Book Title: Shrimad Rajchandra Author(s): Govardhandas Publisher: Shrimad Rajchandra Ashram View full book textPage 9
________________ - ૪ - પ્રભુશ્રીજીએ કરેલ ટ્રસ્ટ ડીડ પ્રમાણે અને ત્યારબાદ ગુજરાત રાજ્યના માનનીય ચેરીટી કમીશ્નરશ્રીએ બનાવી આપેલ “સ્કીમ”ની કલમોને આધીન ટ્રસ્ટી મંડળ દ્વારા કરવામાં આવે છે. સુજ્ઞ વાચક સારી રીતે સમજી શકશે કે પ. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજી સ્થાપિત આ આશ્રમમાં તેઓશ્રીની આજ્ઞા અનુસાર શ્રી સનાતન જૈન ઘર્મની પ્રણાલી માન્ય છે. ઘર્મને એ ઘોરીમાર્ગ અહીં સતત વહેતો રહે તે માટે આશ્રમનું ટ્રસ્ટી મંડળ તેમજ અન્ય સમજુ મુમુક્ષુવર્ગ હંમેશાં સજાગપણે પ્રયત્નશીલ છે, તેમ છતાંયે મિથ્યા માન્યતાવાળાઓનું પરિબળ પણ ચોતરફ દૃષ્ટિગોચર થાય છે. આ સંજોગોમાં આશ્રમની સત્ પ્રણાલીમાં હસ્તક્ષેપ કરી તેના મૂળ ધ્યેય અને આદર્શને નુકશાન પહોંચાડવાની ચેષ્ટા કરતા આવા તત્ત્વોથી ચેતતા રહેવાની અને વખત આવ્યે તેનો પ્રતિકાર કરવાની આપણા સૌની પવિત્ર ફરજ છે. આશ્રમનું અસ્તિત્વ જ જેને આઘારે ટકી રહ્યું છે એવા આ પ્રાણપ્રશ્નના રક્ષણ માટે ટ્રસ્ટીમંડળ આપ સૌનો સહકાર વાંચ્છે છે. આત્મકલ્યાણના એક અનન્ય સ્થાન તરીકે જે આ તીર્થભૂમિને ગણે છે એવા આ આશ્રમના સૌ વ્યવહાર અને પરમાર્થ હિતચિંતક તરફથી સંપૂર્ણ સહયોગ મળશે જ એવી ટ્રસ્ટીમંડળ શ્રદ્ધા રાખે છે. અંતમાં ફરીથી જણાવવાનું કે શ્રી સનાતન જૈન વીતરાગ માર્ગની ઉપાસના અને આરાઘના અર્થે જ આ આશ્રમ છે. આ મૂળ ધ્યેયને સન્માન આપી ભાવપૂર્વક ટેકો આપી સર્વ મુમુક્ષુઓ આ આશ્રમનું ગૌરવ વધારે એવી નમ્ર વિનંતી છે. આશ્રમના સંપર્ક માટે : શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ સ્ટેશન અગાસ (આણંદથી ખંભાત લાઈન ઉપર ત્રીજાં સ્ટેશન) પોસ્ટ: બોરીઆ-૩૮૮૧૩૦ વાયા : આણંદ (પશ્ચિમ રેલ્વે) ટેલીફોન : ૦૨૬૯૨-૨૮૧૭૭૮ ફેક્સ : ૦૨૬૯૨-૨૮૧૩૭૮ E-mail Address: agasashram@sancharnet.in Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 1032