________________
શાસન સેવા ! इय संपत्तिअभावे, जत्ता पूयाइ जणमणोस्सणं । जिणजइविसयं सयलं, पभावणा सुद्धभावेणं ।। स.स. ३९ જૈન શાસન પામીને જે આત્મા પાસે જેવા પ્રકારની શક્તિ હોય, તેવા પ્રકારની શક્તિ દ્વારા યત્કિંચિત્ પણ તે આત્માએ જૈન શાસનની પ્રભાવના કરવી જોઈએ.
પરમાત્મા મહાવીરે સંયમી જીવોના કલ્યાણ અર્થે “જૈન શાસન'રૂપ દીપક પ્રગટાવ્યો છે. તે દીપકમાં આપણી પ્રાપ્ત શક્તિ અનુસાર ૧-૨૩ ચમચી ઘી પૂરવાનું કામ કરવું જ જોઈએ. જેથી દીપક પાંચમા આરાના અંત સુધી પ્રકાશમાન રહ્યા જ કરે. જગતના જીવોને તારવાનું, પ્રકાશ આપવાનું કાર્ય કર્યા જ કરે. આ જ મનુષ્ય જીવનનો સાર છે !
જીવનમાં મેળવેલી રિદ્ધિ-સિદ્ધિ, લબ્ધિ, માન-પાન, પ્રતિષ્ઠાનો ઉપયોગ સંસાર હેતુ માટે કે સ્વ-પ્રશંસા માટે આપણા વિદ્યામય જૈન આચાર્યો, ઉપાધ્યાયો, મુનિ ભગવંતો અને શ્રેષ્ઠિઓ કરતા નહીં. પરંતુ શાસન પ્રભાવના માટે જ કરતા.
આપણે પણ આ દ્રષ્ટિથી જીવન કેળવી આપણું યોગદાન, શાસન પ્રભાવના પાછળ આપવાને ઉમંગ અને ઉત્સાહ બતાવીએ.