________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१६
फरवरी २०१३ શ્રીપાલનરેંદ્ર કથા, પ્રત-પત્ર સંખ્યા - રપ પ્રત અપૂર્ણ છે. પ્રતના પ્રારંભના પત્રો નથી, પ્રતમાં ઘણાં સ્થાને ટપ્પણયુક્ત વિશેષ પાઠ પણ આપવામાં આવ્યો છે. અક્ષર સામાન્ય છે. લેખન પદ્ધતિ પરંપરાગત છે. આચાર્ય શ્રી સોમસુંદરસૂરિજી મહારાજના પાંચમા શિષ્ય આચાર્ય શ્રીરત્નશેખરસૂરસૂરિ મહારાજ થયા, જેઓ પ્રકાંડ વિદ્વાન હતા, તેઓએ બાળપણમાં દક્ષિણ પ્રદેશના વાદિઓને જીત્યા હતા, એમને ખંભાતમાં બાંબી નામના બ્રાહ્મણ બાલસરસ્વતી'નું બિરૂદ આપ્યું હતું. તેમના શિષ્ય પંડિત હર્ષવીર થયા, અને તેમના શિષ્ય પડિત રત્નોદય વિજય ગણિના પઠન માટે મંજિગપુરમાં રહેતા સંઘવી સૂરાના પુત્ર સંઘપતિ જિનદત્તએ આ પ્રત લખી છે. આ પ્રત જ્ઞાનમંદિરમાં પ૯૩૭ નંબર પર નોંધાયેલ છે. पुष्पिका - तपागच्छनायक भट्टारक प्रभुश्रीश्रीरत्नशेखरसूरि संवत १५१० वर्षे
कार्तिग व.१३ दिने पं.हर्षवीरशिष्य पं.रत्नोदयगणि जोग्यं ।। तेषां याचनाय भुजिगपुर वास्तव्य सं. सूरा सुत संघपति जिनदत्तेन लिखिता स्व श्रेयसे भद्र-भवतु लेखक वाचकयोर्निरंतरायम् | | શ્રી II
સ્નાત્રપૂજા, જિનાભિષેક, પ્રત-પત્ર સંખ્યા - ૪ લેખન પદ્ધતિ પરંપરાગત છે, અક્ષરો સુંદર છે. ક્યાંક ક્યાંક પત્રના અંક સ્થાને રેખા ચિત્ર જોવા મળે છે. વિશેષ પાઠ માટે લાલ રંગ વપરાયેલ છે. આચાર્ય શ્રી સોમસુંદરસૂરિજી મહારાજના પટધર મુનિસુંદરસૂરિ મહારાજના શિષ્ય આચાર્ય લક્ષ્મીસાગરસૂરિ મહારાજ થયા. એમણે વિ. સં. ૧૪૭૦માં ઉમાપુરમાં છ વર્ષની વયે ચારિત્ર ગ્રહણ કર્યું, વિ. સં. ૧૪૯૯માં દેવકુલપાટક (દેલવાડા)માં દેવગિરિ (દૌલતાબાદ)થી આવેલા મહાદેવ નામના શ્રાવકે કરેલા મહોત્સવમાં રત્નશેખરવાચકને સૂરિ-પદ આપ્યું અને મુનિ લક્ષ્મીસાગરને ગણિ-પદ આપવામાં આવ્યું. તેમજ વિ. સં. ૧૫૧૭ માં ગચ્છનાયક પદ મળ્યું હતું. એ લક્ષ્મીસાગરસૂરિ મ. સા. ના શિષ્ય પંડિત સારવિજય ગણિએ આ પ્રત લખી છે. આ પ્રત જ્ઞાનમંદિરમાં ૪૯૩૩૨ નંબર પર નોંધાયેલ છે. पुष्पिका - सं. १५२३ वर्षे पोस सुदि ४ चतुर्थी दिने शुक्रवारे खडठवाया ग्रामे
लिखितं तपागच्छाधिरानभट्टारकप्रभु श्रीसोमसुंदरसूरितत्पट्टे .
For Private and Personal Use Only