Book Title: Shrimad Rajchandra
Author(s): Govardhandas
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 11
________________ અનંતવાર દેહને અર્થે આત્મા ગાળે છે. જે દેહ આત્માને અર્થે ગળાશે તે દેહે આત્મવિચાર જન્મ પામવા ગ્ય જાણી, સર્વ દેહાર્થિની કલ્પના છોડી દઈ, એક માત્ર આત્માર્થમાં જ તેનો ઉપયોગ કરવો, એ મુમુક્ષુ જીવને અવશ્ય નિશ્ચય જોઈએ.” આંક ૭૧૯ “વિષયથી જેની ઈન્દ્રિયે આર્ત છે, તેને શીતળ એવું આત્મસુખ, આત્મતત્વ કયાંથી પ્રતીતિમાં આવે ? સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ હે આર્યજનો! આ પરમ વાક્યને આત્માપણે તમે અનુભવ કરો આંક ૮૩૨ લેકસંજ્ઞા જેની જિંદગીને ધ્રુવકાંટો છે તે જિંદગી ગમે તેવી શ્રીમંતતા, સત્તા કે કુટુંબ પરિવારાદિ દેગવાળી હોય તો પણ તે દુઃખને જ હેતુ છે. આત્મશાંતિ જે જિંદગીને ધ્રુવકાંટો છે તે જિંદગી ગમે તે એકાકી અને નિર્ધન, નિર્વસ્ત્ર હોય તે પણ પરમ સમાધિનું સ્થાન છે” આંક ૯૪૯ શ્રી કૃષ્ણ એ મહાત્મા હતા, જ્ઞાની છતાં ઉદયભાવે સંસારમાં રહ્યા હતા, એટલું જૈનથી પણ જાણી શકાય છે, અને તે ખરું છે; તથાપિ તેમની ગતિ વિષે જે ભેદ બતાવ્યો છે તેનું જુદું કારણ છે. અને ભાગવતાદિકમાં તે જે શ્રીકૃષ્ણ વર્ણવ્યા છે તે તે પરમાત્મા જ છે. પરમાત્માની લીલાને મહાત્મા કૃષ્ણને નામે ગાઈ છે. અને એ ભાગવત અને એ કૃષ્ણ જે મહાપુરુષથી સમજી લે તે જીવ જ્ઞાન પામી જાય એમ છે. આ વાત અમને બહુ પ્રિય છે” આંક ૨૧૮ “સર્વ કરતાં વીતરાગના વચનને સંપૂર્ણ પ્રતીતિનું સ્થાન કહેવું ઘટે છે, કેમકે જ્યાં રાગાદિ દોષને સંપૂર્ણ ક્ષય હોય ત્યાં સંપૂર્ણ જ્ઞાનસ્વભાવ પ્રગટવાયેગ્ય નિયમ ઘટે છે. શ્રી જિનને સર્વ કરતાં ઉત્કૃષ્ટ વીતરાગતા સંભવે છે. પ્રત્યક્ષ તેમનાં વચનનું પ્રમાણ છે માટે. જે કોઈ પુરુષને જેટલે અંશે વીતરાગતા સંભવે છે, તેટલે અંશે તે પુરુષનું વાક્ય માન્યતા ગ્ય છે” હાથનાંધ ૧-૬૧ જેમ ભગવાન જિને નિરૂપણ કર્યું છે તેમ જ સર્વ પદાર્થનું સ્વરૂપ છે. ભગવાન જિને ઉપદેશેલે આત્માને સમાધિ માર્ગ શ્રી ગુરુના અનુગ્રહથી જાણી, પરમ પ્રયત્નથી ઉપાસના કરે” હાથનાંધ ૩–૨૧ “સર્વ પ્રકારે જ્ઞાનીના શરણમાં બુદ્ધિ રાખી નિર્ભયપણાને, નિઃખેદપણાને ભજવાની શિક્ષા શ્રી તીર્થંકર જેવાએ કહી છે, અને અમે પણ એ જ કહીએ છીએ. કોઈ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા યોગ્ય નથી. અવિચાર અને અજ્ઞાન એ સર્વ ક્લેશનું, મોહનું અને માઠી ગતિનું કારણ છે. સદ્દવિચાર અને આત્મજ્ઞાન તે આત્મગતિનું કારણ છે આંક ૪૬૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 1032