Book Title: Shrutsagar Ank 2013 02 025
Author(s): Mukeshbhai N Shah and Others
Publisher: Acharya Kailassagarsuri Gyanmandir Koba

View full book text
Previous | Next

Page 21
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધાતુ-બિંબોમાં મળતી છત્રધારની પરંપણ હિરેન દોશી દરેક પ્રતિમાઓ પોત-પોતાની રીતે આગવી અને અનોખી હોય છે. દા. ત. સમ્રાટ સંપ્રતિમહારાજના કાળનું બિંબ હોય તો બિંબની પાટલી ઉપર વેલનું ચિત્રણ જોવા મળે,(પ્રાયઃ કરીને લેખ ન હોય) પ્રતિમાની આંગળીઓ સુકોમળ હોય, કોણીની પાસે સ્હેજ ટેકા જેવો ઉપસાવેલો ભાગ હોય, છાતી વિશાળ હોય, કમ્મરનો ભાગ સહેજ પાતળો હોય, તે જ રીતે જો હીરવિજયસૂરિજી મ. સા. કે સેનસૂરિજી મ. સા. ના સમયની પ્રતિમા હોય તો પ્રતિમા પ્રાયઃ ભરાવદાર હોય, તેની નાસિકા તીક્ષ્ણ હોય, છાતીનો ભાગ થોડા પ્રમાણમાં ઉપસાવેલો હોય ઈત્યાદિ. પ્રતિમાઓમાં મળતી આવી ઘણી બધી ભિન્ન-ભિન્ન લાક્ષણિકતાથી પ્રતિમાનો કાળ-નિર્ણય અને પ્રતિમા ભરાવનાર સંબંધી સંદર્ભો મેળવી શકાતા હોય છે. મા૨ા તાજેતરના કાર્ય દરમ્યાન ધાતુ-બિંબોના લેખો ઉતારતી વખતે ઘણા ધાતુ-બિંબોના લેખ ભાગમાં છત્ર-ધારની આકૃતિ જોવા મળી. એ વિષયમાં જે કાંઈ ધ્યાનમાં આવ્યું એ આપની સામે પ્રસ્તુત છે. મહારાજા સંપ્રતિ, પરમાર્હત્ કુમારપાળ, મહામંત્રી વસ્તુપાળ-તેજપાળ જેવા શ્રાવકોએ ધણું દ્રવ્ય ખરચી ભવ્ય-પ્રાસાદોનું નિર્માણ કરાવ્યું, તેમજ ઘણાં જિનબિંબોની પ્રતિષ્ઠાઓ કરી, પોતાની શક્તિ અનુસાર અન્ય શ્રાવકોએ નાની-મોટી ધાતુ પ્રતિમાઓ પધરાવીને પોતાના શ્રાવક-પણાંના કર્તવ્યને પૂર્ણ કર્યું, આપણે ત્યાં પુરાતન કાળથી ધાતુ-બિંબોને પણ એક પ્રાસાદ-તુલ્ય માનવામાં આવે છે. ઘણી જગ્યાએ ધાતુ પ્રતિમા-લેખોમાં ધાતુ બિંબ માટે ચૈત્ય, પ્રાસાદ કે જિનાલય, જેવા પ્રાસાદ પરિચાયક શબ્દોનો ઉપયોગ પણ થયો છે. સમયની ધારામાં પરિવર્તન અને પુનરાવર્તન કાયમી છે. સમયાંતરે ધાતુબિંબોનું વૈશિષ્ટ્ય બદલાતું રહ્યું. તત્કાલીન પરંપરા અને સામ્રાજ્યની અસરોના પ્રભાવ હેઠળ થયેલાં પરિવર્તનોથી પ્રતિમાના નિર્માણમાં પણ ઘણી વિશેષતા જોવા મળે છે. આવી જ ધાતુ પ્રતિમાઓમાંની એક વિશેષતા એટલે છત્ર-ધારની આકૃતિ. છત્રધાર પરિચય કેટલાક ધાતુબિંબોમાં પાછળની બાજુ છત્રને ધારણ કરી ઉભા રહેલ દેવની આકૃતિ મળે છે આવી આકૃતિઓ વિશેષે કરીને અંચલગચ્છીય પ્રતિમાઓમાં જોવા મળે છે. ધાતુ પ્રતિમામાં ભગવાનની જમણી-બાજુ પાછળના લેખ ભાગે છત્રધાર દેવની ભવ્ય આકૃતિ હોય છે. પ્રતિમામાં આ આકૃતિને ઉપસાવવામાં કે For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36