________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨o
फरवरी २०१३ કોતરવામાં આવે છે. તેના જમણા હાથમાં છત્ર ધારણ કરેલું હોય છે. છત્રધાર દેવ વિવિધ અલંકારોથી યુક્ત જણાય છે. દેવની મુખાકૃતિ પ્રભુની સેવા પ્રાપ્ત થવાથી કૃતકૃત્યતાનો ભાવ જણાવે છે, સામાન્યથી સન્મુખ મુખવાળી અને પ્રભુ તરફ મુખવાળી આમ બે પ્રકારે આકૃતિઓ હોય છે. કેટલીક ધાતુ પ્રતિમાઓમાં છત્રધારના સ્થાન સંબંધે થોડો તફાવત જોવા મળે છે. સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલયમાં સંગ્રહિત વિ.સં. ૧૨૨૧ની આદિનાથ ભગવાનની પ્રતિમામાં ભગવાનના ડાબા ભાગે છત્રધાર દેવની આકૃતિ જોવા મળે છે. પણ અહીં વિશેષ નોંધવા યોગ્ય એ છે કે આ પ્રતિમામાં કોઈ સ્વતંત્ર રીતે છત્ર ધારણ કરેલું જણાતું નથી. પરંતુ પરિકરમાં દર્શાવેલ છત્રને પાછળના ભાગે દેવદ્વારા ધારણ કરેલ દંડ સાથે જોડવામાં આવ્યું છે. અંચલગચ્છીય લેખ સંગ્રહમાં પેજ નં. ૧૭ ઉપર નોધાયેલ કચ્છઅંજારની સોલંકી યુગની વિ.સં. ૧૨૪૬ની પ્રતિમામાં પણ એ જ રીતે છત્રધારની આકૃતિ જણાય છે. છત્રધારની આકૃતિઓમાં સામાન્યથી આવી ભિન્નતાઓ જોવા મળે છે. આ આકૃતિ ધાતુબિબ ભરાવનાર વ્યક્તિ વિશેષની હોવાની શક્યતા નથી, કારણ કે પ્રાય: પ્રતિમા ભરાવનાર વ્યક્તિ વિશેષ બે હાથ જોડી પ્રભુ સન્મુખ એમનું સ્થાન હોય છે. વિશેષમાં આ સંબંધે વિદ્વાનો જણાવે એ જ આશા સાથે....
પ્રસ્તુત લેખમાં જિનાજ્ઞા વિરુદ્ધ કંઇપણ લખાઈ ગયું હોય તો ખાસ ત્રિવિધેત્રિવિધ મિચ્છામિ દુક્કડમ્.
આ પ્રસ્તુત લેખના સંપાદનમાં ઉપયોગી ધાતુ પ્રતિમાઓ સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલયની છે.
(કૃષ્ણ વૈશ શેષ) पिरामीड के नीचे दो विशाल ध्यान गुफाओं का भी निर्माण किया गया है जिनमें करोड़ों जाप-मंत्र से सिद्ध-भावित की हुई नीलवर्ण की रत्नमय श्री पार्श्वनाथ प्रभु की प्रतिमा स्थापित की गई है तथा गुफा में श्री गौतमस्वामी एवं गुरु पादुका की स्थापना भी की गई है। पिरामीड परिसर में पौषधशाला का निर्माण भी किया गया है जहाँ आराधक भक्ति-भाव पूर्वक आराधना करेंगे। श्री घंटाकर्ण महावीरदेव मन्दिर प्रतिष्ठा महोत्सव का आयोजन
श्री तारंगा महातीर्थ की तलहटी में स्थित श्री सम्भवनाथ जैन आराधना केन्द्र के प्रांगण में सम्यग्दृष्टि शासनरक्षक श्री घंटाकर्ण महावीर देव की मंगल प्रतिष्ठा महोत्सव का आयोजन दिनांक १८ फरवरी, २०१३ से २० फरवरी, २०१३ तक परम पूज्य राष्ट्रसन्त आचार्य भगवन्त श्री पद्मसागरसूरीश्वरजी महाराज साहब की निश्रा में किया जायेगा।
For Private and Personal Use Only