
________________ મહાત્માઓની મીટીંગમાં અને જૈનશાસનના હિતને ધ્યાનમાં રાખીને કરાતાં અનેક મુનિસંમેલનોમાં આ મહાત્માનું પ્રભુત્વ અને અધિપતિત્વ અખંડિત રહેતું. લગભગ તમામ વ્યક્તિઓ તેઓ તરફથી મળતા ઉત્તરની બહુમાનપૂર્વક અપેક્ષા રાખતા. શ્રી “સિદ્ધચક્ર” પાક્ષિક એ આગમો અને શાસ્ત્રોના અગાધ જ્ઞાનનો વ્યવસ્થિત સુંદર પ્રચાર કરનારૂ જ એક પેપર છે. આગમગ્રંથો ભણવાના અધિકારી જીવોને વિના પ્રયાસે આગમોનાં અમૂલ્ય રત્નો આમાંથી મળી શકે તેમ છે. આપણું આયુષ્ય થોડુ છે. બુદ્ધિ પણ થોડી છે. શાસ્ત્રો ઘણાં છે. બધા જ શાસ્ત્રો વાંચી શકાય અને ભણી શકાય એ શક્ય જ નથી. તેથી બધાં જ શાસ્ત્રો વાંચી ભણી શકાય તેમ ન હોવાથી જેઓએ વાંચ્યાં છે અને જેઓ એ બધાં શાસ્ત્રો ભણીને વિશાળ અનુભવ મેળવ્યો છે. તેઓનું વચન માખણની જેવુ હોવાથી તેને જ વારંવાર વાગોળવું. સાંભળવું અને આવા પાક્ષિકો દ્વારા વાંચવું એ જ સંસાર તરવાનો પરમોત્તમ ઉપાય છે પૂજ્યપાદ ન્યાયાચાર્ય ન્યાયવિશારદ એવા શ્રી ઉપાધ્યાય યશોવિજયજી મહારાજશ્રી એ આઠ દ્રષ્ટિની સજઝાયમાં કહ્યું છે કે - ‘‘શાસ્ત્ર ઘણાં મતિ થોડલી, મંન. શિષ્ટ કહે તે પ્રમાણ, મન, - સુયશ લહે એ ભાવથી, મન ન કરે જુઠ ડફાણ, મન, ઢાળ બીજી ગાથા //પી. | સાગરજી મહારાજ એ ખરેખર જ્ઞાનના સાગર જ હતા. તેઓશ્રી એ આપેલા એકેક ઉત્તરો એટલા બધા ટંકશાળી છે કે જેમાં કોઈ પણ જાતનો વિરોધ કયાંય પણ દેખાતો નથી. તેઓ જયારે વિચરતા હતા ત્યારે કેટલાક ઝંઝાવાતો પણ હતા. તેની સામે નિડરતા અને સાહસિક શક્તિ’નું ધ્યાન કરાવે છે. (૧) સ્પૃશ્ય - અસ્પૃશ્યતાનો વિવાદ. (૨) અસ્પૃશ્યને દીક્ષા અપાય કે નહી ! (૩) બાળ દીક્ષા નો વિવાદ, બાલ્યવય વાળાને દીક્ષા અપાય કે નહી ! (૪) જન્માષ્ટમ અને ગર્ભાસ્ટમ નો વિવાદ (૫) પુષ્પોથી પૂજા કરવામાં હિંસા છે તો થાય કે નહીં ! | (૬) એકલા નિશ્ચયનયના આલંબનવાળા પક્ષોનો વિવાદ. | (૭) નવા નવા શરૂ થયેલા આશ્રમોમાંથી આવતા મારક પ્રશ્નો. ' આવા અનેકવિધ વિવાદના પ્રશ્નોના પણ સુંદર ઉત્તરો આ પાક્ષિક માં વણાયેલા છે. જેને હૈયુ ચોખ્ખું કરવું છે. નિઃસંદેહ થવું છે. મનમાં મુંઝવતા પ્રશ્નોનો જો નિકાલ જ કરવો છે. અતિશય સૂક્ષ્મ એવું શાસ્ત્રીય જ્ઞાન જો મેળવવું જ છે. અનુભવી મહાત્માઓ પાસેથી જો કંઈ પણ રત્નભૂત વસ્તુ પ્રાપ્ત કરવી જ હોય તો આ સિદ્ધચક્ર પાક્ષિક અવશ્ય વારંવાર વાંચવા જેવું છે વારંવાર વિચારવા

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 726