________________
અશરણભાવના.
૧૫૩
મળે છે; ખાકી આ દુનિયાની કાઇ પણ ચીજ, કાઇ પણ પ્રાણી કે કાઇ પણ સંબંધી એ વખતે ઉપયેાગમાં આવતા નથી, યમને અટકાવતા નથી, દિલાસારૂપ થતા નથી. ખાકી મ ંત્રવિદ્યા કે જાપની વાત શી કરવી ? ખુદ્દે મહાવીર પરમાત્માને ઇંદ્રે આયુષ્ય થાડું વધારવા વિજ્ઞપ્તિ કરી અને તેમાં તેને આશય શાસનના હિતને હતા, પણુ ભગવાને તેને એક જ ઉત્તર આપ્યા કે ' એ કાર્ય કરવાને દેવેદ્ર, ચક્રવત્તી કે તીર્થંકર સમર્થ નથી.' છતાં કાંઈ ભગવાન મરણથી ડર્યા નહિ. એમને તે અનત સુખમાં જવાનુ હતુ. એટલે એમને ‘શરણના ’ સવાલ જ નહાતા, પણ એમાં અશરણપણાને જે મુદ્દો છે તે ખાસ વિચારવા યાગ્ય છે.
ન્યાયાધીશ કાઈને ફ્રાંસીની સજા ક્રમાવે ત્યારે ગુન્હેગારના મનની શી દશા થતી હશે? એ કઇંક કાંકાં મારશે, વિલાયત અપીલ કરવા દેડશે, પણ એમાં કાંઈ વળે છે? પ્રાણી પણ આવા ખાચકા તા અનેક ભરે છે, પણ એમાં સાર શે ?
એકઠા થયેલા સગાસંબધીએ નવકાર આપે, શરણાં આપે, દિલાસા આપે—પણ આ જીવની દશા શી વતી હાય? દિલાસા આપવા સહેલે છે તેટલે લેવે સહેલા નથી, પણ એમાં શરણુ જેવું તેા કાંઈ છે જ નહિ. તે વખતે જીવન શાંત, પ્રમાણિક, નિર્દભ, સ્વચ્છ ગાળ્યું હાય, સત્યને અહિંસાથી અપનાવ્યુ` હાય, નેવિકારા પર કામૂ મેળવ્યેા હાય, વાસ્તવિક અસ્થિરતા સમજાણી હાય, આંતરવૃત્તિથી ધર્મ માર્ગની આરાધના કરી હાય અને ટૂંકામાં ઉચ્ચ જીવનની અવસ્થા અનુભવી હાય તા એ વાત ટેકા આપે છે. કરેલા અને કરવા ધારેલા સાચા તે વખતે ટેકો આપે છે, બાકી બીજી કોઈ વાતમાં સાર નથી.
મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org