________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अर्ह नमः
ऐं नमः
સોજીત્રા અને તેના પ્રતિમા લેખો
- આ. શ્રી સોમચંદ્રસૂરિજી મ. સા. ૧૨મી સદીથી લઇ ૧૭ મી સદી સુધીનો કાળ જૈનો માટે જાણે કે સુવર્ણકાળ હતો. ધાર્મિક અને સામાજિક એમ બન્ને પ્રકારના કાયો તે સમયગાળામાં જૈન દ્વારા વિશેષ પ્રકારે થવા પામ્યાં. તેમાંય સલ્તનતની સહાયથી થયેલા ધાર્મિક કાર્યો માટે તે કાળ વિશેષ ઉલ્લેખનીય છે. મહારાજા વીરધવલની સહાયથી મહામાત્ય વસ્તુપાલ-તેજપાલ દ્વારા કરાવાયેલા જિનપ્રાસાદો, વિહારો, દાનશાળાઓ, તે જ રીતે યવનનૃપતિ અકબર પાસેથી શાહી ફરમાન મેળવી જ ગદ્ગુરૂ હીરવિજયસૂરીશ્વરજી, વિજયસેનસૂરીશ્વરજી મહારાજે કરેલા જીવદયાદિના કાર્યો ઇત્યાદિની નોંધ ઈતિહાસકારોએ પણ લીધી છે. આવા જ જિનભક્ત મંત્રી ગજરાજ દ્વારા નિર્મિત સોજીત્રાના જિનાલયોની પ્રતિમાઓના લેખો આપણે જોઈશું. મંત્રી ગદરાજ :
મૂળ ગુર્જર જ્ઞાતિના શ્રીમાળી મંત્રી સુંદરજી મેવાડના રાજા લાખાજી તેમજ ઈડરના રાજા રાવભાણના પ્રીતિપાત્ર તો હતા જ સાથે ગુજરાતના બાદશાહ મહમદ બેગડના દીવાન પણ હતા. તેમના પુત્ર ગદરાજ-ગદા કે ગદાક એવા નામથી પણ ઓળખાતા હતાં, મંત્રી ગદાની પત્નીનું નામ સાસૂ હતું, અને પુત્રનું નામ શ્રીરંગ હતું. ધર્મક્રિયામાં તત્પર મંત્રી ગદરાજ ધર્મ કરવાનો અવસર ક્યારેય ચૂકતા નહી. તેઓ દર ચૌદસના દિવસે નિયમિત રીતે ઉપવાસની આરાધના કરતા અને સાધર્મિક ભક્તિનો લાભ લેતા. સં. ૧૫૨૮માં મહોપાધ્યાય જિનમાણિક્ય ગણિના શિષ્ય પં. અનંતકીર્તિ ગણિએ મંત્રી ગદાના પત્ની સંઘવણ સાસુને ભણવા માટે શીલોપદેશમાલાની પ્રત લખી આપી હતી.
દેલવાડામાં કુંભલમેર દુર્ગના શેઠ ભીમા શાહ પોરવાડે આદિશ્વર ભગવાનનું દેરાસર બંધાવ્યું. આ જિનાલય ભીમવિહાર કે પિત્તલહર પ્રાસાદ એ નામથી આળખાય છે. સં. ૧પ૧પ માં પિતા સુંદરજી તથા પુત્ર ગદરાજ બન્નેએ છરી પાલિત સંધ સાથે આબુ-દેલવાડા તીર્થની યાત્રા કરી, ભીમ-વિહારનો જીર્ણોદ્ધાર કર્યો. મંત્રી ગદરાજ સં. ૧૫૫માં ૧૨૦ મણ પિત્તલનું બિંબ કરાવી આબૂના ભીમવિહારમાં પ્રતિષ્ઠિત કરાવવા સંધ લઈ ભાનું (ઈડરનો ભાણ) અને લક્ષ (મેવાડનો લાખો) નાં સત્કાર મેળવી, દેલવાડાના ભીમપ્રાસાદમાં લક્ષ્મીસાગરસૂરિ, સોમદેવસૂરિ, સુધાનંદનસૂરિ અને સોમજયસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી, આ
For Private and Personal Use Only