Book Title: Shraman Auchitya Shiksha
Author(s): Muktivallabhvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 13
________________ એવો સુંદર પુટ આચારને આપવો જોઈએ કે તે ભાવનાભાવિત આચાર વિશિષ્ટ ભાવનો જનક બની રહે. જિનોક્ત આચારોનાં પાલનમાં જેટલો ઉત્સાહ વધારે હોય, જિનેશ્વરદેવ સાથેનું અનુસંધાન જેટલું ગાઢ હોય, ચુસ્તતા, નિયમિતતા, વિધિકુશળતા, વિધિનિષ્ઠા, વિધિતત્પરતા, ઉપાદેયબુદ્ધિ અને ખેદાદિદોષરહિતતા વગેરે ગુણ જેટલા વધુ ભળેલા હોય તેટલા તે આચાર વધુ ગુણકારી બને. મોક્ષમાર્ગમાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની સાપેક્ષતા ખૂબ જરૂરી છે. ભણવાનો અવસર હોય, સ્વાધ્યાયકાળ હોય અને તે વખતે શ્રમણ પ્રમાદ કરેકે સ્વાધ્યાયયોગની ઉપેક્ષા કરે તો જ્ઞાનાચારની અવજ્ઞા છે. પરંતુ, કોઈ ગ્લાન મુનિશ્રીની સેવાનો અવસર હોય અને તે અત્યંત જરૂરી કર્તવ્ય હોય ત્યારે પણ સ્વાધ્યાયયોગને પ્રધાન કરે અને ગ્લાનની ઉપેક્ષા કરે તો ભણતા ભણતા દર્શનાચારની અવજ્ઞા છે. તેથી કોઈપણ પ્રવૃત્તિની વિચારણા દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને નજરમાં રાખીને કરવાની છે. દીક્ષા પૂર્વે કોઈ પણ મુમુક્ષુને પૂછો કે દીક્ષા શા માટે લેવી છે? તો તે કહેશેઃ મોક્ષ મેળવવા માટે... મોહનો નાશ કરવા માટે કર્મનો નાશ કરવા માટે.. દોષોના ક્ષય માટે... ગુણોની પ્રાપ્તિ માટે... સંસારની સમાપ્તિ માટે. કોઈ મુમુક્ષુ એમ નહિ કહે કે - • ભણી-ગણીને વિદ્વાન બનવા દીક્ષા લઉં છું. • મોટા પ્રવચનકાર બનવા દીક્ષા લઉં છું. • મહાન શાસન-પ્રભાવક બનવા દીક્ષા લઉં છું. તેથી, દીક્ષાનો મુખ્ય ઉદ્દેશ મોહનીયકર્મનો ક્ષયોપશમ છે. આ ઉદ્દેશ સતત નજર સામે રહેવો જોઈએ. સંયમધર્મની કોઈપણ પ્રવૃત્તિ કરતી વખતે પોતાના દોષાયનું પ્રણિધાન જરાય ખસવું ન જોઈએ, નબળું ન પડવું જોઈએ. 12

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 162