________________
શ્રીમદ્ રાજચંદ્ર વિચારતો
પરમ પુરુષ પ્રભુ સદ્ગુરુ, પરમ જ્ઞાન સુખધામ; જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ
આંક ૨૬૬
“સર્વ ભાવથી ઔદાસીન્યવૃત્તિ કરી, માત્ર દેહ તે સંયમહેતુ હોય જે; અન્ય કારણે અન્ય કશું ક૯પે નહીં, દેહે પણ કિંચિત્ મૂછ નવ જોય જ. અપૂર્વ અવસર એવો કયારે આવશે?”
આંક ૭૩૮, ગાથા ૨
જેના એક રોમમાં કિંચિત્ પણ અજ્ઞાન મોહ કે અસમાધિ રહી નથી તે પુરુષનાં વચન અને બેધ માટે કંઈ પણ નહીં કરી શકતાં તેનાં જ વચનમાં પ્રશસ્તભાવે પુનઃ પુનઃ પ્રસક્ત થવું એ પણ આપણું સર્વોત્તમ શ્રેય છે.
શી એની શૈલી! જ્યાં આત્માને વિકારમય થવાને અનંતાંશ પણ રહ્યો નથી. શુદ્ધ, સ્ફટિક, ફીણ અને ચંદ્રથી ઉજવળ શુક્લ ધ્યાનની શ્રેણીથી પ્રવાહરૂપે નીકળેલાં તે નિગ્રંથનાં પવિત્ર વચનેની મને તમને ત્રિકાળ શ્રદ્ધા રહો ! એ જ પરમાત્માના ગબળ આગળ પ્રયાચના !”
આંક પર
અનંત કાળથી જે જ્ઞાન ભવહેતુ થતું હતું તે જ્ઞાનને એક સમયમાત્રમાં જાત્યાંતર કરી જેણે ભવનિવૃત્તિરૂપ કર્યું તે કલ્યાણમૂર્તિ સમ્યગ્દર્શનને નમસ્કાર
આંક ૮૩૯
“જગતના અભિપ્રાય પ્રત્યે જોઈને જીવ પદાર્થને બેધ પામે છે. જ્ઞાનીના અભિપ્રાય પ્રત્યે જોઈને પામ્યો નથી. જે જીવ જ્ઞાનીના અભિપ્રાયથી બંધ પામે છે તે જીવને સમ્યકદર્શન થાય છે”
આંક ૩૫૮
વિચારવાનને દેહ છૂટવા સંબંધી હર્ષવિષાદ ઘટે નહીં. આત્મપરિણામનું વિભાવપણું તે જ હાનિ અને તે જ મુખ્ય મરણ છે. સ્વભાવસમ્મુખતા, તથા તેની દઢ ઈચ્છા પણ તે હર્ષવિષાદને ટાળે છે”
આંક ૬૦૫
“શ્રી સદ્દગુરુએ કહ્યો છે એવા નિગ્રંથમાર્ગને સદાય આશ્રય રહો.
હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ સ્ત્રી પુત્રાદિ કઈ પણ મારાં નથી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એ હું આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગદ્વેષને ક્ષય થાય” આંક ૬૯૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org