Book Title: Shraddhavidhiprakaran Author(s): Vikramvijay, Bhaskarvijay Publisher: Vikram Vijayji and Bhaskar Vijayji View full book textPage 5
________________ આ સંપાદનમાં બને અનુવાદનું મિશ્રણ કરવામાં આવ્યું છે. આમાં આપવામાં આવેલા આગમાદિ સાક્ષીપાઠના અર્થ અંગે જ્યાં અમને સંગતિ ન જણાઇ ત્યાં તેને મૂલગ્રન્થનુ પર્યવેક્ષણ કરી તથા ટીકાદિ સાહિત્યને અવકી અનુવાદને શુદ્ધ અને પ્રામાણિક બનાવવાનો યથાસાધ્ય પ્રયત્ન કરવામાં આવ્યું છે. અર્થ કરવામાં પણ ઉક્ત બને અનુવાદમાં ભૂલ હતી તેનું પરિમાર્જન આ સંપાદનમાં કર્યું છે. તદુપરાંત ભાષાને ઘટતે ફેરફાર કરીને અનુવાદને સુસ્પષ્ટ, સુવાચ્ય અને સરળ બનાવવાને યથામતિયથાશક્ય પ્રયત્ન અમે કર્યો છે. તેમ છતાં આમાં રહેલી ઊણપને અમને ખ્યાલ છે. અને અમારી ધારણા મુજબનું સંપાદન થઈ શકયું નથી તેની અમને દિલગીરી પણ છે જ. આના સંપાદન-સંશોધનમાં અમૂલ્ય સહાય કરનાર, પૂ. ગુરૂદેવ શ્રીમદ્દવિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજાના તે અમે સદાય ઋણી છીએ જ. ગુજરાતી અનુવાદના સંપાદન-સંશોધનનું અમારું આ પ્રથમ જ કાર્ય હેઈ, આમાં રહેલી અપૂ તાઓ અને અશુદ્ધિઓને દરગુજર કરી, વિરતિધર્મની યથાર્થ આરાધનાધારા, ભવ્યાત્માઓ અનન્ત અને શાશ્વત સુખના ભોક્તા બને એ શુભાભિલાષા સાથે આ પ્રસ્તાવનાને અહિં જ વિરામ આપીએ છીએ. ) પૂના કેમ્પ પોષ વદ ૬ ગુરૂવાર વિ. સં. ૨૦૦૫ પૂ. આચાર્ય દેવ શ્રી વિજયલબ્ધિસૂરીશ્વર-ચરણચંચરીક મુનિ વિક્રમવિજય, મુનિ ભાસ્કરવિય. રેજી s shoળ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 422