________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આચાર્યશ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર, કોબા સંક્ષિપ્ત કાર્ય અહેવાલ જાન્યુઆરી-૧૩ જ્ઞાનમંદિરના વિવિધ વિભાગોના કાર્યોમાંથી જાન્યુઆરીમાં થયેલાં મુખ્યમુખ્ય કાર્યોની ઝલક નીચે પ્રમાણે છે
૧. હસ્તપ્રત કેટલૉગ પ્રકાશન કાર્ય અંતર્ગત કુલ ૧૦૫૯ પ્રતો સાથે કુલ ૩૦૩૫ કૃતિલિંક થઈ અને આ માસાંત સુધીમાં કેટલૉગ નં. ૧૫ માટેની ૬૨૨૧ લિંકનું કાર્ય પૂર્ણ થયું.
૨. હસ્તપ્રત સ્કેનીંગ પ્રોજેક્ટ હેઠળ હસ્તપ્રતોના ૮૧૮૩૧ પાનાઓનું સ્કેન કરવામાં આવ્યું.
૩. વિશ્વ કલ્યાણ ગ્રંથ પુનઃ પ્રકાશન પ્રોજેક્ટ હેઠળ ૩૫૮ પાનાઓની ડબલ એન્ટ્રી કરવામાં આવી.
૪. તા. ૦૮/૦૧/૨૦૧૩ મંગળવારના રોજ શ્રી ફાર્બસ ગુજરાતી સભા, વિલેપાર્લે, મુંબઈના જ્ઞાનભંડારની તેમની માગણીના અનુસંધાને હસ્તપ્રતોની સફાઈ, કન્ઝર્વેસન, ડિએસિડીફિકેશન વિગેરેના કાર્યોના અંદાજ માટે શ્રી શ્રીધર અંધારેજીએ મુલાકાત લીધી.
૫. લાયબ્રેરી વિભાગમાં જુદા-જુદા ૯ દાતાઓ તરફથી ૭૮૮ પુસ્તકો ભેટ સ્વરૂપે પ્રાપ્ત થયાં.
૬. લાયબ્રેરી વિભાગમાં પ્રકાશન એન્ટ્રી અંતર્ગત કુલ ૭૫ પ્રકાશનો, ૭૮૮ પુસ્તકો તથા પ્રકાશનો સાથે ૬૯૦ કૃતિ લીંક કરવામાં આવી, તેમજ ૯૩૭ પ્રકાશનો તથા ૧૯૨ કૃતિઓ તથા ૩પ૦ પ્રકાશન કૃતિલિકની સંપૂર્ણ માહિતી સુધારવામાં આવી.
૭. મેગેઝિન વિભાગમાં ૨૮૩ પેટાંકની સંપૂર્ણ માહિતી ભરવામાં આવી તથા તેની સાથે યોગ્ય કૃતિ લિંક કરવામાં આવી. તેમજ ૩૫ મેગેઝિન અંક કોપીઓની માહિતીઓ ભરવામાં આવી.
૮.૧૯ વાચકોને હસ્તપ્રત તથા પ્રકાશનોના ૬૯૮૮ પાનાની પ્રીન્ટ કૉપીઓ ઉપલબ્ધ કરાવવામાં આવી. આ સિવાય વાચકોને કુલ ૩૩૨ પુસ્તકો ઈશ્યુ. થયાં તથા ૪૨૩ પુસ્તકો જમા લેવામાં આવ્યાં. વાચક સેવા અંતર્ગત પૂ. સાધુસાધ્વીજી ભગવંતોને તથા વિદ્વાનોને નીચે પ્રમાણે માહિતી આપવામાં આવી. a. પ્રો. નલિની બલબીર, શર્બન નુવેલ યુનિવર્સિટી, પેરિસ અને શ્રીમતી કલ્પનાબેન શેઠને વિજ્ઞપ્તિપત્રના સંદર્ભ શોધ અનુસંધાને માહિતીઓ પૂરી પાડવામાં આવી.
b. ૫. પૂ. મુનિરાજશ્રી સુયશચંદ્રવિજયજી મ.સા. દ્વારા આપવામાં આવેલ અંદાજીત ૧૭૨૫ પુસ્તકોની યાદી ચેક કરી માહિતી મોકલાવી.
For Private and Personal Use Only