Book Title: Shraddhavidhiprakaran Author(s): Vikramvijay, Bhaskarvijay Publisher: Vikram Vijayji and Bhaskar Vijayji View full book textPage 2
________________ LEU E ( 1 - - USTER RDU GUE TITIST UિRSEB અનાદિકાલથી કર્મ સંગેને આધીન બની, અનેક ઉપમાઓ દ્વારા શાસ્ત્રકારોએ ભયંકર તરીકે એલખાવેલા દુ:ખમય, દુઃખફલક, અને દુઃખાનુબંધી એવા આ સંસારમાં નિગોદ આદિ સ્થાનમાં સુખાભિલાષક હોવા છતાં દુઃખને પ્રાપ્ત કરી પરિભ્રમણ કરતાં જીવોના એકાત અને નિઃસ્વાર્થ ઉપકારના અર્થે શાસનની સ્થાપના કરતાં, અનંત ઉપકારી શ્રી જિનેશ્વર ભગવતિએ સર્વવિરતિ ધર્મ અને દેશવિરતિ ધર્મ–શ્રમણ અને શ્રાવક ધર્મને ઉપદેશ કર્યો છે. સરભના પરિત્યાગરૂપ અને ષજવનિકાયને અભયદાન આપવાસ્વરૂપ શ્રી શ્રમણ ધર્મ અંગીકાર સહુ કોઈ કરી શકે એ દુઃશકયા છે. આ રીતિએ આરાધના કરવાને અસમર્થ પ્રાણીઓને માટે સર્વવિરતિરૂપ શ્રમણધર્મની ભૂમિકારૂપ સમ્યકત્વમૂલ દેશવિરતિરૂપ શ્રાવક ધમની પણ તે અનંત ઉપકારીઓએ પ્રરૂપણું કરી છે. મહાન પુણ્યદયે પ્રાપ્ત થતા મનુષ્યભવને પામીને શ્રાવક ધર્મની આરાધના કરવાને ઉત્સુક આત્માઓને તે ધર્મમાં માર્ગદર્શન આપવાને અને ધર્મપાલનમાં સ્થિર કરવાને, અહીં રજૂ થતું પત્તવૃત્તિ સમલંકૃત શ્રી શ્રાદ્ધવિધિ પ્રકરણ એક અનુપમ સાધન છે. કોઈ પણ ધર્મક્રિયાઓ તેનાં રહસ્યોને યથાર્થ રીતિએ સમજીને કરવામાં આવે તે અનેકગણું ફલને અર્પનારી બને છે. આ ગ્રંથરત્નમાં ફરમાવાયેલ જેનવને જીવનારા સંકલ જેનો બની જાય તે સ્વાર્થ પ્રપંચ અને હિંસાના ઝેરીલા વાતાવરણથી ખદબદતા આ વિશ્વમાં આદર્શ જીવનનું સર્વોત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પડે. શ્રાદ્ધવિધિ પ્રકરણ અને તેની સ્વપજ્ઞ ટકા, શ્રાવક ધર્મને અંગે વિધિવાદનું નિરૂપણ કરતાં ગુજરાતમાં શ્રાદ્ધવિધિ પ્રકરણ અમસ્થાન ધરાવે છે. તેની રચના પ્રાકૃત ભાષામાં થયેલી છે. તેની ફકત સત્તર જ ગાથાઓ છે. આ સત્તર ગાથાઓમાં પણ પ્રકારે, પ્રતિપાદ્ય વિષયોને અતિ સંક્ષેપથી છતાં સુસ્પષ્ટપણે સમાવી દીધા છે. આ પ્રકરણના ઉપર પ્રકારે પોતે જ “શ્રાદ્ધવિધિકૌમુદી' નામક છ હજાર સાતસો એકસઠ કપ્રમાણ અતિ વિસ્તૃત વૃત્તિ સંસ્કૃત ભાષામાં રચી છે. મૂલ ગ્રન્થમાં નિર્દિષ્ટ વિષયે અને પ્રસંગાનુસાર પ્રાપ્ત થતા અનેકાનેક અન્ય વિષયોને, ટીકામાં વિસ્તૃત રીતિએ વિવેચવામાં આવ્યા છે. ૧ હિતાય, ૨ રાત્રિય, ૩ પર્વય, ૪ ચાતુર્માસિકકૃત્ય, ૫ વર્ષકૃત્ય અને ૬ જન્મકૃત્ય એમ છ વિભાગ પાડી શ્રાવકની કરણીય ધર્મક્રિયાઓને અને તેને લગતા વિધિવિધાનો સમાવેશ કરવામાં આવ્યો છે. ક્રિયાઓ આદિને યથાર્થ રીતિએ સમજાવવા માટે, શંકાઓ ઉપસ્થિત કરી, તે શંકાઓને શાસ્ત્રાનુષ્ઠારી અને યુકિતપ્રચૂર સમાધાને કરી નિરૂપિત વિષયને દઢતર બનાવ્યા છે. ધર્મવિધિઓ બતાવવાને જ મુખ્ય ઉદ્દેશ હેવા છતાં, પ્રસંગે વ્યાપારાદિ કેમ કરવાં ? સગાસંબંધીએ પુત્રાદિ પરિવાર, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 422