Book Title: Shrutsagar Ank 2013 02 025 Author(s): Mukeshbhai N Shah and Others Publisher: Acharya Kailassagarsuri Gyanmandir Koba View full book textPage 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પંચ તીર્થકર સ્તવન - સંપા. હિરેન દોશી સ્તવન ભક્તિના અઘરા માર્ગને સરળ અને સુગમ કરી આપે છે. શબ્દોના બીબામાં ભારોભાર ભાવ પૂરી આપે એ સ્તવન. ભાવ સભર અઢળક રચનાઓથી મધ્યકાલીન જૈન સાહિત્ય સમૃદ્ધ છે. આવી જ એક કૃતિ પ્રસ્તુત છે : કોરંટગચ્છીય આચાર્ય સર્વદેવસૂરિના શિષ્ય આ. નન્નસૂરિ કૃત પંચ તીર્થકર સ્તવન. પ્રસ્તુત સ્તવનમાં કવિએ પાંચ તીર્થકરોના સ્તવનોની રચના કરી છે. પ્રથમ તીર્થકર શ્રી આદિનાથ. શ્રી શાંતિનાથ, શ્રી નેમિનાથ, શ્રી પાર્શ્વનાથ, અને શ્રી મહાવીરસ્વામીના ગુણ-વર્ણનોથી સભર આખી કૃતિ ર૯ કડી પ્રમાણ છે. કૃતિની રચનામાં પ્રાયઃ પરંપરાગત નિરુપણાને જ પ્રાધાન્ય અપાયેલ છે. કૃતિમાં રૂપક, પ્રભાવ વર્ણન, તેમજ તીર્થકર ભગવંતોનો તે તે નગરના મૂળનાયક તરીકે તે તે થળોનો ઉલ્લેખ મળે છે. ૧. શ્રી આદિનાથ ભગવાન શત્રુંજય તીર્થ ૨. શ્રી શાંતિનાથ ભગવાન દહીદ્રાપુર તીર્થ ૩. શ્રી નેમિનાથ ભગવાન ગિરનારતીર્થ ૪, શ્રી પાર્શ્વનાથ ભગવાન સ્થંભનતીર્થ (ખંભાત) ૫. શ્રી મહાવીર સ્વામી ભગવાન સત્યપુરતીર્થ (સાંચોર) તીર્થકર સ્તવના સંબંધી મધ્યકાલીન જૈન સાહિત્યમાં ઘણી કૃતિઓ આજે અપ્રચલિત અને અપ્રકાશિત છે. આપણી પરંપરામાં પંચતીર્થકરની સ્તવના વિશેષે રહી છે. કલ્યાણકંદ સ્તુતિની પ્રથમ ગાથાની જેમ પંચતીર્થકરની સ્તવના એ આ કૃતિનો વણ્ય વિષય રહ્યો છે. આ કૃતિ જે ગુ.ક. ભા.૧ માં પેજ નં. ૧૮૯ પર નોંધાયેલ છે. પ્રસ્તુત કૃતિમાં શ્રી મહાવીર જિન સ્તવનમાં અન્ય એક સ્તવન મળે છે. એ સ્તવન પણ અહીં આપ્યું છે. બાકી તવનો અને કળશની ગાથાઓ સમાન છે. જે ગુ.ક.માં જે આદિ પદ નોંધાયેલું છે. એ સ્તવનની પ્રથમ કડીનું બીજું ચરણ હોવાની સંભાવના છે. અહીં પ્રકાશિત અન્ય મહાવીર જિન સ્તવન સાત પ્રતો મળે છે. તેમાં દરેકમાં આ જ પ્રમાણે છે. આ કૃતિની ઘણી બધી . હસ્તપ્રતો આચાર્ય કલાસસાગરસૂરિ જ્ઞાનમંદિરના સંગ્રહમાં છે. એમાંથી ૩૨૧૧૧ માં ક્રમાંકે નોંધાયેલી વિ. સં.૧૭પર માં લખાયેલી પ્રતના આધારે મૂળ-પાઠ For Private and Personal Use OnlyPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36