Book Title: Shant Sudharas Part 1
Author(s): Vinayvijay, 
Publisher: Jain Dharm Prasarak Sabha

Previous | Next

Page 452
________________ સંવર-ભાવના. ૪ર૩ વો. એ સ્થિરતા એટલે શું ? મનને નિશ્ચળ રાખવું-એકાગ્ર રાખવું. એ વાત ઘણું મુશ્કેલ છે, એ વિષય રાજયેગને છે. ઘર બળી જતું હોય તો તે ઘરની સામે ઊભે ઊભે બળી ન જાય, એકને એક છોકરે ચાલ્યો જતો હોય તો તે રડવાકુટવા મંડી ન જાય, પૈસા ગયા હોય તો દીન ન થઈ જાય, માંદો પડ્યો હોય તો એ હાયવોય ન કરે–સર્વ સંગમાં મનને નિશ્ચલ રાખે, મનની દોડા-દોડી અટકાવી દે. ધ્યાનના પુસ્તકમાં એના ઉપાયે બતાવ્યા છે તેવા પ્રયોગો કરવા. જે રસ્ત બને તે માગે મનની સ્થિરતા રાખવી એ મહાન કાર્ય છે, મુશ્કેલ છે પણ બહુ જરૂરી છે. અને અંતે આપણી કરેલી ચિંતા શા કામની છે? આપણે ચિંતા કરીએ કે ન કરીએ, પણ જે નિર્માણ હેાય તે જરૂર થાય છે અથવા થઈ ગયું હોય છે, પરંતુ એ તાત્વિક ભાવ રાખે અને મનને સ્થિર રાખવું એ ખરેખર સંવર ઉપાય છે, સિદ્ધ માગે છે અને જરૂર આદરણીય છે. આ રીતે આર્તા–રોદ્ર ધ્યાન દ્વારા જે મહાન કર્મભાર વધતો જાય છે તે અટકાવવાના ઉપાયો પ્રગ આંતરદશાથી વિચારીને આદર. . ૩. “ક્રોધ” નામને આશ્રવ આપણે જાણ્યું છે. ક્રોધ કરવાનો પ્રસંગ આવે ત્યારે “ક્ષમા” રાખવી. નોકર-ચાકર ઉપર કદી ગુસ્સે થવું નહિ, અન્યાય કરનાર ઉપર ગુસ્સો કર નહિ, સહનશીલતાને કેળવવી અને સર્વ વાત ગળી જતાં શીખવું. ક્રોધ એ ભુજંગ (સર્પ) છે, એને ઉતારનાર જાંગુલી મંત્ર ખંતિક્ષમા છે એમ શ્રીમદવિજયજી ક્રોધના સ્વાધ્યાયમાં કહે છે. અભિમાન' નામને બીજે કષાય–આશ્રવ છે. આપણે તેને ઓળખે છે. તેને માર્દવ-નમ્ર સ્વભાવે છે. આપણે ગમે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526