Book Title: Shrimad Rajchandra
Author(s): Govardhandas
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 7
________________ - ૨ - હાલનો સભામંડપ પર્વના દિવસોમાં નાનો પડતો હોવાથી તેના સમાંતરે કરોડોના ખર્ચે આરસપહાણનો એક ૧૨૦x૮૦નો નૂતન સભામંડપ બાંધવામાં આવ્યો છે. કુલ ૧૭,૦૦૦ સ્કે.ફીટના આ સભામંડપમાં આશરે ૩૦૦૦ મુમુક્ષુઓ એક સાથે બેસીને ભક્તિ-સ્વાધ્યાય કરી શકે છે. પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીએ પ્રભુશ્રીજીને કહેલું કે “મુનિ, દુષમકાળ છે માટે જડભરત જેવા થઈને વિચરજો. રિદ્ધિ, સિદ્ધિ પ્રગટશે તેને ઓળંગી જજો. આ કાળના જીવો પાકા ચીભડાં જેવા છે. કડકાઈ સહન કરી શકે તેવા નથી, માટે કલ્યાણમૂર્તિ બનશો તો ઘણા જીવોનું તમારા દ્વારા કલ્યાણ થશે.” સંવત્ ૧૯૭૬ થી ૧૯૯૨ સુઘી આશ્રમમાં રહી પ્રભુશ્રીજીએ એક અનન્ય ભક્તિ ક્રમ ગોઠવી આપ્યો છે જેનું આરાઘન છેલ્લા લગભગ ૮૦ વર્ષથી અવિરત રીતે તેઓની આજ્ઞા પ્રમાણે આશ્રમમાં ચાલુ છે. આ આશ્રમની ભૂમિ પ્રભુશ્રીજીના ચરણસ્પર્શથી તેમજ નિવાસથી પાવન થઈ છે અને આજે પણ તેમની પવિત્ર ચેતનાના પરમાણુઓનો આશ્રમમાં અનુભવ થાય છે. સવારના ૪-૦૦ વાગ્યાથી શરૂ થઈ રાત્રે ૯-૩૦ વાગ્યા સુધી નીચે પ્રમાણે ક્રમ ચાલે છે. સવારના ૪-૦૦ થી ૬-૩૦ ભક્તિના પદો, આલોચના પાઠ, મંત્રસ્મરણ, ચૈત્યવંદન સવારના ૯-૦૦ થી ૧૧-૩૦ શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રની પૂજા અથવા અન્ય પૂજા બપોરના ૨-૦૦ થી ૪-૧૫ ભક્તિના પદો તથા વચનામૃત-વાંચન સાંજે ૬-૦૦ દેવવંદન તથા ૪ સ્થળોએ આરતી-મંગળદીવો રાત્રે ૭-૧૫ થી ૯-૩૦ ભક્તિના પદો, મંત્રસ્મરણ, શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રની ભક્તિ તથા ઉપદેશામૃત અને બોઘામૃતમાંથી વાંચન (પર્વના દિવસોમાં કાર્યક્રમમાં તેમજ ઋતુ અનુસાર સમયમાં ફેરફાર કરવામાં આવે છે.) આ આશ્રમમાં મધ્યસ્થ વાતાવરણ હોવાથી શ્વેતાંબર, દિગંબર, સ્થાનકવાસી, દેરાવાસી, વૈષ્ણવ સંપ્રદાયના તથા અન્ય સંપ્રદાયના પરંતુ આત્માને ઓળખવાની ભાવનાવાળા જિજ્ઞાસુ જીવો આવે છે અને રહે છે. આ પવિત્ર સત્સંગઘામ, તીર્થશિરોમણી એવા આશ્રમની આ એક આગવી વિશિષ્ટતા છે. - પૂ. શ્રી બ્રહ્મચારીજીના દેહોત્સર્ગ સંવત્ ૨૦૧૦માં થયાને આજે ઘણા વર્ષ થયા છતાં અને કોઈ ઉત્તરાધિકારી નહીં હોવા છતાં પણ આ આશ્રમમાં જ્ઞાનીની આજ્ઞા અનુસાર ભક્તિ સત્સંગનો નિયત કાર્યક્રમ એકઘારો પ્રવર્તી રહ્યો છે. આ આશ્રમમાં આવનાર તથા રહેનાર દરેક મુમુક્ષુ ભાઈબહેનોએ ભક્તિ સ્વાધ્યાયના કાર્યક્રમમાં હાજરી આપી ભાગ લેવો આવશ્યક છે. દરેકે માત્ર આત્માર્થે સત્સંગ, ત્યાગ, ભક્તિ આદિ અર્થે રહેવાનું છે. કોઈ પણ વિષય-કષાય કે પ્રમાદ અર્થે આશ્રમમાં રહેવાની મનાઈ છે. સંવત્ ૧૯૫૪માં ૫. ઉ. પ.પૂ. પ્રભુશ્રીજીની વસો ગામે સ્થિતિ હતી ત્યારે પરમકૃપાળુદેવ ત્યાં પધાર્યા હતા. તે વખતે પ.પૂ. પ્રભુશ્રીજીને પરમકૃપાળુદેવે, જે કોઈ મુમુક્ષુભાઈબહેનો આત્માર્થે સાઘન માગે તેને સાત વ્યસન અને સાત અભક્ષ્ય વસ્તુઓ આદિના ત્યાગપૂર્વક નિત્યનિયમના પાઠો સાથે સહજાત્મસ્વરૂપ પરમગુરુ” મંત્ર આપવાની આજ્ઞા કરી હતી. આ પ્રમાણે પરમકૃપાળુદેવે વર્તમાન કાળમાં મોક્ષમાર્ગ પ્રગટ કર્યો તથા તેને જગતમાં પ્રવર્તાવવાનો અધિકાર ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીને આપ્યો. આ અઘિકારને અનુસરીને પ્રભુશ્રીજીએ આશ્રમ માટે આ આરાઘના ક્રમ યોજ્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 1032