________________
Shri Mahavir Jain Aradhana Kendra
વિ.સં.૨૦૬૬-મહા
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* દશવૈકાલિકસૂત્ર સહ ટીકા, પ્રત-પત્ર સંખ્યા – ૫૧
મુનિ ધર્મચંદ્રએ પોતાના સ્વાધ્યાય માટે આ પ્રત લખી છે. પ્રતના અક્ષરો સુંદર છે. દશવૈકાલિકસૂત્રની પંચપાઠી પ્રત છે. પાઠમાં પચ્છેદ સૂચક નિશાનીઓ કરવામાં આવી છે. પ્રતના અંતે પ્રતિલેખક (શ્રીમત્લાન્ટંખિનેશ્વરો રૂપનિધિર્તયાસાવો વાંછિત) આ પ્રમાણે જણાવે છે. આ પ્રત જ્ઞાનમંદિરમાં ૨૫૮૮૪ નંબર પર નોંધાયેલ છે.
▾
१५
पुष्पिका - संवत १४८१ वर्षे भाद्र- वदि त्रयोदश्यां बुधे कोटनगरे मुनि धर्म्मचंद्रेण स्वपनार्थं लेखि ||
* ભક્તામર સ્તોત્ર અવસૂરિ સહ વર્ધમાનવિદ્યા જાપ, પ્રત-પત્ર સંખ્યા-૧૧
સાંમસુંદરસૂરિ મહારાજની કૃપાથી ગણિ વિશાલરત્ન મહારાજે વિ. સં. ૧૪૮૨માં દેવકુલપાટક (દેલવાડા)માં આ પ્રત લખી છે. પુષ્પિકાના અંતે સા. ખેઢા નિત્ય વંદન કરે છે, આવું લખાણ મળે છે. પ્રતમાં વિશેષ પાઠ માટે લાલ રંગનો ઉપયોગ થયો છે. આ પ્રત જ્ઞાનમંદિરમાં ૧૩૬૪૩ નંબર પર નોંધાયેલ છે. पुष्पिका संवत १४८२ वर्षे पौष मासे प्रतिपदातिथौ देवकुलपाटके गच्छनायकभट्टारकप्रभु श्रीसोमसुंदरसूरिप्रसादात् लिखिता सा. खेढा नित्यं प्रणमति विशालरत्नगणिः । ।
♦ શતક કર્મગ્રંથ ટીકા સહિત, પ્રત-પત્ર સંખ્યા – ૩૮
અક્ષર ખૂબ નાના છે. વિશેષ પાઠ લાલ રંગથી અંકિત છે, ખરતરગચ્છીય ઉપા. કવિ જયસાગરજીના ઉપદેશથી આ પ્રત લખાયેલ છે. આ પ્રત જ્ઞાનમંદિરમાં ૧૫૪ નંબર પર નોંધાયેલ છે.
पुष्पिका - संवत १४९८ वर्षे ज्येष्ठवदि १० रवौ श्रीखरतरगच्छे श्रीजिनराजसूरिशिष्य उपाध्यायश्री जयसागराणामुपदेशेन शतकवृत्तिर्लिखिता ।।
For Private and Personal Use Only
• આરાધનાપતાકોદ્ધાર, પ્રત-પત્ર સંખ્યા – ૪
અક્ષરો સુંદર છે, વિશેષ પાઠ, અંક અને દંડમાં લાલ રંગ વાપરેલ છે. ગણિ વિજયહર્ષે વીરવાટક (વીરવાડા) નામના નગરમાં આરાધનાપતાકોદ્ધાર નામનો ગ્રંથ લખ્યો છે. આ પ્રત જ્ઞાનમંદિરમાં ૨૯૦૩૭ નંબર પર નોંધાયેલ છે. पुष्पिका संवत १४९९ वर्षे वैशाख - सुदि एकादशी दिने लिखितं वीरवाटके विजयहर्ष गणिना । ।