Book Title: Shodhkholni Pagdandi Par Author(s): Harivallabh Bhayani Publisher: Shardaben Chimanbhai Educational Research Centre View full book textPage 6
________________ પ્રકાશકીય વક્તવ્ય ડૉ. હરિવલ્લભ ભાયાણીનો પ્રસ્તુત ગુજરાતી લેખસંગ્રહ, તેમાં એકત્રિત કરેલ વિવિધ સંશોધનલેખો તથા નોંધોનો જે વિષયવ્યાપ છે, તેમાં આપણા વિસ્તૃત સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, જૂની ગુજરાતી તથા લોકસાહિત્યના સઘન અનુશીલનના જે સંકેત મળે છે, અને કેટલીક મૌલિક વિચારણા કે નવીન માહિતી પ્રસ્તુત થયેલી છે તેથી આપણી સાહિત્ય અને ભાષાની પરંપરામાં શોધખોળનો રસ ધરાવનારને ઘણો ઉપયોગી નીવડશે. શ્રી શારદાબેન ચીમનભાઈ એજ્યુકેશન રિસર્ચ સેન્ટર તેની એક મહત્ત્વની પ્રવૃત્તિ તરીકે સંશોધનગ્રંથોનું પ્રકાશન કરતી રહી છે, અને સાત વરસના ટૂંકા ગાળામાં અગ્યાર ગ્રંથો પ્રકાશિત કર્યા છે, જે વિદ્વાનોમાં ઘણો આદર પામ્યા છે. એ ગ્રંથશ્રેણીના ભાગ લેખે “શોધખોળની પગદંડી પર' પુસ્તકનું પ્રકાશન સહર્ષ કરીએ છીએ, અને તે માટે અમે ડૉ. ભાયાણીને ધન્યવાદ આપીએ છીએ. પ્રસ્તુત પુસ્તકના પ્રકાશન અંગે ડૉ. મધુસૂદન ઢાંકીએ સંસ્થાને જે માર્ગદર્શન આપ્યું તે બદલ તેમનો આભાર માનીએ છીએ. આ પુસ્તકના પ્રકાશનમાં શ્રેષ્ઠિ શ્રી કસ્તુરભાઈ લાલભાઈ સ્મારક ટ્રસ્ટ આર્થિક સહયોગ આપ્યો છે તે બદલ ટ્રસ્ટનો તથા ટ્રસ્ટીગણનો આભાર માનીએ છીએ. અમદાવાદ ૧૯૯૭ ડૉ. જિતેન્દ્ર શાહ નિયામક, શ્રી શારદાબેન ચીમનભાઈ એજ્યુકેશન રિસર્ચ સેન્ટરPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 222