Book Title: Shant Sudharas Part 1
Author(s): Vinayvijay, 
Publisher: Jain Dharm Prasarak Sabha

Previous | Next

Page 502
________________ નિર્જરાભાવના. ৪৩3 એટલા થોડા વખતમાં પણ તપ આવું કાર્ય કરે છે તેથી અચિરેણું–થોડા વખતમાં એ કર્મોને નાશ કરી અપવર્ગ અપાવે છે એમ વાત કરી છે. ૪ ૬ એ કેવી રીતે થાય? એ પ્રશ્ન સ્વાભાવિક છે. સોનું ખાણમાંથી નીકળે ત્યારે તદ્દન માટી જેવું હોય છે. એના ઉપર અનેક જાતનો કચરો વળી ગયેલો હોય છે, પણ તેને ભઠ્ઠીમાં અગ્નિ ચેતાવી તેમાં મૂકવામાં આવે ત્યારે તેને સર્વ કચર બળી જાય છે અને સોનું સો ટચનું થઈને બહાર પડે છે. તપ અગ્નિ છે. આત્માને ગમે તેટલાં કર્મો લાગેલાં હોય, પણ જે તેના પર તપને પ્રયોગ કરવામાં આવે તો એ કમળને દૂર કરવાની ક્રિયા કરે છે અને આત્માની જ્યોતિ પ્રકટાવે છે. કર્મનું સ્વરૂપ આપણે જે સમજ્યા હોઈએ તો આ ક્રિયા કેમ થતી હશે એને ખ્યાલ આવવો મુશ્કેલ નથી. જ્યારે પ્રાણ તપ કરે, જ્યારે એના મન, વચન, કાયાના ચોગે અંકુશમાં આવી જાય અથવા આવતા જાય, જ્યારે એ વિનય વૈયાવચમાં ફરજના ખ્યાલથી સેવાભાવે જોડાઈ જાય, જ્યારે એ ધ્યાનધારાએ ચઢી જાય, ત્યારે એ કાર્યોત્સર્ગમાં સ્થિર થઈ જાય ત્યારે કર્મોને શોધી બાળી મૂક્તો જાય છે અને એના ઉપર જે મળ લાગેલો હોય છે તે ધીમે ધીમે ઓછો થતો જાય છે. અગ્નિ–સુવર્ણને સંગ બરાબર વિચારવામાં આવશે તે તપ અને ચેતનને કર્મમળને અંગે સંબંધ અને પ્રક્રિયા બરાબર ખ્યાલમાં આવી જશે. ૪ ૭. તપને અંગે ભાવ–શુદ્ધ માનસિક પરિણામને ખૂબ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526