Book Title: Shrutsagar Ank 2013 02 025
Author(s): Mukeshbhai N Shah and Others
Publisher: Acharya Kailassagarsuri Gyanmandir Koba

View full book text
Previous | Next

Page 31
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિ.સં.ર૦૬-મદા is just possible that the former might have held the Swastika in the same light as the latter. In the Nasik inscriptions No. 10 Of Ushavadata, the symbol is place immediately after the word of Siddham' a juxtaposition which corroborates the above Jain interpretation. We find the Svastika either at beginning or end or at both ends of an inscription and it might mean Svasti or Siddham."" અનુવાદ-સ્વસ્તિકને જૈનો સાથિયો કહે છે અને તેને આઠ મુખ્ય મંગળોમાં પ્રથમ સ્થાન આપે છે, પંડિત ભગવાનલાલજીએ આ ચિહ્નની જે સમજુતી આપી છે તે આ સ્થળે આપવી યોગ્ય છે. (જુઓ હાથીગુફા શિલાલેખ, ઉદયગિરિની ગુફાઓ પાનું ૭) પંડિત ભગવાનલાલજીને એક વિદ્વાન યતિએ કહ્યું હતું કે જૈનો એને (સાથિયાને) સિદ્ધના નિશાન તરીકે માને છે. તેઓ માને છે કે મનુષ્યના પોતાના કર્માનુસાર તેને બીજા જન્મમાં આ ચાર ગતિમાંની એક ગતિ મળે છે-કાં તો એ દેવ થાય છે, કાં તો નરકમાં જાય છે, કાં તો ફરીને મનુષ્ય થાય છે અથવા કાંતો હલકા પ્રાણી-પશુ તરીકે જન્મે છે, પરંતુ સિદ્ધ તો પોતાની બીજી જિંદગીમાં નિર્વાણને મેળવે છે અને તેથી આ ચાર ગતિની ઉપાધિથી પર હોય છે. સાથિયો આવા પ્રકારના સિદ્ધને આ પ્રમાણે બતાવે છે - (સાથિયાના) મધ્યમાંના જે બિંદુથી ચાર માર્ગો નીકળે છે તે બિંદુને જીવ સમજવું અને ચાર માર્ગોને સંસારની ચાર ગતિ સમજવી. પણ સિદ્ધ આ બધાથી મુક્ત હોવાના કારણે સાથિયાની) દરેક પંક્તિનો છેડો વાળી દેવામાં આવે છે. અને તે એ બતાવે છે કે આ ચાર ગતિ તેના માટે (સિદ્ધના માટે) બંધ છે. બૌદ્ધ સિદ્ધાંતોમાંના ઘણા ખરા સિદ્ધાંતો જૈન સિદ્ધાંતો જેવા દેખાય છે અને તેથી એ બિલકુલ સંભવિત જણાય કે બૌદ્ધોએ સ્વસ્તિકને જૈનોની જેમ જ અપનાવ્યો હોય. ઉશાવદાતના નાસિકમાંના નંબર ૧૦ના શિલાલેખમાં એ (સ્વસ્તિકનું) ચિહ્ન સિદ્ધ શબ્દની પાસે જ મૂકવામાં આવ્યું છે, કે જે જૈનોની ઉપર મુજબની (સ્વસ્તિકસંબંધી) સમજુતીનું બરાબર સમર્થન કરે છે. સ્વસ્તિક કેટલાક શિલાલેખના પ્રારંભમાં, કેટલાક શિલાલેખના અંતમાં અને કેટલાકના બન્ને છેડે મળે છે એનો અર્થ 'સ્વસ્તિ કે સિદ્ધ એવો હોઇ શકે. (વધુ આવતા અંકે) 1. Indian Antiquary Vo. 2, PP. 135, (1878) 2. Epigraphica Indica, Vol. 2. P. 311) 3. Mohon-jo-daro and the Indus Civiliztion, Vo. 2, by Sir John Marshall.) 4. Indian Antiquary Vol. XXVII. P. 196. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36