Book Title: Shrutsagar Ank 2013 02 025
Author(s): Mukeshbhai N Shah and Others
Publisher: Acharya Kailassagarsuri Gyanmandir Koba

View full book text
Previous | Next

Page 16
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કેટલીક પ્રતિdખન પુઘિકાનો સાર - હિરેન દોશી સાહિત્યએ વર્ષોથી ઈતિહાસની સેવા કરી છે, એમાં ય જૈન સાહિત્યએ તો જૈન ઈતિહાસ અને જૈન પરંપરાને વધુ પારદર્શક બનાવી છે. ઐતિહાસિક કૃતિઓ, કૃતિની રચના પ્રશસ્તિઓ, અને પ્રતિલેખન પુષ્મિકાઓ જેવી ઐતિહાસિક સામગ્રીઓ ઈતિહાસની પૂરક બની રહી છે. થોડા સમય પહેલાં પ્રતિલેખન પુષ્યિકાઓની નોંધ કરવાનો વિચાર આવ્યો, સમય મળતાં જ્ઞાનમંદિરમાં સંગ્રહિત કેટલીક હસ્તપ્રતોની પુષ્મિકાઓ ઉતારી, એમાંથી વિક્રમની પંદરમી અને સોળમી સદીની કેટલીક પુષ્પિકાઓ અહીં આપી છે. પુષ્પિકાઓના સાર લખવા માટે જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ, જૈન પરંપરાનો ઈતિહાસ વિ. ગ્રંથોનો આધાર લીધું છે. પબ્લિકાઓમાં એવા કેટલાંય સ્થાન અજ્ઞાત રહ્યાં છે, જેના વિશે વધુ માહિતી કે સંદર્ભો મેળવી શકાયા નથી. એવા સ્થાનો વિશે વિદ્વાનો જણાવે એ જ નમ્ર વિનંતિ સાથે કેટલીક પુખિકાઓનો પરિચય અહીં પ્રસ્તુત છે. છે નરવર્મનૃપ કથા, પ્રત-પત્ર સંખ્યા - ૩૪ પ્રતના અક્ષરો પ્રમાણમાં મોટા અને સુંદર છે કૃતિ રચના વિ. સં. ૧૪૧૨ છે. પ્રાયઃ આ પ્રત કર્તાની સ્વહસ્તાક્ષરીય પ્રત હોવાની સંભાવના છે. એમની એક અન્ય પ્રસિદ્ધ કૃતિ ૬૩ કડીનો ગૌતમસ્વામી રાસ જે આજે ખૂબ જ પ્રચલિત છે. નૂતન-વર્ષે પૂ. ગુરુભગવંતો દ્વારા આ રાસ વંચાય છે. આ પ્રત જ્ઞાનમંદિરમાં ૨૬૯૫ નંબર પર નોંધાયેલ છે. पुष्पिका - संवत १४१२ वर्षे श्रीविनयप्रभोपाध्यायै श्रीःस्तंभनकपुर स्थितैः सम्यक्त्वसाराच्चक्रेनरवर्मनृपःकथा।। ગૌતમપૃચ્છા સહ ટીકા, પ્રત-પત્ર સંખ્યા - ૧૯ પ્રતિલેખકનું નામ અહીં જણાતું નથી, ખંભાતનગરમાં પાતસાહ અહિમદના રાજ્યકાળમાં બૃહત્તપાગચ્છની પરંપરાના કોઈ પ્રતિલેખકે આ પ્રત લખી છે. અક્ષરો સુંદર છે. વિશેષ પાઠમાં લાલ રંગનો ઉપયોગ કરેલ છે. આ પ્રત જ્ઞાનમંદિરમાં ૨૬૬૦૭ નંબર પર નોંધાયેલ છે. पुष्पिका - संवत १४७६ वर्षे आषाढवदि ७ भूमौ अद्येह श्रीस्तंभतीर्थे पातसाह श्रीअहिमद राज्ये वर्तमाने बृहत्तपागच्छे लिखितं ।। For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36