Book Title: Shraddhavidhiprakaran
Author(s): Vikramvijay, Bhaskarvijay
Publisher: Vikram Vijayji and Bhaskar Vijayji

View full book text
Previous | Next

Page 4
________________ વયે પતિપદ મહ્યું હતું. ૩૬ વર્ષની વયે ઉપાધ્યાયપદ અને ૪૫ વર્ષની વયે સૂરિપદારે પણ થયું હતું. તેઓશ્રીને સમગ્ર જીવન-કાલ ૬૦ વર્ષનો હતો. સ્તંભતીર્થ(ખંભાત)માં બાબી નામના ભટ્ટે તેમને “બાલસરસ્વતી’ એવું બિરુદ આપ્યું હતું. બેદરપુર(દક્ષિણ)માં મહાન બ્રાહ્મણ ભટ્ટને તેમણે પરાજય કર્યો હતો.૪ સમસૌભાગ્ય કાવ્ય(સગ ૧૦)માં લખ્યું છે કે તેમને આચાર્ય પદ દેવગિરિ(દેલતાબાદ)ના વ્યાપારી મહાદેવ અપાવ્યું હતું. તેમજ તેમણે સૂરિપદ-પંડિત પદ-મુનિપદ આપવાના, જિનમન્દિરાની પ્રતિષ્ઠાના, માલારોપણના તથા ગવિધિ કરાવવા આદિ અનેક શુભ કાર્યો કર્યા હતાં. તેઓ યુગપ્રધાનશ્રી સેમસુન્દરસૂરિજીના શિષ્ય હતા.૫ સંતિક સ્તોત્રના રચયિતા સહસાવધાની શ્રી મુનિસુન્દરસૂરિજીના પટ્ટધર બન્યા હતા. શ્રી ભુવનદરસૂરિજી પાસે તેમણે જ્ઞાનાભ્યાસ કર્યો હતો. શ્રી સાધુરત્નસૂરિજીના સદુપદેશથી તેમને વૈરાગ્યરંગ લાગ્યો હતો. તેમના અસ્તિત્વ સમય દરમિયાન વિ. સં. ૧૫૦૮માં, જિનપ્રતિમા આદિનું ઉત્થાપન કરનાર લંકામત પ્રવર્યો હતો. લંકામતમાં પ્રથમ વેશધારી વિ. સં. ૧૫૩૩ માં ભાણું નામક થયા હતા. પ્રસ્તુત શ્રી રત્નશેખરસૂરિજી સિવાય બીજા પણ ત્રણ સમાન નામક આચાર્યો થયા છે. ૧ શ્રીપાલચરિત્ર પ્રાકૃત તથા ગુણસ્થાનક્રમારોહ ઈત્યાદિ ગ્રન્થના કર્તા, હેમતિલકસૂરિના શિષ્ય, બૃહદ્દગચ્છીય શ્રી રત્નશેખરસૂરિ, ૨ નાગેન્દ્રગચ્છીય શ્રી રતનશેખરસૂરિ, ૩ પીપલગછીય શ્રી રત્નશેખરસૂરિ. ગુજરાતી અનુવાદનું પ્રસ્તુત પ્રકાશન. આ ગ્રન્થના ગુજરાતી અનુવાદના પ્રકાશને, આ પહેલાં ૧ સુબાજી રવચંદ જેચંદ જૈન વિદ્યાશાલા, ૨ ચીમનલાલ સાંકળચંદ મારફતીયા, તથા ૩ ભગુભાઈ ફત્તેચંદ કારભારી (જેને પત્રની કચેરી) એમ ત્રણ ચેલેથી થયાં છે. જેનેને જૈનમાર્ગની આરાધનામાં અનન્ય સહાયક આ ગ્રંથરત્ન, તેમ છતાં દુપ્રાપ્ય હેવાથી, અનેક મહાનુભાવો તરફથી તેના સુસંસ્કૃત પુનઃ પ્રકાશન માટે ઈચ્છા વ્યક્ત થઈ રહી હતી. તેથી આ અનુવાદના સંપાદનને લગતા કાર્યને આરમ્ભ અમે કર્યો હતો. મૂલ સંસ્કૃતગ્રન્થની સાથે શ્રી મારફતીયા અને શ્રી કારભારીના પ્રકાશનોને અર્થસંગતિ આદની દૃષ્ટિએ અક્ષરશઃ મેલાવતા જે અનુવાદ અમને પૈગ્ય અને મૂલાનુસારી જણાય તેને અમે અહીં સંપાદનમાં ઉપયોગ કર્યો છે. - ૩ આ ઉલ્લેખનું સમર્થન શ્રી દેવવિમલગણિએ હીરસૌભાગ્ય સગ ૪ અક્ષક ૧૨૮માં કર્યું છે. ૪ જુઓ સેમસૌભાગ્ય કાવ્ય સર્ગ ૧૦ તથા ગુગુણરત્નાકર કાવ્ય સર્ગઃ ૧. ૫ શ્રી રત્નશેખરસુરિજીએ, પિતાના ગુરુ તરીકે, શ્રાદ્ધવિધિ પ્રકરણમાં, સેમસુદરસૂરિજીનો તથા શ્રાદ્ધપ્રતિક્રમણસૂત્રવૃત્તિમાં ભુવનસુન્દરસૂરિને નામે હલેખ કર્યો છે. તેમણે કરાવેલ પ્રતિષ્ઠાના અનેકાનેક લેખેમાં “શ્રી સોમ સુન્દર શિષ્ય શ્રીરોવર ’ એવો ઉલેખ પ્રાપ્ત થતું હોવાથી તેમના ગુરુ તરીકે ઉપર અમે શ્રી સોમસુન્દર રિજીનો ઉલ્લેખ કર્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 422