Book Title: Shrimad Rajchandra Author(s): Govardhandas Publisher: Shrimad Rajchandra Ashram View full book textPage 6
________________ ૧) શ્રી સનાતન જૈન ઘર્મ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સ્ટે. અગાસ સંક્ષિપ્ત પરિચય પરમ જ્ઞાનાવતાર પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રના પરમ આજ્ઞાવંત શ્રી લઘુરાજસ્વામીજીએ (પ્રભુશ્રીજીએ) આ આશ્રમની સ્થાપના વિક્રમ સંવત્ ૧૯૭૬માં કરી. મુનિશ્રી લઘુરાજસ્વામીની છત્રછાયા નીચે આ આશ્રમની ઉત્પત્તિ થઈ તેથી ભક્તજનોએ શરૂઆતમાં આ આશ્રમનું નામ “શ્રી લઘુરાજ આશ્રમ” રાખ્યું, પરંતુ પોતાનું નામ કે સ્થાપના સરખી પણ નહીં રાખવાની ઇચ્છાવાળા કેવળ નિઃસ્પૃહ અને પરમ ગુરુભક્ત મહર્ષિ મુનિશ્રીએ એમ સૂચવ્યું કે શ્રીમદ્જીના આ સ્થળ કીર્તિસ્તંભનું નામ શ્રી સનાતન જૈન ઘર્મ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ” રાખવું. તેથી તે પ્રમાણે આ આશ્રમનું નામ રાખવામાં આવ્યું. આ આશ્રમ સનાતન જૈન ઘર્મની પુષ્ટિ માટે જ છે. આ આશ્રમમાં દાખલ થતાં પ્રથમ એક ભવ્ય પ્રવેશદ્વાર છે જેના ઉપર “ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છે' એ મોટા અક્ષરે અંકિત થયેલ છે. દરવાજામાં પ્રવેશ કરતાં સામે એક નયનરમ્ય દેરાસર છે જેમાં નીચે શ્વેતાંબર અને ઉપર દિગંબર દેરાસર છે. તેના ભૂમિગૃહમાં (ભોંયરામાં) શ્રીમદ્ રાજચંદ્રજીની આરસપાષાણની શરીરપ્રમાણ પદ્માસન મુદ્રાની પ્રતિમા બિરાજે છે. આ પ્રતિમાની એક બાજુ પ્રણવ મંત્ર ૐકારની સ્થાપના છે તથા બીજી બાજુ શ્રીમદ્ રાજચંદ્રજીના પાદુકાજીની સ્થાપના છે. આ દેરાસરની જમણી બાજુ એક ભવ્ય સભામંડપ છે જેમાં ભક્તિ, સત્સંગ, પૂજા, સલ્ઝવણ આદિ નિમિત્તે સેંકડો મુમુક્ષુઓ સાથે બેસીને આત્મસાઘના કરે છે. આ દેરાસરના ચોગાનમાં દેરાસરની સામે મુખ્ય પ્રવેશદ્વારની ઉપર બીજે માળે એક પુસ્તકાલય છે. ત્રીજે મજલે ખુલ્લી અગાસીની વચમાં સુંદર આરસની દેરીની મધ્યે શ્રીમદ્ રાજચંદ્રજીની ઊભા કાયોત્સર્ગની ધ્યાનમુદ્રામાં પંચધાતુની પ્રતિમા બિરાજે છે. દેરાસરવાળા આ ભક્તિસંકુલમાં દાખલ થતાં ડાબી બાજુએ વિશાળ વ્યાખ્યાનમંદિરમાં શ્રીમજીનો પદ્માસન મુદ્રામાં ભવ્ય ચિત્રપટ સ્થાપન કરેલ છે. ત્યાં મુખ્યત્વે સ્ત્રી સમુદાય સ્વાધ્યાય, અભ્યાસ કરે છે. ની ઉપર શાંતિસ્થાન છે જ્યાં શ્રીમદ રાજચંદ્રજીના સંદર ચિત્રપટની સ્થાપના કરેલ છે. અહીં પર્યુષણ આદિ પર્વોમાં પ્રતિક્રમણ થાય છે. ત્યાંથી પૂર્વમાં આવતાં “શ્રી રાજમંદિર” છે, જેમાં શ્રીમદ્ રાજચંદ્રના તથા પ. પૂ. લઘુરાજસ્વામીના (પ્રભુશ્રીજીના) સુંદર ચિત્રપટોની સ્થાપના તેમજ આજ્ઞાનો શિલાલેખ છે. ત્યાંથી પૂર્વમાં પૂ. શ્રી બ્રહ્મચારીજીનો નિવાસખંડ છે જ્યાં તેઓશ્રીના બે ચિત્રપટોની સ્થાપના કરેલ છે. ત્યાંથી પૂર્વમાં આગળ જતાં પ. પૂ. પ્રભુશ્રીજીનો નિવાસખંડ છે જ્યાં તેઓશ્રી સં. ૧૯૯૨ના વૈશાખ સુદ ૮ના દિને સમાધિસ્થ થયા હતા. ત્યાં તેઓશ્રીની પાટ અને ગાદી તેમજ લાકડી ઇત્યાદિ સ્મૃતિચિહ્ન તરીકે દર્શનાર્થે તેઓશ્રીના સુંદર ચિત્રપટની સાથે મૂકવામાં આવ્યા છે. દેરાસરના ચોગાનની બહાર ઈશાન દિશા તરફ દેરીમાં પ્રભુશ્રીજીના પાદુકાજીની સ્થાપના તેમના અગ્નિસંસ્કાર સ્થળે કરેલ છે. તેનાથી આગળ જતાં પૂ. બ્રહ્મચારીજીના અગ્નિસંસ્કાર સ્થળે સમાધિ સ્મારક બનાવવામાં આવેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 1032